Tuesday, March 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાટણના UGVCL કર્મચારીએ 'રસિયો રૂપાળો રંગરેલિયો' ગીત ગાઈને લાઈટ બિલ ભરવાની અપીલ...

    પાટણના UGVCL કર્મચારીએ ‘રસિયો રૂપાળો રંગરેલિયો’ ગીત ગાઈને લાઈટ બિલ ભરવાની અપીલ કરી: સોશિયલ મીડિયા યુઝર્સે આ અનોખી પહેલને વધાવી

    ટ્વીટર યુઝરે કોરોનાકાળ દરમિયાન લોકડાઉનમાં વાઇરલ થયેલ વીડિયોને યાદ કરીને લખ્યું કે, "મોર બોલે ની અપાર સફળતા બાદ... રસિયો રૂપાળો રંગરેલીયો... સૌજન્ય :- #UGVCL"

    - Advertisement -

    ઉત્તર ગુજરાતના પાટણમાં વીજબિલ નહીં ભરતા બાકીદારો લાઇટબિલ ભરે એ માટે UGVCLના વીજ-કર્મચારીએ અનોખો રસ્તો અપનાવ્યો છે. તેઓ શહેરમાં ફરીને ગીત ગાઈને લોકોનું મનોરંજન કરાવતાં-કરાવતાં લાઇટબિલ ભરી દેવા અપીલ કરતા જોવા મળ્યા હતા. જે સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા.

    UGVCL પાટણમાં કામ કરતા જગદીશ ગોસ્વામી નામના કર્મચારીનો વાઇરલ થયેલા વિડિયોમાં તેઓ ગ્રાહકોને ગીત ગાતા દેખાય છે કે “રસિયો રૂપાળો રંગરેલિયો, લાઇટબિલ ભરતો નથી, પછી ઘરનું કનેક્શન કપાય રે, લાઇટબિલ ભરતો નથી… એ પશાકાકા, એ રામાકાકા લાઇટબિલ ભરજો તો પંખા નેચ ખાવાનું મળશે. નકર કનેક્શન રદ થશે તો ફેરથી કાગળિયાં કરવા પડશે.”

    પાટણ UGVCLના વીજ-કર્મચારીએ ગાયેલા ગીતનો આ વિડીયો વાઇરલ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે વીજ-કર્મચારીની આ પહેલને વધાવી લીધી હતી સાથે ઘણી ગમ્મત પણ કરી હતી.

    - Advertisement -

    નેટિઝન્સના પ્રતિભાવો

    ટ્વીટર યુઝર નંદિતા ઠાકુરે વિડીયો શેર કરીને લખ્યું હતું કે, “રસીયો રૂપડો રંગરેલીયો લાઈટ બિલ ભારતો નથી. UGVCL ના સંનિષ્ઠ કર્મયોગી દ્વારા લોકોને લાઈટ બિલ ભરવાની કાવ્યાત્મક અપીલ.”

    ફેસબુક પર સમીર જોશી નમન એક યુઝરે વિડીયો સાથે લખ્યું હતું કે, “આ સ અમાર ઉત્તર ગુજરાતની મોજ… લાઈટ બીલ ભરી આવજો હો બાકી.. કપાઈ જશે તમારું કનેકશન.”

    અધીર અમદાવાદી નામના ટ્વીટર યુઝરે ગમ્મત કરતા જોક લખ્યો કે, “UGVCL: રસિયો રુપાળો રંગરેલિયો લાઈટ બિલ ભરતો નથી … Me: કારણ કે… ફેસબુક ઈન્સ્ટા ઉટયુબ ચેનલના ચક્કરમાં એ કંઈ કમાતો નથી…”

    મિતાલી આર જોશી નામના ટ્વીટર યુઝરે કોરોનાકાળ દરમિયાન લોકડાઉનમાં વાઇરલ થયેલ વીડિયોને યાદ કરીને લખ્યું કે, “મોર બોલે ની અપાર સફળતા બાદ… રસિયો રૂપાળો રંગરેલીયો… સૌજન્ય :- #UGVCL

    તારક પંડ્યા નામના યુઝરે રમૂજ કરતા લખ્યું હતું કે, “આ ugvcl ના કર્મચારીથી પ્રોત્સાહિત થૈઈ બેંકો વાળો પણ વિજય , નીરવ અને લલીતના ઘર આગળ ઉભારહી માઈકમાં – રસીયો રૂપાળો રંગ રેલીયો રે લોન ભરતો નથી ગીત ગાવાના છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં