Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટખેરાને ખોટું લાગ્યું, નગમા પણ નારાજ : રાજ્યસભાની ટિકિટ ન મળતાં નિરાશા...

    ખેરાને ખોટું લાગ્યું, નગમા પણ નારાજ : રાજ્યસભાની ટિકિટ ન મળતાં નિરાશા વ્યક્ત કરી, કહ્યું- 18 વર્ષનાં તપમાં ખોટ રહી ગઈ

    રવિવારે કોંગ્રેસે અગામી રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, જે દરમિયાન ઘણાં વરિષ્ઠ અને દિગ્ગજ નેતાઓના નામ કોંગ્રેસ હાઈકમાન્ડે કાપ્યા હતા, પોતાનું નામ યાદીમાંથી કાપતા ખેરાને ખોટું લાગ્યું તો નગમા પણ નારાજ થઈ ગયા છે.

    - Advertisement -

    કોંગ્રેસના આ બે દિગ્ગજ નેતાઓને કોંગ્રેસથી માઠું લાગ્યું છે. પવન ખેરાને ખોટું લાગ્યું છે તો નગમા મોરારજી પણ નારાજ થયાં છે. રવિવારે કોંગ્રેસે અગામી રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, જે દરમિયાન ઘણાં વરિષ્ઠ અને દિગ્ગજ નેતાઓના નામ કોંગ્રેસ હાઈકમાન્ડે કાપ્યા હતા, પોતાનું નામ યાદીમાંથી કાપતા ખેરાને ખોટું લાગ્યું તો નગમા પણ નારાજ થઈ ગયા છે.

    કોંગ્રેસે રવિવારે (29 મે 2022) રાજ્યસભા માટે 10 ઉમેદવારોની યાદી જાહેર કર્યા પછી કોંગ્રેસના ઘણા નેતાઓ તેમની પાર્ટી હાઈકમાન્ડથી નારાજ છે. પાર્ટીના પ્રવક્તા પવન ખેરાએ રાત્રે 11 વાગ્યે ટ્વિટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. આ સાથે જ નગમાં મોરારજીએ પણ કહ્યું કે 18 વર્ષ થઈ ગયા છે, તેઓ રાજ્યસભાની ટિકિટ મળવાની આશામાં હતા, પરંતુ આજ સુધી તેમને ટિકિટ આપવામાં આવી નથી.

    કોંગ્રેસ નેતા પવન ખેરાએ પોતાના ટ્વીટમાં માત્ર આટલું જ લખ્યું છે, “કદાચ મારી તપસ્યામાં કંઈક ખૂટતું હતું.” આ ટ્વીટ જોઈને લોકો સમજી ગયા છે કે અહીં તપસ્યાનો અર્થ રાજ્યસભા સીટ માટે કરવામાં આવેલી મહેનત છે.

    - Advertisement -

    વામપંથી પત્રકાર અને પવન ખેરાને કોંગ્રેસના શ્રેષ્ઠ પ્રવક્તા માનનાર રોહિણી સિંહ પણ આ યાદી જોયા બાદ કોંગ્રેસથી નારાજ જણાયાં હતાં. યાદી શેર કરતાં તેમણે કહ્યું કે પવન ખેરા કરતાં પ્રમોદ તિવારીને પ્રાથમિકતા આપવામાં આવી. દેખાઈ આવે છે કે કોંગ્રેસ સાથે શું થઇ રહ્યું છે.

    બીજી તરફ, ભારતીય અભિનેત્રી અને કોંગ્રેસ પાર્ટીના મહિલા નેતા નગમા મોરારજીએ પણ પવન ખેરાના ટ્વિટનો જવાબ આપ્યો. પોતાના ટ્વીટમાં તેમણે લખ્યું, “કદાચ અમારી 18 વર્ષની તપસ્યા ઈમરાનભાઈ સામે ઓછી પડી.”

    આ પછી નગ્માએ આજે ​​સવારે ટ્વીટ કર્યું અને લખ્યું હતું કે, “અમારા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયાજીએ એપ્રિલ 2003માં મને રાજ્યસભામાં લેવાની વાત કરી હતી. તેમના કારણે હું કોંગ્રેસમાં જોડાઈ હતી, ત્યારે અમે સત્તામાં પણ નહોતા. પરંતુ તેના 18 વર્ષ પછી પણ આજ સુધી મને રાજ્યસભામાં જવાની તક મળી નથી. ઈમરાન પ્રતાપગઢીને રાજ્યસભાની બેઠક મળી છે. હું પૂછું છું કે શું મારી લાયકાત ઓછી હતી?.”

    ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા રવિવારે યાદી જાહેર કરીને રાજ્યસભા ઉમેદવાર તરીકે કુલ 10 નામો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં હરિયાણાના અજય માકન, કર્ણાટકના જયરામ રમેશ, મધ્ય પ્રદેશના વિવેક ટંખા, છત્તીસગઢના રાજીવ શુક્લા અને રંજીત રંજન, મહારાષ્ટ્ર, રાજસ્થાનના ઈમરાન પ્રતાપગઢીના નામ છે. સાથેજ તમિલનાડુના રણદીપ સુરજેવાલા, મુકુલ વાસનિક, પ્રમોદ તિવારી અને પી ચિદમ્બરમનો સમાવેશ થાય છે. આ યાદી જોયા બાદ અનેક કોંગ્રેસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. એવું માનવામાં આવે છે કે આમાંથી કેટલાક અન્ય નામોની અપેક્ષા રાખતા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં