Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ભાગી જાઓ નહીં તો મારી નાખીશું': આસામના ગામમાં એકમાત્ર હિન્દુ પરિવારને ધમકી,...

    ‘ભાગી જાઓ નહીં તો મારી નાખીશું’: આસામના ગામમાં એકમાત્ર હિન્દુ પરિવારને ધમકી, જમીન પચાવી પાડવા ઘર સળગાવી દેવાયું, સીએમએ નોંધ લીધી

    એક સમયે આ વિસ્તારમાં સેંકડો હિંદુ પરિવારો રહેતા હતા, પરંતુ કટ્ટરપંથી મુસ્લિમોના આતંકથી ત્રાસીને તે તમામને ત્યાંથી ભાગી જવાની ફરજ પડી હતી.

    - Advertisement -

    આસામના મોરીગાંવ જિલ્લામાં મુસ્લિમ બહુમતી ધરાવતા ગામમાં એક હિંદુ પરિવારને ભગાડી દેવા અને તેમની સંપત્તિ હડપ કરવા માટે સતત ત્રાસ આપવામાં આવી રહ્યો છે. કટ્ટરપંથીઓએ હિંદુ પરિવારના ઘરને આગ લગાડી દીધી અને તેને તાત્કાલિક ત્યાંથી પલાયન કરવા કહ્યું અને તેમ ન કરવા પર હત્યા કરવાની પણ ધમકીઓ આપવામાં આવી હતી.

    આસામના મુસ્લિમ બહુમતી ધરાવતા ગામમાં રાજુ રવિદાસનો પરિવાર લહેરીઘાટ ખાતે રહે છે. આ ગામમાં મુસ્લિમોનું પ્રભુત્વ છે અને રાજુનો પરિવાર ગામમાં એકમાત્ર હિંદુ પરિવાર છે. રાજુના પૂર્વજો આ ગામમાં 100 વર્ષથી વધુ સમયથી રહે છે. તેમનો પરિવાર બ્રિટિશ શાસન દરમિયાન બિહારથી અહીં સ્થાયી થયો હતો. હવે તેને અને તેના પરિવારને તેમની મિલકત છોડીને ભાગી જવાની ફરજ પાડવામાં આવી રહી છે.

    રાજુ રવિદાસનો પરિવાર જે ગામમાં રહે છે તે આખું ગામ મુસ્લિમોનું છે અને તે તમામ લોકો પણ અન્ય જગ્યાએથી અહીં સ્થાયી થયા છે. એક સમયે આ વિસ્તારમાં સેંકડો હિંદુ પરિવારો રહેતા હતા, પરંતુ કટ્ટરપંથી મુસ્લિમોના આતંકથી ત્રાસીને તે તમામને ત્યાંથી ભાગી જવાની ફરજ પડી હતી. આજે સમગ્ર વિસ્તારમાં માત્ર 16 પરિવારો જ બચ્યા છે, જેઓ એકલતામાં રહેવા મજબૂર છે.

    - Advertisement -

    રાજુ રવિદાસ પાસે વડીલોપાર્જિત એક એકરથી વધુ જમીન છે. તેનો પાડોશી અબ્દુલ જલીલ લાંબા સમયથી તે જમીન પર નજર રાખીને બેઠો છે. અબ્દુલના પરિવારમાં 25 લોકો છે અને તે બધા રાજુના પરિવારને અવારનવાર ધમકીઓ આપતા રહે છે. રાજુના પરિવારજનોનું કહેવું છે કે અબ્દુલના પરિવારના સભ્યો વારંવાર તેમના પરિવાર પર હુમલો કરે છે અને મારામારી કરતા રહે છે.

    તાજેતરમાં રાજુને ફરી એકવાર ધમકી આપીને ગામ છોડવા માટે કહેવામાં આવ્યું હતું. થોડા વર્ષો પહેલા જ્યારે તેઓ તેમના પરિવાર સાથે લગ્નમાં હાજરી આપવા ગયા હતા, ત્યારે તેમના ઘરને કટ્ટરપંથીઓએ સળગાવી દીધું હતું. આ ઘટનામાં તેમનો તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો.

    જ્યારે એક સ્થાનિક અખબારમાં આ પરિવારની પીડા પ્રકાશિત થઈ, ત્યારે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પરિવાર માટે સુરક્ષા આપવાનો આદેશ આપ્યો હતો. આ પછી, સોમવારે (12 ડિસેમ્બર 2022), જિલ્લાના એસપી પોલીસ દળ સાથે ગામમાં પહોંચ્યા અને હિન્દુ પરિવારને મળ્યા હતા. અજુ-બાજુના વિસ્તારના લોકોનું કહેવું છે કે મુસ્લિમોની મોટા પાયે ઘૂસણખોરીને કારણે તેઓ અલ્પસંખ્યક થઈ ગયા છે અને વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં