Sunday, April 21, 2024
More
  હોમપેજદેશ‘જાણે સાવરકર કે ગોડસેને સન્માન અપાયું હોય..’: ગાંધી શાંતિ પુરસ્કાર મળવા પર...

  ‘જાણે સાવરકર કે ગોડસેને સન્માન અપાયું હોય..’: ગાંધી શાંતિ પુરસ્કાર મળવા પર પીએમ મોદીએ ગીતા પ્રેસને આપી શુભેચ્છાઓ, રઘવાયા થયા કોંગ્રેસીઓ: જાણીએ ગીતા પ્રેસનો ઇતિહાસ અને ધર્મ પ્રચારમાં યોગદાન

  વડાપ્રધાને ગીતા પ્રેસને પુરસ્કાર મળવા પર શુભકામનાઓ પાઠવી ત્યાં કોંગ્રેસ નેતા જયરામ રમેશે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે તેને એક ઉપહાસ ગણાવતાં કહ્યું કે, ગીતા પ્રેસને પુરસ્કાર આપવો એ સાવરકર અને ગોડસેને એવોર્ડ આપવા બરાબર છે. 

  - Advertisement -

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (18 જૂન, 2023) ગીતા પ્રેસ ગોરખપુરને ગાંધી શાંતિ પુરસ્કાર-2021થી સન્માનિત થવા બદલ શુભકામનાઓ પાઠવી હતી. વડાપ્રધાને ગીતા પ્રેસ દ્વારા છેલ્લા એક સૈકામાં કરવામાં આવેલાં કાર્યો બદલ તેમની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ કહ્યું, ‘લોકો વચ્ચે સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનને આગળ ધપાવવાની દિશામાં ગીતા પ્રેસે છેલ્લાં 100 વર્ષમાં પ્રશંસનીય કામ કર્યું છે. હું ગીતા પ્રેસ ગોરખપુરને ગાંધી શાંતિ પુરસ્કાર 2021થી સન્માનિત થવા બદલ શુભકામનાઓ પાઠવું છું.’ 

  અહીં ઉલ્લેખનીય છે કે ગીતા પ્રેસને વર્ષ 2021 માટે ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવનાર છે. આ પુરસ્કાર અહિંસક અને ગાંધીવાદી માર્ગો થકી સામાજિક, આર્થિક અને રાજકીય પરિવર્તનની દિશામાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવશે. સાંસ્કૃતિક મંત્રાલયે આ અંગે જણાવ્યું કે પીએમ મોદીએ કહ્યું કે ગીતા પ્રેસને તેની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવા પર ગાંધી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવવી એ સંસ્થા તરફથી થયેલાં સામુદાયિક સેવા કાર્યોની ઓળખ છે. 

  એક તરફ જ્યાં વડાપ્રધાને ગીતા પ્રેસને પુરસ્કાર મળવા પર શુભકામનાઓ પાઠવી ત્યાં કોંગ્રેસ નેતા જયરામ રમેશે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે તેને એક ઉપહાસ ગણાવતાં કહ્યું કે, ગીતા પ્રેસને પુરસ્કાર આપવો એ સાવરકર અને ગોડસેને એવોર્ડ આપવા બરાબર છે. 

  - Advertisement -

  જયરામ રમેશે ટ્વિટમાં કહ્યું, ‘સ્થાપનાનાં 100 વર્ષ ઉજવી રહેલ ગીતા પ્રેસ ગોરખપુરને 2021નો ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે. 2015માં અક્ષય મુકુલે આ સંસ્થાનની બાયોગ્રાફી લખી હતી. જેમાં તેમણે સંસ્થાનના મહાત્મા સાથેના ઉતાર-ચડાવભર્યા સબંધો અને રાજનીતિક, ધાર્મિક અને સામાજિક એજન્ડા પર તેમની સાથે ચાલેલા સંઘર્ષનો ખુલાસો કર્યો હતો. આ નિર્ણય વાસ્તવમાં એક ઉપાસ છે અને સાવરકર કે ગોડસેને પુરસ્કાર આપવા જેવું છે.’ 

  કઈ રીતે થઇ હતી ગીતા પ્રેસની શરૂઆત

  ગીતા પ્રેસની વાત કરવામાં આવે તો તે સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ, 1860 અંતર્ગત સ્થાપિત ગોબિંદ ભવન કાર્યાલયની એક શાખા છે, જે હાલ પશ્ચિમ બંગાળ સોસાયટી એક્ટ, 1960 હેઠળ સંચાલિત કરવામાં આવે છે. ગીતા પ્રેસની સ્થાપના શ્રી જયદયાળજી ગોયન્દકાએ વર્ષ 1923માં કરી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સસ્તાં સાહિત્યના માધ્યમથી ધર્મનો પ્રચાર કરવાનો છે. ગીતા પ્રેસ અનુસાર, તેમનાં પુસ્તકોની કિંમત ઘણીવાર ખર્ચ કરતાં પણ ઓછી રાખવામાં આવે છે પણ તેમ છતાં ક્યારેય પ્રેસ પર આર્થિક સંકટ આવ્યું નથી. 

  ગીતા પ્રેસની વેબસાઇટમાં આપેલી માહિતી મુજબ માર્ચ 2019 સુધીમાં પ્રેસ દ્વારા લગભગ 68 કરોડ 28 લાખ પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યાં હતાં. તેમાંથી શ્રીમદ્ ભગવદ ગીતાના 14 કરોડથી વધુ પુસ્તકો અને શ્રી રામચરિતમાનસના 10 કરોડથી વધુ પુસ્તકો પ્રકાશિત થયાં હતાં. પુસ્તક પ્રકાશન ઉપરાંત, આ સંસ્થા અનેક આશ્રમો, સેવા સંસ્થાઓ, આયુર્વેદ હોસ્પિટલો અને વ્યાખ્યાન સ્થળો પણ ચલાવે છે. અહીં લોકોની માનસિક શાંતિ માટે પણ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. પીઆઈબીના રિપોર્ટ મુજબ ગીતા પ્રેસ દ્વારા 14 ભાષાઓમાં 41 કરોડ પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા છે. જેમાં ભગવદ્ ગીતાની 16.21 કરોડ નકલોનો સમાવેશ થાય છે. 

  ઘરે-ઘરે ધર્મને લગતું સાહિત્ય પહોંચાડવામાં ગીતા પ્રેસનું અનન્ય યોગદાન

  આજે સનાતનના વેદો, પુરાણો અને ગ્રંથોનું જ્ઞાન સમગ્ર ભારતમાં દરેક વ્યક્તિ સુધી સરળતાથી પહોંચી શક્યું છે તો તેમાં ગીતા પ્રેસનું યોગદાન અભૂતપૂર્વ છે. સ્ટેશન સ્ટોલ્સ, પુસ્તકોની દુકાનો અને અધિકારીક જથ્થાબંધ વેપારીઓ અને ગીતા પ્રેસના રિટેલરોના માધ્યમથી આજે ભારતમાં ઘણા ધાર્મિક પુસ્તકો લોકપ્રિય છે. હવે આ પુસ્તકો ગીતા પ્રેસના ઓનલાઇન સ્ટોર પરથી પણ ખરીદી શકાશે. જ્યારે પણ પૌરાણિક સત્ય અને પ્રામાણિકતાની વાત આવે છે, ત્યારે ગીતા પ્રેસનું નામ મોખરે આવે છે. 

  થોડા દિવસ પહેલાં ગીતા પ્રેસ બંધ થવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જોકે, દર વખતે ગીતા પ્રેસે આ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે અને કહ્યું હતું કે ગીતા પ્રેસ પર કોઈ સંકટ નથી. પ્રેસે ઘણી વખત સ્પષ્ટતા કરી છે કે ધાર્મિક પુસ્તકોને પ્રકાશિત કરવાનું કામ પૂરી શક્તિથી ચાલી રહ્યું છે. ગીતા પ્રેસે એમ પણ ધ્યાન દોર્યું હતું કે પ્રેસ ન તો સરકારી કે ન તો બિન-સરકારી સહાય સ્વીકારે છે.

  હવે જર્મની, જાપાન અને ઇટાલીના મશીનો મંગાવવામાં આવ્યાં છે, જેની કિંમત 5થી 15 કરોડ સુધીની છે. આ પ્રેસમાં દરરોજ 1800 જેટલાં પુસ્તકોની લગભગ 50,000 નકલો પ્રકાશિત થાય છે. ગયા વર્ષે ગીતા પ્રેસ ટ્રસ્ટના ટ્રસ્ટી દેવી દયાળ અગ્રવાલે આ અંગે કહ્યું હતું કે, “આજે ગીતા પ્રેસની પહોંચ દરેક ઘર સુધી છે. અમે 71.77 કરોડ નકલો વેચી ચૂક્યા છીએ. જેમાં 1 લાખ શ્રીમદ્ ભગવદ ગીતા, 11.39 લાખ રામચરિતમાનસ, 2.61 લાખ પુરાણ ઉપનિષદ, મહિલાઓ અને બાળકો માટે ઉપયોગી 2.61 લાખ પુસ્તકો, 17.40 ભક્તિ ચૈત્ર અને ભજન માલા અને 13.73 લાખ અન્ય પુસ્તકોનો સમાવેશ થાય છે. “

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં