Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકારગિલના માસ્ટરમાઈન્ડ મુશર્રફને કોંગ્રેસ નેતા શશિ થરૂરે ‘શાંતિદૂત’ ગણાવ્યા, ભાજપના પ્રહાર, કહ્યું-...

    કારગિલના માસ્ટરમાઈન્ડ મુશર્રફને કોંગ્રેસ નેતા શશિ થરૂરે ‘શાંતિદૂત’ ગણાવ્યા, ભાજપના પ્રહાર, કહ્યું- મુશર્રફે પણ રાહુલ ગાંધીની પ્રશંસા કરી હતી, એ કારણ હોય શકે

    ભાજપ પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ ટ્વિટ કરીને શશિ થરૂરના શબ્દોને ‘કોંગ્રેસની પાક પરસ્તી’ ગણાવ્યા હતા અને કહ્યું કે, જઘન્ય અપરાધોના આરોપી અને તાલિબાન અને ઓસામા (બિન લાદેન)ને ‘ભાઈ’ અને ‘હીરો’ માનતા મુશર્રફને કોંગ્રેસ દ્વારા વખાણવામાં આવી રહ્યા છે. 

    - Advertisement -

    પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું 79 વર્ષની ઉંમરે આજે મોત થયું. મુશર્રફને ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા કારગિલ યુદ્ધના માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. જ્યારે આ યુદ્ધ લડાયું ત્યારે તેઓ જ પાકિસ્તાનના સેના પ્રમુખ હતા. આ વ્યક્તિના મોત પર કોંગ્રેસ નેતા શશિ થરૂરે તેમને ‘શાંતિદૂત’ ગણાવી દેતાં વિવાદ સર્જાયો છે. 

    એક સમયે કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે આજે ટ્વિટ કરીને પરવેઝ મુશર્રફને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સાથે તેમણે લખ્યું કે, ‘એક સમયે ભારતના દુશમન રહેલા મુશર્રફ 2002થી 2007 દરમિયાન શાંતિ માટેની ખરી તાકાત બન્યા હતા.’ થરૂરે આગળ લખ્યું કે, ‘UNમાં રહેતાં મેં લગભગ દર વર્ષે તેમની સાથે મુલાકાતો કરી હતી અને હું માનું છું કે તેઓ વ્યૂહાત્મક વિચારસરણી ધરાવતા સ્પષ્ટ અને ચતુર વ્યક્તિ હતા.’

    કોંગ્રેસ નેતાના આ ટ્વિટ બાદ ભારતીય જનતા પાર્ટીએ તેમને આડેહાથ લીધા હતા. ભાજપ પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ ટ્વિટ કરીને શશિ થરૂરના શબ્દોને ‘કોંગ્રેસની પાક પરસ્તી’ ગણાવ્યા હતા અને કહ્યું કે, જઘન્ય અપરાધોના આરોપી અને તાલિબાન અને ઓસામા (બિન લાદેન)ને ‘ભાઈ’ અને ‘હીરો’ માનતા મુશર્રફને કોંગ્રેસ દ્વારા વખાણવામાં આવી રહ્યા છે. 

    - Advertisement -

    ભાજપ પ્રવક્તાએ આગળ લખ્યું કે, એક સમયે મુશર્રફે રાહુલ ગાંધીને ‘જેન્ટલમેન’ ગણાવ્યા હતા. કદાચ એટલે જ કોંગ્રેસ તેમને પસંદ કરતી હોય તેમ બની શકે. તેમણે એમ પણ કહ્યું કે, કલમ 370થી લઈને સર્જિકલ સ્ટ્રાઇક અને બાલાકોટ એક્શન દરમિયાન કોંગ્રેસે પાકિસ્તાન તરફી વલણ રાખ્યું અને હવે મુશર્રફને વખાણવામાં આવી રહ્યા છે પરંતુ આપણા પોતાના સેનાના વડાને ‘સડક કા ગુંડા’ કહેવામાં આવ્યા હતા. 

    અન્ય એક ટ્વિટમાં તેમણે મુશરર્ફનો એક વિડીયો પણ ટ્વિટ કર્યો હતો જેમાં તેમણે રાહુલ ગાંધી અને પૂર્વ પીએમ મનમોહનસિંહ વગેરેનાં વખાણ કર્યાં હતાં. આ વિડીયો ટ્વિટ કરીને શેહઝાદ પૂનાવાલા લખે છે કે, ઓસામા બિન લાદેન અને તાલિબાનની પ્રશંસા કરનાર પરવેઝ મુશર્રફે રાહુલ ગાંધીનાં પણ વખાણ કર્યાં હતાં અને તેમને ‘સજ્જન’ ગણાવીને સમર્થન આપવાની વાત કહી હતી. તેમણે આગળ લખ્યું કે, કારગિલના ષડ્યંત્રકાર અને આતંકવાદ સમર્થક વ્યક્તિની પ્રશંસા કરવા પાછળનું કદાચ આ જ કારણ હશે.

    કારગિલના યુદ્ધનું ષડ્યંત્ર પરવેઝ મુશર્રફે જ રચ્યું હતું. જે માટે તેમણે એક ‘ગેંગ ઓફ ફોર’ નામની ટીમ પણ બનાવી હતી, જેનું કામ ષડ્યંત્ર હેઠળ ભારત પર હુમલો કરવાનું હતું. આ કાવતરા માટે તેમણે જ બ્લુ પ્રિન્ટ પણ તૈયાર કરી હતી. પરવેઝ મુશર્રફે બનાવેલી ‘ગેંગ ઓફ ફોર’માં તેમના ચાર જનરલો સામેલ હતા.

    જોકે, બાકીનાં યુદ્ધોની જેમ આ યુદ્ધમાં પણ ભારતીય સેનાએ પાકિસ્તાનને પછડાટ આપી હતી અને જડબાતોડ જવાબ આપીને પાકિસ્તાનીઓને ખદેડી દીધા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં