Monday, September 9, 2024
More
    હોમપેજદેશજેટલું ભવ્ય મંદિર, એટલું જ દિવ્ય ગર્ભગૃહ: અયોધ્યાના રામમંદિરમાં જ્યાં બિરાજમાન થશે...

    જેટલું ભવ્ય મંદિર, એટલું જ દિવ્ય ગર્ભગૃહ: અયોધ્યાના રામમંદિરમાં જ્યાં બિરાજમાન થશે રામલલ્લા, તે જગ્યાના ફોટા સામે આવ્યા

    ચંપત રાય દ્વારા અયોધ્યાના રામમંદિરના ગર્ભગૃહના જે ફોટા શેર કરવામાં આવ્યા છે તેમાં તેની વિશાળતા અને સુંદરતા ઉડીને આંખે વળગે તેવી છે. કોતરણી કરેલા ભવ્ય ગુંબજ, સ્થંભ તેમજ દીવાલો અદ્ભુત લાગી રહી છે. દીવાલોમાં કરવામાં આવેલી કોતરણીમાં કળશ જેવી આકૃતિઓ પણ નજરે પડી રહી છે.

    - Advertisement -

    આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, જેને લઈને યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. તેવામાં અયોધ્યાના રામમંદિરના ભવ્ય ગર્ભગૃહના ફોટા સામે આવ્યા છે. આ ફોટા વિહિપના ઉપાધ્યક્ષ અને શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહા સચિવ ચંપત રાયે જાહેર કર્યા છે. આ ફોટામાં જોઈ શકાય છે કે રામમંદિરનું ગર્ભગૃહનું કાર્ય હવે પૂર્ણ થવાના આરે છે.

    શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહા સચિવ ચંપત રાયે આ ફોટા X પર મૂક્યા હતા. જેમાં તેમણે લખ્યું હતું કે, “પ્રભુ શ્રી રામલલ્લાનું ગર્ભગૃહ સ્થાન લગભગ તૈયાર છે. થોડા સમય પહેલાં જ લાઈટ-ફિટિંગનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આપની સામે કેટલાક છબીચિત્રો મૂકી રહ્યો છું.”

    ચંપત રાય દ્વારા અયોધ્યાના રામમંદિરના ગર્ભગૃહના જે ફોટા શેર કરવામાં આવ્યા છે તેમાં તેની વિશાળતા અને સુંદરતા ઉડીને આંખે વળગે તેવી છે. કોતરણી કરેલા ભવ્ય ગુંબજ, સ્થંભ તેમજ દીવાલો અદ્ભુત લાગી રહી છે. દીવાલોમાં કરવામાં આવેલી કોતરણીમાં કળશ જેવી આકૃતિઓ પણ નજરે પડી રહી છે.

    - Advertisement -

    નોંધનીય છે કે ચંપત રાય અવારનવાર ભગવાન રામના ભક્તો માટે નિર્માણધીન મંદિરના ફોટા મૂકતા રહેતા હોય છે. આ પહેલા પણ અનેક વાર તેમણે સોશિયલ મીડિયા પર આ પ્રકારની પોસ્ટ દ્વારા મંદિરના નિર્માણ કાર્યની માહિતી આપી છે.

    22 જાન્યુઆરીના રોજ PM મોદી કરશે રામમંદિરનું ઉદ્દઘાટન

    5 ઓગસ્ટ, 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂમિપૂજન કરી રામ મંદિરના નિર્માણનો પાયો નાખ્યો હતો. ભૂમિપૂજનને ત્રણ વર્ષ વીતી ગયાં છે, મંદિરના નિર્માણની સાથે અયોધ્યાનો પણ કાયાકલ્પ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ઉદ્ઘાટન માટેની તારીખ 22 જાન્યુઆરી, 2024 નક્કી કરવામાં આવી છે જેને હવે જૂજ દિવસો બાકી છે. મંદિરનું મોટાભાગનું કાર્ય પણ પૂર્ણ થઇ ગયું છે.

    22 જાન્યુઆરીનો દિવસ એક ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ રામ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. મંદિરના ઉદ્ઘાટન માટેની પૂર્વ તૈયારીઓ પણ ચાલુ થઈ ગઈ છે. 7 દિવસ લાંબા યોજાનારા કાર્યક્રમમાં રામલલ્લાના અભિષેક સહિત અનેક ધાર્મિક વિધિઓ યોજાવાની છે. પ્રાણપ્રતિષ્ઠાના દિવસે લગભગ 6 હજાર જેટલા મહેમાનો હાજર રહેવાના છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં