Saturday, July 27, 2024
More
    હોમપેજગુજરાતપાટણના વડુ ગામનો મૌસમજી ઐયુબઅલી સુલેમાન માત્ર 17 વર્ષની હિંદુ સગીરાને...

    પાટણના વડુ ગામનો મૌસમજી ઐયુબઅલી સુલેમાન માત્ર 17 વર્ષની હિંદુ સગીરાને ઉઠાવી ગયો, પોતે છે બે સંતાનોનો અબ્બુ: પોક્સો સહિતનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ

    ઘટનાની ગંભીરતાને લઈને પરિવારે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. બાળકીની ઉમર માત્ર 17 વર્ષ હોવાથી પોલીસ પણ તરત હરકતમાં આવી હતી અને આરોપી વિરુદ્ધ પોક્સો સહિતની કલમો અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.

    - Advertisement -

    પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. તાલુકાના વડુ ગામે પરણિત મુસ્લિમ યુવક માત્ર 17 વર્ષની હિંદુ સગીરાને ઉઠાવી જતા ચકચાર મચી જવા પામી હતી. આરોપીનું નામ મૌસમજી ઐયુબઅલી સુલેમાન છે અને તેણે ગામની જ હિંદુ સગીરાને પોતાની વાતોમાં ફસાવી હતી. ઘટનાને લઈને આખા પંથકના હિંદુ સમુદાયમાં આક્રોશ છે. સગીરાના પરિવારે આ મામલે વાગડોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે.

    મળતી માહિતી અનુસાર પાટણ જિલ્લાના વાગડોદ પોલીસ સ્ટેશનની હદમાં આવતા સરસ્વતી તાલુકાના વડુ ગામે રહેતા હિંદુ પરિવારની સગીર વયની દીકરી અચાનક ગાયબ થઇ ગઈ હતી. પરિવારે તપાસ કરવા સામે આવ્યું હતું કે ગામમાં જ મુસ્લિમ મહોલ્લામાં રહેતો મૌસ્મજી ઐયુબઅલી સુલેમાન નામનો વ્યક્તિ તેમની દીકરીને ઉઠાવી ગયો છે. ચોંકાવનારી વાત એ છે કે આરોપી પોતે પરણિત છે અને બે સંતાનોનો અબ્બુ છે. માહિતી મળતાની સાથે જ ગામમાં હિંદુ સમુદાયના ટોળા એકઠા થઇ ગયા હતા, સાથે જ હિંદુ સંગઠનો પણ પરિવારની મદદે દોડી આવ્યો હતો.

    બીજી તરફ ઘટનાની ગંભીરતાને લઈને પરિવારે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. બાળકીની ઉમર માત્ર 17 વર્ષ હોવાથી પોલીસ પણ તરત હરકતમાં આવી હતી અને આરોપી વિરુદ્ધ પોક્સો સહિતની કલમો અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. ઘટનામાં સગીરાની માતા ફરીયાદી બન્યા છે. બાળકીની ઉમરને ધ્યાને રાખીને આખા કેસની તપાસ પાટણ CPI પોતે કરી રહ્યા છે.

    - Advertisement -

    આ સમગ્ર મામલે કાર્યવાહી ક્યાં સુધી પહોંચી છે તે જાણવા ઑપઇન્ડિયાએ CPI કચેરીનો સંપર્ક કર્યો હતો. ત્યાંથી અમારી ટીમને જણાવવામાં આવ્યું હતું કે હાલ આરોપી મૌસમજી ઐયુબઅલીને ઝડપી લેવામાં આવ્યો છે. તેના કબજામાંથી બાળકીને છોડાવી દેવામાં આવી છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઑપઇન્ડિયા આ મામલે ગ્રાઉન્ડ લેવલે માહિતી એકઠી કરી રહ્યું છે, માહિતી મળ્યે આ લેખને અપડેટ કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં