Sunday, May 5, 2024
More
    હોમપેજદેશ1 માર્ચથી બેન્કિંગ અને વૉલેટ સર્વિસ નહીં આપી શકે પેટીએમ પેમેન્ટ્સ બેન્ક:...

    1 માર્ચથી બેન્કિંગ અને વૉલેટ સર્વિસ નહીં આપી શકે પેટીએમ પેમેન્ટ્સ બેન્ક: RBIએ નિયંત્રણો લાદ્યાં, નવા ગ્રાહકો જોડવા પર પણ રોક 

    RBIએ PPBLની તમામ સર્વિસ પર નવી ડિપોઝીટ સ્વીકારવા અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન પર રોક લગાવી દીધી છે. કેન્દ્રીય બેન્ક અનુસાર, 29 ફેબ્રુઆરી, 2024 બાદ પેટીએમ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડના કોઇ પણ કસ્ટમર અકાઉન્ટ, પ્રિપેડ ઇન્સ્ટ્રુમેન્ટ, વૉલેટ, ફાસ્ટેગ, NCMC કાર્ડ વગેરેમાં ડિપોઝીટ કે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કે ટોપ-અપને મંજૂરી મળશે નહીં.

    - Advertisement -

    પેટીએમ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડ વિરૂદ્ધ RBIએ (રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા) મોટી કાર્યવાહી કરતાં અનેક પ્રતિબંધો લાદી દીધા છે. આ બાબતની જાણકારી RBIએ એક અખબારી યાદી જાહેર કરીને આપી છે. 

    RBIની પ્રેસ રીલીઝમાં જણાવવામાં આવ્યું કે, માર્ચ, 2022માં RBIએ પેટીએમ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડને (PPBL) નવા ગ્રાહકો ન જોડવા માટે સૂચના આપી હતી. પરંતુ સિસ્ટમ ઓડિટ રિપોર્ટ અને ત્યારબાદના રિપોર્ટ તથા એક્સટર્નલ ઓડિટર્સના રિપોર્ટ પરથી નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવ્યું હતું અને અન્ય અમુક બાબતો સામે આવી, જેથી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ના ખંડ 35Aના અધિકારોનો ઉપયોગ કરીને RBI અમુક નિયંત્રણ લાદી રહી છે. 

    RBIએ PPBLની તમામ સર્વિસ પર નવી ડિપોઝીટ સ્વીકારવા અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન પર રોક લગાવી દીધી છે. કેન્દ્રીય બેન્ક અનુસાર, 29 ફેબ્રુઆરી, 2024 બાદ પેટીએમ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડના કોઇ પણ કસ્ટમર અકાઉન્ટ, પ્રિપેડ ઇન્સ્ટ્રુમેન્ટ, વૉલેટ, ફાસ્ટેગ, NCMC કાર્ડ વગેરેમાં ડિપોઝીટ કે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કે ટોપ-અપને મંજૂરી મળશે નહીં. જોકે, ગ્રાહકો તેમનાં સેવિંગ્સ-કરન્ટ અકાઉન્ટ્સ, પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ફાસ્ટેગ, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ વગેરેમાંથી રકમ ઉપાડી શકશે કે બેલેન્સનો ઉપયોગ કરી શકશે, તેની ઉપર કોઇ પણ પ્રકારના નિયંત્રણ વગર મંજૂરી આપવામાં આવશે.

    - Advertisement -

    આ સિવાય PPBL અન્ય કોઇ પણ બેન્કિંગ સેવાઓ, જેવી કે ફંડ ટ્રાન્સફર, BBPOU અને UPI સુવિધા 29 ફેબ્રુઆરી, 2024 બાદ પૂરી પાડી શકશે નહીં. આગળ જણાવવામાં આવ્યું કે, One97 કોમ્યુનિકેશન લિમિટેડ અને પેટીએમ પેમેન્ટ સર્વિસ લિમિટેડનાં નોડલ અકાઉન્ટ્સ વહેલામાં વહેલી તકે અથવા તો 29 ફેબ્રુઆરી, 2024 પહેલાં કોઇ પણ રીતે સમાપ્ત કરવામાં આવે. જ્યારે પાઇપલાઇન ટ્રાન્ઝેક્શન અને નોડલ અકાઉન્ટની (29 ફેબ્રુઆરી, 2024ના રોજ અથવા તે પહેલાં શરૂ થયેલ ટ્રાન્ઝેક્શનના સંદર્ભમાં) પતાવટ 15 માર્ચ, 2024 પહેલાં કરી દેવી પડશે અને ત્યારબાદ કોઇ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શનને પરવાનગી આપવામાં આવશે નહીં. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં