Friday, April 19, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટવડનગરને વૈશ્વિક કક્ષાએ મળશે નવી ઓળખ, જીવંત પ્રાચીન નગર તરીકે થશે ગણના:...

  વડનગરને વૈશ્વિક કક્ષાએ મળશે નવી ઓળખ, જીવંત પ્રાચીન નગર તરીકે થશે ગણના: કેન્દ્રીય પ્રવાસન મંત્રીએ કહ્યું- ‘આ પાવનભૂમિના દર્શન કરવા એ તીર્થયાત્રા સમાન’

  પીએમ મોદીના ગામ વડનગરમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા કરવામાં આવેલા ખોદકામમાં સેંકડો વર્ષો જૂની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. પ્રવાસન મંત્રી કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે, પ્રવાસન વિભાગે આ નગરના ઇતિહાસને ઉજાગર કરવામાં નોંધનીય કામ કર્યું છે.

  - Advertisement -

  મહેસાણા જિલ્લામાં આવેલું ઐતિહાસિક શહેર અને પીએમ મોદીનું વતન વડનગર હવે વિશ્વના નકશામાં મહત્વનું સ્થાન મેળવવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર વડનગરને જીવંત પ્રાચીન નગર તરીકે વિકસાવવાની યોજના પર કામ કરી રહી છે. એટલે કે ભારતના મથુરા, ઉજ્જૈન, પટના, વારાણસી વગેરે પ્રાચીન નગરોની શ્રેણીમાં વડનગરનું નામ પણ ઉમેરાશે.

  બુધવારે (7 જૂન, 2023) વડનગરની સેંકડો વર્ષો જૂની સંસ્કૃતિ અને તેના ઇતિહાસને ઉજાગર કરતો દસ્તાવેજી શો ‘અનંત અનાદિ વડનગર’ ડિસ્કવરી ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. વડનગરમાં તાનારીરી ગાર્ડન ખાતે તેનો સ્ક્રીનિંગ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એ જાહેરાત કરવામાં આવી હતી કે પીએમ મોદીનું વતન વડનગર હવે જીવંત પ્રાચીન નગર તરીકે ઓળખાશે.

  ‘અનંત અનાદિ વડનગર’ સ્ક્રીનિંગ કાર્યક્રમમાં હાજર રહેલા કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે, “આ પાવનભૂમિના દર્શન કરવા એ મારા માટે એક તીર્થયાત્રા છે. આ નગરનો ઇતિહાસ 2000 વર્ષોથી પણ જૂનો છે. આ નગરનું મહત્વ અનેરું છે.”

  - Advertisement -

  ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીના ગામ વડનગરમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા કરવામાં આવેલા ખોદકામમાં સેંકડો વર્ષો જૂની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. પ્રવાસન મંત્રી કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે, પ્રવાસન વિભાગે આ નગરના ઇતિહાસને ઉજાગર કરવામાં નોંધનીય કામ કર્યું છે.

  બે હજાર વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતા વડનગરમાં સાત પ્રાચીન સંસ્કૃતિનો સંગમ છે, જે હવે સ્ટેટ ઓફ આર્ટ આર્કિયોલોજીકલ એક્સપીરિયન્સ મ્યુઝિયમમાં જોવા મળશે. તો 16મી સદીમાં બલિદાન આપનારી તાના-રીરીના સન્માન માટે તાના-રીરી મ્યુઝિયમનું નિર્માણ પણ થઈ રહ્યું છે. આ બંને પ્રોજેક્ટ પાછળ 277 કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને તેનું કામ 2024 સુધી પૂર્ણ થવાની શક્યતા છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે શાળામાં અભ્યાસ કર્યો હતો તે 19મી સદીની શાળાને પણ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે.

  ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં લૉન્ચ થયેલા શો ‘અનંત અનાદિ વડનગર’માં ઐતિહાસિક શહેરની ગૌરવગાથા રજૂ કરવામાં આવી છે. શોના અલગ-અલગ એપિસોડમાં આ પ્રાચીન નગરના વિદેશ વેપાર, ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને પુરાતત્વીય તારણો રજૂ કરવામાં આવશે. વડનગર ખાતે તાનારીરી સહિત કુલ સાત સ્થળોએ ‘અનંત અનાદિ વડનગર’નો સ્ક્રીનિંગ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી કિશન રેડ્ડી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, ગ્રુરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ સામેલ થયા હતા.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં