Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉત્તર પૂર્વના રાજ્યોને નાના રાજ્યો કહીને અપમાનિત કરતી કોંગ્રેસને મોદીએ આપ્યો જવાબ;...

    ઉત્તર પૂર્વના રાજ્યોને નાના રાજ્યો કહીને અપમાનિત કરતી કોંગ્રેસને મોદીએ આપ્યો જવાબ; દેશ મર જા મોદી નહીં પણ મત જા મોદી કહી રહ્યો છે

    પીએમ મોદીએ કહ્યું કે, આ પહેલા ત્રિપુરામાં એવી સ્થિતિ હતી કે એક પાર્ટી સિવાય બીજી પાર્ટીનો ઝંડો પણ લગાવી શકાતો ન હતો. જો કોઈ તેમ કરવાનો ખાલી પ્રયત્ન પણ કરે, તો તેને લોહીલુહાણ કરી દેવામાં આવતાં હતાં.

    - Advertisement -

    પૂર્વોત્તરમાં ભાજપની જીત બાદ વડાપ્રધાન મોદીના વિપક્ષ પર પ્રહાર જોવાં મળ્યાં હતા. ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવી દિલ્હી સ્થિત પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું હતું અને પૂર્વોત્તરના વિકાસને સરકારની પ્રાથમિકતા ગણાવી હતી.

    પૂર્વોત્તરમાં ભાજપની જીત બાદ વડાપ્રધાન મોદીના સંબોધન દરમિયાન તેમણે કહ્યું હતું કે, જનતાએ ભાજપ અને તેના સાથી પક્ષોને આશીર્વાદ આપ્યા છે. તેથી સામાન્ય લોકોને વંદન કરવાની આ બીજી તક છે. તેમણે કહ્યું કે વિધાનસભાના પરિણામો દર્શાવે છે કે ભારતમાં લોકશાહી અને લોકશાહી પ્રણાલીમાં વિશ્વાસ મજબૂત થયો છે. “દિલ્હીમાં ભાજપ માટે કામ કરવું અઘરું નથી, પરંતુ પૂર્વોત્તરમાં અમારા કાર્યકરોએ બમણી મહેનત કરી છે. આ ચૂંટણી હૃદયના અંતરના અંત સાથે નવી વિચારસરણીનું પ્રતિબિંબ છે. હવે પૂર્વોત્તર ન તો દિલ્હીથી દૂર છે કે ન તો હૃદયથી દૂર છે. આ એક નવા યુગની ક્ષણ છે અને નવા ઇતિહાસનું નિર્માણ થઈ રહ્યું છે.” તેમ તેમણે જણાવ્યું હતું.

    આ દરમિયાન તેમણે વિરોધ પક્ષો પર પણ નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, અગાઉની સરકારોને પૂર્વોત્તર રાજ્યોને લઈને કોઈ ચિંતા નહોતી. “અમારી પાસે કેટલાક શુભેચ્છકો પણ છે જે ચિંતિત છે કે ભાજપની જીતનું રહસ્ય શું છે? મેં હજી સુધી ટીવી પર પરિણામો જોયા નથી અને જોયું પણ નથી કે ઇવીએમને ભાંડવાનું શરુ થયું છે કે નહીં. “

    - Advertisement -

    પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, “કેટલાક લોકો મોદીની કબર ખોદવાનું ષડયંત્ર રચે છે, પરંતુ કમળ ખીલતું જ જાય છે, તે સતત ખીલે છે. કેટલાક લોકો બેઈમાની પણ કટ્ટરતાથી કરે છે. અપ્રમાણિક લોકો કહી રહ્યા છે – મર જાઓ મોદી . લોકો કહી રહ્યા છે કે મત જાઓ મોદી.”

    ઉત્તર પૂર્વના રાજ્યોને નાના રાજ્યો કહીને અપમાનિત કરે છે કોંગ્રેસ

    વડાપ્રધાને કહ્યું હતું કે કોંગ્રેસે પોતાની નફરત સાર્વજનિક કરી દીધી છે. કોંગ્રેસ કહી રહી છે કે આ નાના રાજ્યો છે, તેમના પરિણામોનું એટલું મહત્વ નથી લાગતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે હૃદયમાં ભારતને જોડવાની ભાવના નથી હોતી, ત્યારે આવા શબ્દો બહાર આવે છે. તેમણે કહ્યું કે જ્યારે રાજનીતિમાં પૂર્વોત્તરને મહત્વ મળે છે તો તેમના કેટલાક ખાસ શુભચિંતકોને પેટમાં દુખે છે.

    ઉલ્લેખનીય છે કે પૂર્વોત્તરમાં મેળવેલી જીત બાદ પીએમ મોદી જ્યારે સંબોધન કરી રહ્યા હતા ત્યારે “દેખો દેખો શેર આયા”ના નારા ગૂંજી રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, આ પહેલા ત્રિપુરામાં એવી સ્થિતિ હતી કે એક પાર્ટી સિવાય બીજી પાર્ટીનો ઝંડો પણ લગાવી શકાતો ન હતો. જો કોઈ તેમ કરવાનો ખાલી પ્રયત્ન પણ કરે, તો તેને લોહીલુહાણ કરી દેવામાં આવતાં હતાં. આ વખતની ચૂંટણીમાં આપણે કેટલું મોટું પરિવર્તન જોયું છે. પાર્ટી મુખ્યાલયમાં પાર્ટીના કાર્યકર્તાઓએ મોબાઈલ ફ્લેશલાઈટ ચલાવીને પૂર્વોત્તરના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન પીએમે કહ્યું કે, “આ પૂર્વોત્તરની દેશભક્તિનું સન્માન છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં