Monday, September 9, 2024
More
    હોમપેજદુનિયાPM મોદીએ ફરી ભારતીય કળાને અપાવી વૈશ્વિક ઓળખ: અમેરિકાના પ્રમુખને આપ્યું ખાસ...

    PM મોદીએ ફરી ભારતીય કળાને અપાવી વૈશ્વિક ઓળખ: અમેરિકાના પ્રમુખને આપ્યું ખાસ ચંદનનું બૉક્સ, જેમાં વિવિધ રાજ્યોની છે ઝલક; ફર્સ્ટ લેડીને આપ્યો ઇકો-ફ્રેન્ડલી ડાયમંડ, જાણીએ તેની ખાસિયતો

    ચંદનના બૉક્સમાં ગણેશ ભગવાનની મૂર્તિ ઉપરાંત એક દિપક અને તાંબાની થાળી પણ છે. આ બૉક્સની ખાસિયત એ છે કે તેમાં હાથની કોતરણીથી બનાવેલ દસ ચાંદીની ડબ્બીઓ છે, જે ‘દસ દાનમ’ એટલે કે શુભ પ્રસંગે કરવામાં આવતા દસ દાનને દર્શાવે છે. જાણીએ બૉક્સમાં આ પ્રતીકાત્મક દસ દાન કયા છે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રમુખ જો બાયડન અને ફર્સ્ટ લેડી જિલ બાયડનના આમંત્રણ બાદ અમેરિકાની મુલાકાતે ગયા છે. પીએમ મોદીની આ પહેલી રાજકીય યાત્રા છે અને આ યાત્રા અનેક રીતે ખાસ રહેવાની છે. સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટર ખાતે યોગ દિવસની ઉજવણી બાદ પીએમ મોદી વ્હાઈટ હાઉસ પહોંચ્યા હતા, જ્યાં તેમનું શાનદાર સ્વાગત થયું હતું. અહીં પીએમ મોદીએ જો બાયડન અને ફર્સ્ટ લેડી જિલ બાયડન સાથે વિશેષ ભેટ-સોગાદોની આપ-લે કરી હતી. ભારતીય સંસ્કૃતિને હંમેશા વૈશ્વિક સ્તરે લઈ જવા પ્રયત્નશીલ રહેતા PM મોદીએ બાયડનને ગિફ્ટ પણ એવી જ આપી હતી, જે આપણી સંસ્કૃતિ અને કળા, કારીગરીનું સન્માન કરે. ચાલો જાણીએ આ સોગાદોની ખાસિયતો શું છે.

    અમેરિકાના પ્રમુખને પીએમ મોદીએ આપ્યું ચંદનનું વિશિષ્ટ બૉક્સ

    PM મોદીએ બાયડનને ગિફ્ટ કરેલું ચંદનનું ખાસ બૉક્સ રાજસ્થાનના જયપુરના એક કુશળ હસ્તકલા કારીગરે બનાવ્યું છે. કર્ણાટકના મૈસૂરથી લાવવામાં આવેલા ચંદનના લાકડા પર વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની પેટર્ન બહુ બારીકાઈથી કોતરવામાં આવી છે. રાજસ્થાનમાં ચંદનનું કોતરકામ એક પ્રાચીન કળા છે જે પેઢીઓથી ચાલી આવે છે.

    ચંદનના બૉક્સમાં ભગવાન ગણેશની મૂર્તિ છે, જે વિઘ્નહર્તા છે અને બધા દેવી-દેવતાઓમાં પ્રથમ પૂજાય છે. દરેક શુભ કાર્ય કરતાં પહેલાં શ્રીગણેશને પૂજવામાં આવે છે. શ્રીગણેશની આ ચાંદીની મૂર્તિ કોલકાતાના ચાંદીના કારીગરોએ બનાવી છે.

    - Advertisement -

    ચંદનના બૉક્સમાં ગણેશ ભગવાનની મૂર્તિ ઉપરાંત એક દિપક અને તાંબાની થાળી પણ છે. આ બૉક્સની ખાસિયત એ છે કે તેમાં હાથની કોતરણીથી બનાવેલ દસ ચાંદીની ડબ્બીઓ છે, જે ‘દસ દાનમ’ એટલે કે શુભ પ્રસંગે કરવામાં આવતા દસ દાનને દર્શાવે છે. જાણીએ બૉક્સમાં આ પ્રતીકાત્મક દસ દાન કયા છે.

    ચંદનના બૉક્સમાં રહેલી નાની ડબ્બીઓ ‘દસ દાનમ’ એટલે કે શુભ પ્રસંગે કરવામાં આવતા દસ દાનને દર્શાવે છે (ફોટો સાભાર: News18)

    – પશ્ચિમ બંગાળના નિપુણ કારીગરોએ બનાવેલું ચાંદીનું નાળિયેર ગોદાન તરીકે આપવામાં આવ્યું છે.

    – કર્ણાટકના મૈસૂરમાંથી મેળવેલ ચંદનનો સુગંધિત ટુકડો ભૂદાનનું પ્રતીક છે.

    – તમિલનાડુના સફેદ તલ તલદાન તરીકે આપવામાં આવ્યા છે.

    – રાજસ્થાનનું હસ્ત કારીગરી કરેલું 24 કેરેટ શુદ્ધ સોનું સુવર્ણદાન તરીકે આપવામાં આવ્યું છે.

    – પંજાબનું ઘી આજયદાન તરીકે આપવામાં આવ્યું છે.

    – ઝારખંડમાં હાથથી વણાયેલ સિલ્કનું કાપડ વસ્ત્રદાન તરીકે આપવામાં આવ્યું છે.

    – ઉત્તરાખંડમાંથી મેળવેલ ચોખા ધાન્યદાનના પ્રતીક તરીકે આપવામાં આવે છે.

    – ગોળદાન માટે મહારાષ્ટ્રના ગોળનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

    – 99.5 ટકા શુદ્ધ અને હોલમાર્કવાળા ચાંદીના સિક્કાને રાજસ્થાનના કારીગરોએ બનાવ્યો છે, જે રૌપ્યદાન એટલે કે ચાંદીનું દાન કહેવાય છે.

    – તો ગુજરાતથી લાવવામાં આવેલ મીઠું લવણદાન તરીકે આપવામાં આવ્યું છે.

    પીએમ મોદીએ ફર્સ્ટ લેડી જિલ બાયડનને આપ્યો 7.5 કેરેટ ગ્રીન ડાયમંડ

    પીએમ મોદીએ યુએસના ફર્સ્ટ લેડી જિલ બાયડનને પણ ઐશ્વર્યના પ્રતીક સમો ગ્રીન ડાયમંડ ભેટમાં આપ્યો હતો. આ ડાયમંડ 7.5 કેરેટનો છે અને તે પૃથ્વીના ખાણકામમાંથી નીકળેલા હીરાના રાસાયણિક અને ઓપ્ટિકલ ગુણધર્મોને પ્રતિબિંબિત કરે છે. આ ડાયમંડ ઇકો-ફ્રેન્ડલી છે કારણકે તેના નિર્માણમાં સૌર અને પવન ઊર્જાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ગ્રીન ડાયમંડ એક કેરેટ દીઠ માત્ર 0.028 ગ્રામ કાર્બન ઉત્સર્જન કરે છે અને તે જેમોલોજિકલ લેબ, IGI દ્વારા પ્રમાણિત છે.

    આ ઉપરાંત, ગ્રીન ડાયમંડ જે બૉક્સમાં મૂકવામાં આવ્યો છે તે ‘પેપેર મશે’ પણ વિશિષ્ટ છે. કર-એ-કલમદાની તરીકે ઓળખાતા ‘પેપેર મશે’ કાશ્મીરના ઉત્કૃષ્ટ કાગળના પલ્પમાંથી બને છે જેના પર કારીગરો સુંદર ડિઝાઈન બનાવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં