Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમેમનગરની સેન્ટ ઝેવિયર્સ શાળાના પીટી શિક્ષકે 9માં ધોરણની બાળાઓ પર બગાડી નજર,...

    મેમનગરની સેન્ટ ઝેવિયર્સ શાળાના પીટી શિક્ષકે 9માં ધોરણની બાળાઓ પર બગાડી નજર, કર્યા અભદ્ર મેસેજ: પાસા હેઠળ ભુજ જેલમાં મોકલાયો

    સ્કૂલમાં રવિરાજસિંહ પ્રવિણસિંહ ચૌહાણ નામનો પીટીનો શિક્ષક ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને સોશિયલ મીડિયા પર આઈ લવ યુ, આઈ મિસ યુ, મારે તને મળવું છે, સેન્ડ યોર હોટ પીક્સ સહિત અનેક મેસેજ કરતો હતો.

    - Advertisement -

    આમ તો સનાતન સંસ્કૃતિમાં કહેવાયું છે કે જયારે ગુરુ અને ગોવિંદ (ભગવાન) બંને સામે હોય તો આપણે ગોવિંદ (ભગવાન) પહેલા ગુરુને પગે લાગવું જોઈએ. પરંતુ હાલના સમયમાં એવા એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે હવે ગુરુઓ પર પણ વિશ્વાસ કરવો અઘરો થઇ પડ્યો છે. આવો જ એક તાજો કિસ્સો અમદાવાદના મેમનગરની સેન્ટ ઝેવિયર્સ શાળામાં સામે આવ્યો છે.

    મીડિયા અહેવાલો મુજબ, અમદાવાદ મેમનગરની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલનો પીટી શિક્ષક શાળાની જ વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા પર બીભત્સ મેસેજ કરતો હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો હતો. જે બાદ શાળાએ આ વિષયમાં તપાસ સમિતિની રચના કરી હતી. તપાસમાં શિક્ષક પરના આરોપો સાચા સાબિત થતા તેના પર કડક પગલાં લેવામાં આવ્યા હતા. આરોપી શિક્ષકને સ્કૂલમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

    આ બાબતે આરોપી શિક્ષક સામે વાલીઓએ ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં પોક્સો, આઇટી એક્ટ સહિતના ગુનાઓમાં ઓક્ટોબર 2022માં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેના પર આરોપ મુકાયો હતો કે સ્કૂલમાં આવતા વિદ્યાર્થીનીઓને ગંદા મેસેજ મોકલતો હતો અને પ્લે ગ્રાઉન્ડમાં તે વિદ્યાર્થીનીઓને જોઇ ખોટા ઇશારા પણ કરતો હતો. આ કેસમાં તેની ધરપકડ થઇ હતી અને થોડા સમય પહેલા જામીન મળ્યા હતા.

    - Advertisement -

    પરંતુ, ગુનાના ગંભીરતાને જોઇને ગુજરાત યુનિવર્સીટી પોલીસે તેના વિરૂદ્વ પાસાની દરખાસ્ત કરી હતી. જે મંજુર થતા તેની ફરી ધરપકડ કરીને હાલ તેને પાસા હેઠળ ભૂજ જેલ ખાતે મોકલી આપ્યો છે.

    શું છે આખો મામલો?

    તાજેતરમાં અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલ વિવાદમાં આવી હતી. જેમાં સ્કૂલમાં ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને સ્કૂલનો પીટીનો જ શિક્ષક બીભત્સ મેસેજ કરતો હોવાનું સામે આવ્યું હતું.

    સ્કૂલમાં રવિરાજસિંહ પ્રવિણસિંહ ચૌહાણ નામનો પીટીનો શિક્ષક ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને સોશિયલ મીડિયા પર મેસેજ કરતો હતો. શરૂઆતમાં સામાન્ય મેસેજ હોવાથી વિદ્યાર્થીનીઓ વાતચીત કરતી હતી. ત્યાર બાદ શિક્ષકે વિદ્યાર્થીનીઓને આઈ લવ યુ, આઈ મિસ યુ, મારે તને મળવું છે, સેન્ડ યોર હોટ પીક્સ સહિત અનેક મેસેજ કરતો હતો.

    આ ઉપરાંત પીટીના લેક્ચરમાં વિદ્યાર્થીનીઓ બહાર રમતી હોય ત્યારે તેમને ધ્યાનથી જોયા કરતો હતો. આ મામલે વિદ્યાર્થીનીઓએ સ્કૂલમાં રજૂઆત કરી હતી છતાં સ્કૂલ દ્વારા કોઈ પગલાં ન લેવાતા આખરે  વાલીઓએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો.

    શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીઓ સાથેની ગેરવર્તણુક સામે આવી હતી. જેના કારણે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ દ્વારા શિક્ષકને સ્કૂલમાં પ્રવેશ નિષેધ કરાયો હતો. એટલું જ નહીં, સ્કૂલના કોઇપણ સ્ટાફ સાથે વાતચીત કરવા પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં