ઉત્તર પ્રદેશમાં માર્યા ગયેલા માફિયા ભાઈઓ અતીક અહમદ અને અશરફના સમર્થનમાં બિહારના પટનામાં નારાબાજી થઇ છે. શુક્રવારે (21 એપ્રિલ, 2023) જુમ્માની નમાજ બાદ અહીં મુસ્લિમ ભીડે મસ્જિદની બહાર અતીક અને અશરફના સમર્થનમાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપી સીએમ યોગી આદિત્યનાથની વિરુદ્ધ નારા લગાવ્યા હતા. તેમજ તેમણે અતીક અહમદને ‘શહીદ’ ગણાવ્યો હતો.
"शहीद अतीक अहमद अमर रहे, मोदी-योगी मुर्दाबाद"
— News24 (@news24tvchannel) April 21, 2023
◆ पटना जंक्शन स्थित जामा मस्जिद के बाहर जुम्मे की नमाज पढ़ने के बाद मुस्लिम समुदाय ने लगाए नारे @SauravKu_News24 | #Bihar | #Patna pic.twitter.com/B2wgSrgb1R
આ નારા પટના જંકશન સ્થિત જામા મસ્જિદની બહાર લગાવવામાં આવ્યા હતા. જુમ્માની નમાજ પઢીને આવેલી મુસ્લિમ ભીડે ‘શહીદ અતીક અહમદ અમર રહે’ અને ‘મોદી-યોગી મુર્દાબાદ’ના નારા લગાવ્યા હતા અને કહ્યું હતું કે તેમણે અલ્લાહને દુઆ કરી છે કે અતીક, અશરફ અને અસદ અહમદની ‘શહાદત’ને કબૂલ ફરમાવે.
મીડિયામાં સામે આવેલા વિડીયોમાં પટનામાં જાહેર માર્ગ પર ભીડ અતીક અને અશરફના સમર્થનમાં નારાબાજી કરતી જોવા મળે છે. તેઓ પહેલાં ‘શહીદ અતીક અહમદ અમર રહે’ના નારા લગાવે છે અને ત્યારબાદ ‘યોગી-મોદી મુર્દાબાદ’ના નારા લગાવવાના શરૂ કરી દે છે. આ નારાબાજી બાદ એક વ્યક્તિ મીડિયા સાથે વાતચીત પણ કરે છે.
‘અમે અલ્લાહને દુઆ કરી છે કે તેમની શહાદતને કબૂલ ફરમાવે’
પોતાની ઓળખ રઈસ ગઝનવી તરીકે આપનાર વ્યક્તિ મીડિયાને કહે છે કે, “અમે આજે અલ્લાહ પાસે દુઆ કરી છે કે તેઓ અતીક અહમદ, અશરફ અહમદ અને અસદ અહમદની શહાદતને કબૂલ ફરમાવે..” નારાબાજી કરનારાઓએ અતીક અહમદની હત્યાનો આરોપ યોગી સરકાર પર લગાવી દીધો અને પોલીસ પર પણ આક્ષેપો કર્યા હતા અને કહ્યું કે, અતીક અને અશરફની હત્યા પ્લાન્ડ તરીકે કરવામાં આવી છે.
જ્યારે પત્રકારોએ અતીકને ‘શહીદ’ ગણાવવાને લઈને સવાલ ઉઠાવ્યા તો તેમણે કહ્યું કે, “તે શહીદ જ છે અને આખી દુનિયાના મુસ્લિમોની નજરમાં તે શહીદ ગણાશે.” આ વિડીયો ઝડપથી મીડિયા અને સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.
પ્રયાગરાજમાં થઇ હતી માફિયા ભાઈઓની હત્યા
ઉલ્લેખનીય છે કે ગત 15 એપ્રિલની રાત્રે અતીક અહમદ અને તેના ભાઈ અશરફની પ્રયાગરાજમાં હત્યા કરી નાંખવામાં આવી હતી. ઉમેશ પાલ હત્યા કેસમાં બંનેની ધરપકડ કરવામાં આવ્યા બાદ કોર્ટે તેમને રિમાન્ડ પર મોકલ્યા હતા. આ દરમિયાન મેડિકલ ટેસ્ટ કરાવવા માટે 15મીની રાત્રે પ્રયાગરાજની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહ્યા હતા.
આ જ સમયે મીડિયાના પત્રકારો પણ ત્યાં હાજર હતા અને અતીક અને અશરફની બાઈટ લેવાનનો પ્રયાસ કરી રહ્યા હતા. બરાબર આ જ સમયે પત્રકાર બનીને આવેલા ત્રણ યુવકોએ અતીક-અશરફ પર ગોળીબાર કરીને તેમની હત્યા કરી નાંખી હતી અને ત્યારબાદ આત્મસમર્પણ કરી દીધું હતું. હાલ આ ત્રણેય પોલીસ કસ્ટડીમાં છે.