Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકાનપુર રમખાણોમાં PFIનો હાથ: CAA વિરોધી હિંસામાં પકડાયેલા આરોપીઓની ફરી ધરપકડ, SPમાં...

    કાનપુર રમખાણોમાં PFIનો હાથ: CAA વિરોધી હિંસામાં પકડાયેલા આરોપીઓની ફરી ધરપકડ, SPમાં રહેલા નિઝામ કુરેશીની હિન્દુફોબિક ચેટ પણ સામે આવી

    કાનપુર હિંસામાં નિઝામ કુરેશીનું નામ પણ સામે આવ્યું છે, ભૂતકાળમાં તેની લીંક સમાજવાદી પાર્ટી સાથે હોવાનું જાણવા મળ્યું છે. અને તેના નામે ચાલતા વોટ્સએપ ગ્રુપમાં હિંદુઓ પ્રત્યે નફરત જોવા મળી રહી છે.

    - Advertisement -

    કાનપુર રમખાણોમાં PFIનો હાથ, જી હા કાનપુર હિંસા કેસના તાર હવે કટ્ટરપંથી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, હિંસાના આરોપીઓ પર તાજેતરની કાર્યવાહીમાં પોલીસે આ સંગઠનના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે, જેમની ઓળખ સૈફુલ્લાહ, નસીમ અને ઉમર તરીકે થઈ છે. કથિત રીતે આ ત્રણેય CAA હિંસા દરમિયાન પણ પકડાયા હતા. તો હવે કાનપુર રમખાણોમાં PFIનો હાથ હોવાનો ખુલાસો થયો છે.

    PFI સભ્યો સહિત 54ની ધરપકડ

    પોલીસ કમિશનર વિજય સિંહ મીણાએ ધરપકડ પર જણાવ્યું કે હતું કે, કાનપુર હિંસા કેસમાં પોલીસે PFIના 5 સભ્યોની ઓળખ કરી લીધી છે. જેમાંથી 3 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. એક ફરાર છે અને એક ચાલી શકે તેવી સ્થિતિમાં નથી. પોલીસને શંકા છે કે PFIના અન્ય સભ્યો પણ શહેરમાં હાજર હોઈ શકે છે, જેને ધ્યાનમાં રાખીને તપાસ ચાલી રહી છે. હિંસા કેસમાં અત્યાર સુધીમાં 54 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ભાજપ યુવા પાંખના નેતા હર્ષિત શ્રીવાસ્તવ પણ ભડકાઉ સામગ્રી પોસ્ટ કરવા બદલ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે.

    - Advertisement -

    પોલીસે પુરાવા એકઠા કર્યા

    મળતી માહિતી મુજબ તપાસ ટીમો સતત સ્થળની મુલાકાત લઈ રહી છે અને પુરાવા એકત્રિત કરી રહી છે. આજે પણ પોલીસ SIT સભ્યો અને કાનપુર ACP ત્રિપુરારી પાંડેએ હિંસા સ્થળ પર જઈને સફાઈ કામદારો સાથે વાત કરી હતી. ઘટના સાથે જોડાયેલા તમામ પુરાવા એકત્ર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંગળવારે સવારે ઝડપી દરોડો પાડવામાં આવ્યો હતો. આ ઓપરેશનમાં કુલ 11 આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા હતા. બુધવારે એસીપી પાંડેએ જણાવ્યું કે તેમને પુરાવામાં પથ્થરની ઈંટ મળી છે. વિસ્તારમાં ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરીને લોકો પાસેથી તેમના અભિપ્રાય લેવામાં આવ્યા છે.

    હિંસામાં પૂર્વ સપા નેતાનું નામ

    ટાઈમ્સ નાઉના અહેવાલ મુજબ કાનપુર હિંસામાં નિઝામ કુરેશીનું નામ પણ સામે આવ્યું છે, ભૂતકાળમાં તેની લીંક સમાજવાદી પાર્ટી સાથે હોવાનું જાણવા મળ્યું છે. અને તેના નામે ચાલતા વોટ્સએપ ગ્રુપમાં હિંદુઓ પ્રત્યે નફરત જોવા મળી રહી છે. શેર કરેલા સ્ક્રીનશોટમાં મુસ્લિમોને હિંદુ દુકાનદારો પાસેથી સામાન લેવાની મનાઈ કરવામાં આવી રહી છે. મેસેજમાં દુકાનોના નામ અલગથી લખવામાં આવ્યા છે, જ્યાંથી કોઈપણ સામાન ખરીદવાની મનાઈ છે. મેસેજની ઉપર ‘Message to Muslim’ સ્પષ્ટ લખેલું છે. હિંદુ દુકાનદારોના નામ સાથે કહેવામાં આવ્યું છે – “જેમ તેઓને માથે ચડાવવામાં આવ્યા છે તેમજ એકજુથ થઈને તેમને માથા પરથી નીચે ઉતારી શકાય છે.” જે ગ્રુપમાં આ બધું થયું તેનું નામ ‘ટીમ નિઝામ કુરેશી’ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં