Sunday, October 6, 2024
More
    હોમપેજદુનિયામોદીમય થઇ અમેરિકાની સંસદ: 79 વાર તાળીઓ, 15 વાર સ્ટેન્ડિંગ ઓવેશન, સેલ્ફી-ઓટોગ્રાફ...

    મોદીમય થઇ અમેરિકાની સંસદ: 79 વાર તાળીઓ, 15 વાર સ્ટેન્ડિંગ ઓવેશન, સેલ્ફી-ઓટોગ્રાફ માટે લાઇન; ભારત માતાના જયકાર લાગ્યા

    ગુરુવારે રાત્રે PM મોદીનું સંબોધન વૈશ્વિક મંચો પર ભારતના વધતા કદ અને પીએમ મોદીની લોકપ્રિયતાનું પ્રતીક બની ગયું. અમેરિકી સંસદમાં 'ભારત માતા કી જય'ના નારા લાગ્યા. 'વંદે માતરમ' અને 'મોદી-મોદી'ના પડઘા સંભળાયા.

    - Advertisement -

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમય અનુસાર ગુરુવારે (22 જૂન 2023) રાત્રે યુએસ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું. અમેરિકી સંસદને બે વખત સંબોધિત કરનાર તેઓ એકમાત્ર ભારતીય નેતા છે. ગુરુવારે રાત્રે તેમનું સંબોધન વૈશ્વિક મંચો પર ભારતના વધતા કદ અને પીએમ મોદીની લોકપ્રિયતાનું પ્રતીક બની ગયું. અમેરિકી સંસદમાં ‘ભારત માતા કી જય’ના નારા લાગ્યા. ‘વંદે માતરમ’ અને ‘મોદી-મોદી’ના પડઘા સંભળાયા.

    વડા પ્રધાનના સંબોધન દરમિયાન, આવા 79 જેટલા પ્રસંગો આવ્યા જ્યારે તાળીઓનો ગડગડાટ થયો. આ દરમિયાન અમેરિકન સાંસદોએ ઉભા થઈને તેમને 15 વખત અભિનંદન પાઠવ્યા હતા. અમેરિકી સાંસદો પીએમ મોદીને મળવા, તેમની સાથે સેલ્ફી લેવા અને તેમનો ઓટોગ્રાફ લેવા માટે વલખા મારતા જોવા મળ્યા હતા. પીએમ મોદીએ પણ તેમને નિરાશ કર્યા નથી.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની સરકારી મુલાકાતે છે. આ મુલાકાતને લઈને વિદેશી ભારતીયો સહિત અમેરિકન નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમેરિકી સંસદમાં પહોંચ્યા ત્યારે સાંસદોએ ‘મોદી-મોદી’ના નારા લગાવીને તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીના સંબોધન પહેલા અમેરિકી સંસદમાં લગભગ દોઢ મિનિટ સુધી ‘મોદી – મોદી’ના નારા અને તાળીઓના ગડગડાટ ગૂંજી રહ્યા હતા.

    - Advertisement -

    વડાપ્રધાને લગભગ એક કલાક સુધી સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું. તેમણે કહ્યું કે અમેરિકાની લોકશાહી સૌથી જૂની છે અને ભારત સૌથી મોટી લોકશાહી છે. તેથી બંને દેશોની ભાગીદારી લોકશાહીના ભવિષ્ય માટે સારી છે. તે સારી દુનિયા અને તેના સારા ભવિષ્ય માટે સારું છે. આ દરમિયાન પીએમએ AIની નવી વ્યાખ્યા પણ કરી. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ છે. તે જ સમયે અન્ય એઆઈ (ભારત+યુએસ) ના સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.

    વડાપ્રધાનના સમગ્ર સંબોધનમાં તાળીઓનો ગડગડાટ થયો હતો. ભારત માતાનો જયઘોષ સંભળાતો રહ્યો. અભિનંદનમાં 15 વખત ઊભા રહેવું કે 79 વખત તાળીઓ વગાડવી એ ભલે રેકોર્ડ ન હોય પરંતુ તે દર્શાવે છે કે પીએમ મોદી દુનિયાભરમાં લોકપ્રિય છે. લોકો તેમને સાંભળવા માંગે છે. તેમને મળવા માંગે છો. આ જ કારણ છે કે સેલ્ફી અને ઓટોગ્રાફ લેવા માટે પણ અમેરિકન સાંસદોમાં સ્પર્ધા જોવા મળી હતી.

    નોંધપાત્ર વાત એ છે કે મે 2023માં જાપાનમાં આયોજિત ક્વોડ કન્ટ્રીઝની બેઠક દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને વડાપ્રધાન મોદીને કહ્યું હતું કે તેઓ અમેરિકામાં પણ ખૂબ જ લોકપ્રિય છે. આ સાથે બિડેને પીએમ મોદી પાસે ઓટોગ્રાફની પણ માંગણી કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં