Friday, November 22, 2024
More
    હોમપેજદેશસ્વતંત્રતા દિવસ 2023: લાલ કિલ્લાની પ્રાચીર પરથી મણિપુર પર બોલ્યા PM, કહ્યું-...

    સ્વતંત્રતા દિવસ 2023: લાલ કિલ્લાની પ્રાચીર પરથી મણિપુર પર બોલ્યા PM, કહ્યું- ‘ દેશ મણિપુરના લોકો સાથે છે, કેન્દ્ર અને રાજ્ય મળીને સમસ્યાઓના સમાધાન માટે કરી રહ્યા છે પ્રયાસ’

    પરંપરાગત રીતે દિલ્હી સ્થિત લાલ કિલ્લા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ત્યાર બાદ વડાપ્રધાને દેશને સંબોધિત કર્યો . પોતાના વક્તવ્યમાં વડાપ્રધાને તાજેતરમાં ઘટેલી કુદરતી અપદાઓ સાથે મણીપુર હિંસાનો પણ ઉલ્લેખ કર્યો.

    - Advertisement -

    આજે દેશ 77મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી રહ્યો છે. પરંપરાગત રીતે દિલ્હી સ્થિત લાલ કિલ્લા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ત્યાર બાદ વડાપ્રધાને દેશને સંબોધિત કર્યો . પોતાના વક્તવ્યમાં વડાપ્રધાને તાજેતરમાં ઘટેલી કુદરતી અપદાઓ સાથે મણીપુર હિંસાનો પણ ઉલ્લેખ કર્યો.

    વડાપ્રધાને આપદાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “મારા પ્રિય પરિવારજનો, આ વખતે પ્રાકૃતિક આપદાઓ દેશના અનેક ભાગોમાં અકલ્પનિય સંકટ પેદા કર્યો. જે પરિવારોએ આ સંકટમાં સહન કર્યું છે, હું એ તમામ પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય-કેન્દ્ર સરકાર મળીને એ તમામ સંકટોમાંથી મુક્ત થઈને તેજ ગતિએ આગળ વધીશું એ વિશ્વાસ અપાવું છું.”

    સાથે જ વડાપ્રધાને મણીપુર હિંસા પર દેશને સંબોધતા કહ્યું કે, “છેલ્લા કેટલાંક અઠવાડિયામાં ઉત્તર-પૂર્વ અને ખાસ કરીને મણિપુરમાં જો હિંસાનો દોર ચાલ્યો, અનેક લોકોએ જીવન ગુમાવવું પડ્યું, મા-દીકરીઓના સન્માન સાથે ખિલવાડ થઇ. પરંતુ થોડા દિવસોથી શાંતિના સમાચાર આવી રહ્યા છે. દેશ મણિપુરના લોકો સાથે છે, લોકોએ છેલ્લા થોડા દિવસોથી જે શાંતિ જાળવી રાખી છે તેને આગળ વધારે અને શાંતિથી જ સમાધાન નીકળશે. કેન્દ્ર અને રાજ્ય મળીને એ સમસ્યાઓના સમાધાન માટે સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છે.”

    - Advertisement -

    સવારે 7 વાગ્યે વડાપ્રધાન રાજઘાટ પહોંચ્યા હતા. અહીં તેમણે મોહનદાસ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જ્યાંથી તેઓ લાલ કિલ્લા ખાતે આવવા માટે રવાના થયા હતા. અહીં રક્ષામંત્રી રાજનાથસિંહે તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાનને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું હતું. જે બાદ તેમણે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં