Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહતાશ-નિરાશ કોંગ્રેસ પહોંચી 'કાળા જાદુ'ના આશરે : PM મોદીએ કહ્યું 5 ઓગસ્ટનું...

    હતાશ-નિરાશ કોંગ્રેસ પહોંચી ‘કાળા જાદુ’ના આશરે : PM મોદીએ કહ્યું 5 ઓગસ્ટનું વિરોધ પ્રદર્શન પણ તેનો જ એક ભાગ હતું

    5 ઓગષ્ટના રોજ વિરોધ પ્રદર્શન માટે કાળા કપડાં પહેરીને આવેલા કોંગ્રેસી નેતાઓ પર પ્રધાનમંત્રી મોદીએ ચાબખાં લીધાં.

    - Advertisement -

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (10 ઓગસ્ટ) બુધવારે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા, અને ભારપૂર્વક કહ્યું કે 5 ઓગસ્ટ 2022ના રોજ તેના નેતાઓએ કેન્દ્ર સામે વિરોધ કરવા માટે કાળા કપડા પહેર્યા પછી તે કાળા જાદુ અંતર્ગત જ હતું.

    “કેટલાક લોકો કાળા જાદુ નો આશરો લે છે કારણ કે તેઓ નિરાશા અને નકારાત્મકતામાં ડૂબી ગયા છે. અમે 5મી ઓગસ્ટે જોયું કે કાળા જાદુનો પ્રચાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ લોકો વિચારે છે કે કાળા કપડા પહેરવાથી તેમની નિરાશાનો સમયગાળો સમાપ્ત થઈ જશે,” પીએમ મોદીએ કહ્યું.

    તેમણે વધુમાં ઉમેર્યું, “પરંતુ, આ લોકોને ખબર નથી કે તેઓ ગમે તેટલો કાળા જાદુ કરે અને અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરે, લોકો તેમના પર ક્યારેય વિશ્વાસ કરશે નહીં.”

    - Advertisement -

    પીએમ મોદીની ટિપ્પણીઓ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના સાંસદો દ્વારા કરવામાં આવેલા પ્રદર્શનના જવાબમાં હતી, જેઓ 5 ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ ભવન તરફ વિરોધ કૂચ કરવા માટે કાળા કપડા પહેરીને આવ્યા હતા.

    આ મહિનાની શરૂઆતમાં, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ પાર્ટીએ તેના કહેવાતા રાષ્ટ્રવ્યાપી વિરોધ માટે 5 ઓગસ્ટની પસંદગી કરી કારણ કે તે આ દિવસ અને કપડાંની પસંદગી દ્વારા તેની તુષ્ટિકરણની રાજનીતિને પ્રોત્સાહન આપવા માંગતી હતી. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે વિરોધ માટે 5 ઓગસ્ટની પસંદગી કરવામાં આવી હતી કારણ કે શ્રી રામ જન્મભૂમિનો પાયો 2020 માં તે જ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાખ્યો હતો.

    અમિત શાહે કહ્યું, “કોંગ્રેસે વિરોધ માટે આ દિવસ પસંદ કર્યો અને કાળા કપડાં પહેર્યા કારણ કે તેઓ તેમની તુષ્ટિકરણની રાજનીતિને આગળ વધારવા માટે છૂપો સંદેશ આપવા માંગે છે કારણ કે આ દિવસે જ પીએમ મોદીએ રામ જન્મભૂમિનો પાયો નાખ્યો હતો.” કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એ પણ ઉલ્લેખ કર્યો કે કોંગ્રેસે વિરોધ માટે 5 ઓગસ્ટની પસંદગી કરી કારણ કે, આ દિવસે પીએમ મોદીએ 2020માં શ્રી રામ જન્મભૂમિનો પાયો નાખ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં