Friday, March 29, 2024
More
    હોમપેજક્રાઈમપત્રા ચાલ જમીન કૌભાંડ કેસ: શિવસેનાના સાંસદ સંજય રાઉત ED સમક્ષ હાજર...

    પત્રા ચાલ જમીન કૌભાંડ કેસ: શિવસેનાના સાંસદ સંજય રાઉત ED સમક્ષ હાજર થયા, 10થી વધુ કલાક રહ્યા ED ઓફિસમાં

    ED દ્વારા મની લોન્ડરિંગ કેસ અંતરાગત ગઈ કાલે 10 કલાક પૂછપરછ થયા બાદ આજે સંજયા રાઉતે કાઢ્યો બળાપો, કહ્યું મને પીએન ગુવાહાટી આવવાનું આમંત્રણ મળ્યું હતું પરંતુ સાચો શિવસૈનિક હોવાના નાતે હું ત્યાં ના ગયો.

    - Advertisement -

    શિવસેનાના સાંસદ સંજય રાઉત શુક્રવારે (1 જુલાઇ) પત્રા ચાલ જમીન કૌભાંડ કેસ તથા મની લોન્ડરિંગ કેસમાં તેમનું નિવેદન નોંધવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા હતા અને દસ કલાકથી વધુ સમયની પૂછપરછ પછી ત્યાંથી ચાલ્યા ગયા હતા.

    તેમણે તમામ પ્રશ્નોના જવાબો આપ્યા, અને જો સમન્સ મોકલવામાં આવશે તો ફરીથી કેન્દ્રીય એજન્સી સમક્ષ હાજર થશે, એમ તેમણે પત્રકારોને જણાવ્યું હતું. રાઉત સવારે લગભગ 11.30 વાગ્યે દક્ષિણ મુંબઈમાં બેલાર્ડ એસ્ટેટ ખાતેની ED ઑફિસે પહોચ્યાં હતા અને રાત્રે લગભગ 10 વાગ્યે નીકળી ગયા હતા. “મેં સંપૂર્ણ સહકાર આપ્યો અને તેમના તમામ પ્રશ્નોના જવાબ આપ્યા. જો તેઓ મને બોલાવશે તો હું ફરીથી હાજર થઈશ,” રાજ્યસભાના સભ્યએ બહાર મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું.

    શિવસેનાના નેતાએ એક ટ્વીટ પણ કર્યું હતું કે, “હું આજે બપોરે 12 વાગ્યે ED સમક્ષ હાજર થઈશ. મને જારી કરાયેલા સમન્સનું હું સન્માન કરું છું અને તપાસ એજન્સીઓને સહકાર આપવો એ મારી ફરજ છે. હું શિવસેનાના કાર્યકર્તાઓને અપીલ કરું છું કે તેઓ ED ઓફિસમાં એકઠા ન થાય. ચિંતા કરશો નહીં!” EDએ રાજ્યસભાના સભ્યને મુંબઈની પત્રા ચાલ જમીન કૌભાંડ, પુનઃવિકાસ અને તેની પત્ની અને મિત્રો સાથે સંકળાયેલા નાણાકીય વ્યવહારો સાથે સંકળાયેલા મની લોન્ડરિંગની તપાસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું.

    - Advertisement -

    એજન્સીએ અગાઉ તેમને 28 જૂનના રોજ સમન્સ પાઠવ્યા હતા. જો કે, રાઉતે EDના સમન્સને પક્ષના ધારાસભ્યો દ્વારા બળવો કરવાના પગલે શિવસેનાના રાજકીય વિરોધીઓ સામે લડતા રોકવા માટેનું “ષડયંત્ર” ગણાવ્યું હતું, અને કહ્યું હતું કે તેઓ મંગળવારે એજન્સી સમક્ષ હાજર થવા અક્ષમ હતા કારણ કે તેમને અલીબાગ (રાયગઢ જિલ્લો)માં મીટિંગમાં હાજરી આપવાની હતી. ત્યારબાદ EDએ નવેસરથી સમન્સ જારી કરીને તેને શુક્રવારે હાજર થવા જણાવ્યું હતું.

    ગુવાહાટીમાં બળવાખોરો સાથે જોડાવવા મળ્યું હતું આમંત્રણ: સંજય રાઉત

    શિવસેનાના નેતા સંજય રાઉતે શનિવારે એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે તેમને ગુવાહાટી જઈને એકનાથ શિંદે અને અન્ય બળવાખોર ધારાસભ્યો સાથે જોડાવાની “ઓફર આપવામાં આવી હતી”.

    “મને પણ ગુવાહાટી માટે ઓફર મળી હતી પરંતુ હું બાળાસાહેબ ઠાકરેને અનુસરું છું અને તેથી હું ત્યાં ગયો નહોતો. જ્યારે સત્ય તમારા પક્ષમાં છે, તો શા માટે ડરશો? ઠાકરેને શિવસેનાથી કોઈ અલગ કરી શકે નહીં,” તેમણે કહ્યું.

    રાઉત, જેઓ શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ કથિત મની લોન્ડરિંગ કેસમાં તેમનું નિવેદન રેકોર્ડ કરવા માટે હાજર થયા હતા, તેમણે જણાવ્યું હતું કે ED અધિકારીઓએ તેમની સાથે “સારું વર્તન” કર્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં