Saturday, July 27, 2024
More
    હોમપેજદેશકન્યાકુમારીમાં PM મોદીની 45 કલાકની સાધના પૂર્ણ: સ્વામી વિવેકાનંદની પ્રતિમા સામે દિવસ-રાત...

    કન્યાકુમારીમાં PM મોદીની 45 કલાકની સાધના પૂર્ણ: સ્વામી વિવેકાનંદની પ્રતિમા સામે દિવસ-રાત ધર્યું ધ્યાન, સૂર્યને આપ્યું અર્ધ્ય, મંડપમની કરી પરિક્રમા

    સાધનાના અંતિમ દિવસે વડાપ્રધાન મોદીએ શીલાની પાસે સ્થિત તમિલ કવિ તિરુવલ્લુરની 133 ફૂટ ઊંચી પ્રતિમાના દર્શન કર્યા હતા. તેઓ તમિલ કવિને નમન કર્યા બાદ બપોરે 3 કલાકે વિવેકાનંદ રોક મેમોરિયલથી બહાર નીકળ્યા હતા.

    - Advertisement -

    PM નરેન્દ્ર મોદીની 45 દિવસની ધ્યાન સાધના પૂર્ણ થઈ ચૂકી છે. તેઓ 30 મેના રોજ દેશના સૌથી દક્ષિણ છેડે સ્થિત કન્યાકુમારીમાં પ્રખ્યાત વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે ધ્યાન સાધના માટે પહોંચ્યા હતા. તે સમયે તેમણે સૂર્યને અર્ધ્ય અર્પણ કર્યું હતું અને સ્વામી વિવેકાનંદની પ્રતિમા પર પુષ્પ અર્પણ કર્યા હતા. ત્યારબાદ તેઓ ભગવા વસ્ત્રોમાં ધ્યાનમાં લીન થયા હતા. ૐકાર ધ્વનિની સાથે તેમણે 45 કલાક સુધી ‘વિકસિત ભારત’ના હેતુથી ધ્યાન ધર્યું હતું.

    સાધનાના અંતિમ દિવસે તેમણે શીલાની પાસે સ્થિત તમિલ કવિ તિરુવલ્લુરની 133 ફૂટ ઊંચી પ્રતિમાના દર્શન કર્યા હતા. તેઓ તમિલ કવિને નમન કર્યા બાદ બપોરે 3 કલાકે વિવેકાનંદ રોક મેમોરિયલથી બહાર નીકળ્યા હતા. શનિવાર (1 જૂન) PM મોદીની ધ્યાન સાધના માટેનો અંતિમ દિવસ હતો. વહેલી સવારે તેમણે સમુદ્રમાં સૂર્યને અર્ધ્ય અર્પણ કર્યું હતું. ધ્યાન મંડપમની પરિક્રમા પણ કરી હતી. તાજેતરની તસવીરોમાં તેઓ રુદ્રાક્ષની માળાનો જાપ કરતાં, ધ્યાન મંડપમ કોરિડોરમાં બેસીને સ્વામી વિવેકાનંદને નમન કરતાં જોવા મળ્યા હતા.

    સ્વામી વિવેકાનંદે તે જ સ્થળ પર ધર્યું હતું ધ્યાન

    કન્યાકુમારીનું વિવેકાનંદ રોક મેમોરિયલ ભારતના ઇતિહાસમાં ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આખા દેશનું ભ્રમણ કર્યા બાદ સ્વામી વિવેકાનંદ કન્યાકુમારી પહોંચ્યા હતા. પોતાના ભારત દર્શનમાં તેમણે લોકોની મુશ્કેલીઓ, દર્દ, ગરીબી, આત્મસન્માન અને શિક્ષણના અભાવને ખૂબ નજીકથી જોયો હતો. તેઓ 24 ડિસેમ્બર 1892ના રોજ કન્યાકુમારી પહોંચ્યા હતા અને સમુદ્ર કિનારાથી લગભગ 500 મીટર દૂર એક ખડક સુધી તરતા પહોંચ્યા હતા. 25થી 27 ડિસેમ્બર સુધી એટલે કે, ત્રણ દિવસ સુધી તેઓ આ ખડક પર ધ્યાન કરતાં રહ્યા હતા. તેમના ધ્યાનનું કેન્દ્રબિંદુ ભારતનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય હતો. અહીં જ તેમણે ‘એક ભારત અને વિકસિત ભારત’નું સ્વપ્ન જોયું હતું.

    - Advertisement -

    એવું કહેવાય છે કે, જેમ ભગવાન ગૌતમ બુદ્ધના જીવનમાં સારનાથનું વિશેષ મહત્વ છે, કારણ કે, તેમને ત્યાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું, તેવી જ રીતે આ શીલા સ્વામી વિવેકાનંદ માટે પણ ખૂબ જ વિશેષ છે. કારણ કે, અહીં જ તેમણે ભારતના ગૌરવશાળી અતીતનું સ્મરણ કરતાં-કરતાં ‘એક ભારત અને વિકસિત ભારત’નું સ્વપ્ન જોયું હતું. અહીં જ તેમને ભારત માતાના દર્શન થયા હતા. અહીં જ તેમણે બાકીનું જીવન ભારતના ગરીબો માટે સમર્પિત કરવાનો નિર્ણય લીધો હતો. તે જ સ્થળે ધ્યાન કરવું સ્વામીજીના વિકસિત ભારતના દ્રષ્ટિકોણને જીવનમાં લાવવો અને તેના માધ્યમથી દેશવાસીઓના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહેવાની વડાપ્રધાન મોદીની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં