Sunday, September 15, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનવા 'અવૈજ્ઞાનિક' પ્રયોગનો વિડીયો: કરાચીના સુપર માર્કેટમાં આગ લાગતાં ઇસ્લામીઓએ સામૂહિક અઝાન...

    નવા ‘અવૈજ્ઞાનિક’ પ્રયોગનો વિડીયો: કરાચીના સુપર માર્કેટમાં આગ લાગતાં ઇસ્લામીઓએ સામૂહિક અઝાન દ્વારા એને ઠારવાનો પ્રયત્ન કર્યો, થયા અસફળ

    ટ્વિટર પર લોકોએ આ ફાયર ફાઇટરની આ હરકતની મજાક બનાવી.

    - Advertisement -

    પાકિસ્તાનનાં કરાચી શહેરના જેલ ચૌરંગી ખાતેના એક સુપર માર્કેટમાં ભીષણ આગ લાગી હતી, પરંતુ ફાયર ડિપાર્ટમેંટ દ્વારા એને ઓલવવાની જગ્યાએ એક ધાર્મિક પ્રયોગ કરવામાં આવ્યો હતો. ઇસ્લામીઓએ ઘટના સ્થળે સામૂહિક અઝાન કરીને આગ ઠારવાનો પ્રયત્ન કર્યો પરંતુ અંતે રહ્યા નિષ્ફળ.

    વાઇરલ થયેલ એક વિડીયોમાં જોઈ શકાય છે કે એક સ્થાન પર એક બિલ્ડિંગમાં આગ લાગેલી છે જ્યાં ઇસ્લામીઓનો એક સમૂહ, જે તેમના પહેરવેશ પરથી ફાયર વિભાગના કર્મચારી લાગી રહ્યા છે, ઘટના સ્થળ પર જ સામૂહિક અઝાન કરતાં નજરે પડે છે. એમનું કહેવું હતું કે તેઓ આ સામૂહિક અઝાન એ આગને શાંત કરવા માટે પઢી રહ્યા હતા.

    એક ટ્વિટર યુઝર @ImtiazMadmood એક વિડીયો શેર કરીને લખે છે, “કરાચીમાં ગઈકાલે જેલ ચોરંગી પાસેના એક સુપરમાર્કેટમાં આગ લાગી હતી. સમૂહ અઝાન દ્વારા આગ બુઝાવવા માટે એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. તે કામ ન આવ્યું.”

    - Advertisement -

    સ્થાનિક ઇસ્લામીઓ દ્વારા સામૂહિક અઝાન દ્વારા આગ ઓલવવાનો આ પ્રયોગ સદંતર નિષ્ફળ રહ્યો હતો અને અંતે ફાયર વિભાગના સાધનો દ્વારા જ આગને કાબુમાં લેવામાં આવી હતી.

    આ સમગ્ર ઘટનાક્રમ પર નેટિઝન્સે પોતાના પ્રતિભાવો પણ આપ્યા હતા. ટ્વિટર પર એક યુઝર @hassanparvez101 એ આ ઘટના પર પોતાનો પ્રતીભાવ આપતા લખ્યું હતું કે, “કરાચી ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં આગ બુઝાવવા માટે લોકો અઝાનનો પાઠ કરી રહ્યા છે. આદરપૂર્વક અઝાનથી આગ ઓછી નહીં થાય ભલે આખો પાકિસ્તાની રાષ્ટ્ર મૂર્ખ લોકોના આ જૂથમાં જોડાય, તેથી જ વિજ્ઞાન શીખવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.”

    અન્ય એક ટ્વિટર યુઝર @kamalostrom એ આ વાઇરલ વિડિયોને ટાંકીને લખ્યું કે, “સમૂહ અઝાન કરવામાં કંઈક ભૂલ થઈ હશે. નહિંતર, સામાન્ય રીતે આગ આ રીતે જ ઓલવાઈ જાય છે.”

    ટ્વિટર યુઝર @BefittingFacts એ લખ્યું હતું કે, “જસ્ટિન બીબર અને શકીરા પણ અઝાન સાંભળીને બંધ થઈ જાય છે તો, આગની શું વિસાત!”. જેના પર પ્રતિક્રિયા આપતા અન્ય એક ટ્વિટર યુઝર @PsR_Kautilya એ લખ્યું હતું કે, “કઈ અઝાન! કંઈપણ !! તે લોકો માટે ઓલા ઉબર કહી રહ્યા હતા. કોઈ તેમને કહેવાનું ભૂલી ગયું છે કે તે વસ્તુઓ હવે એપ્સ દ્વારા થાય છે.”

    અન્ય એક યુઝર @Harish8888hr એ આ અઝાનની પદ્ધતિ પર જ પ્રશ્ન ઉઠાવતા લખ્યું હતું કે, “શું અઝાન ચંપલ અને ચપ્પલ પહેરીને પણ થાય છે?”

    આમ સોશિયલ મીડિયા પર લોકોએ આ ઘટના પર આગળ આવીને પોતાના પ્રતિભાવો આપ્યા હતા.

    અહિયાં એ નોંધનીય છે કે આ વિડીયો એવા સમયે વાઇરલ થયો છે જ્યારે ભારતમાં પણ અઝાનના વિષયમાં અનેક વિવાદો ચાલી રહ્યા છે. ભારતના ઇસ્લામીઓ પણ જાહેરમાં અઝાન કરવા માટેની માંગ કરતાં રહતા હોય છે અને ઘણી વાર જાહેર રસ્તાઓ રોકીને અઝાન કરતાં પણ જોવા મળતા હોય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં