Tuesday, May 7, 2024
More
    હોમપેજરાજકારણપરષોત્તમ રૂપાલાને આચારસંહિતા ભંગની ફરિયાદમાં મળી ક્લિનચીટ: ચૂંટણી અધિકારીઓએ આપી રાહત, નિવેદન...

    પરષોત્તમ રૂપાલાને આચારસંહિતા ભંગની ફરિયાદમાં મળી ક્લિનચીટ: ચૂંટણી અધિકારીઓએ આપી રાહત, નિવેદન બાદ નોંધાઈ હતી ફરિયાદ

    ફરિયાદ બાદ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સમગ્ર તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. જે બાદ હવે તપાસનો રિપોર્ટ પણ સામે આવ્યો છે. જેમાં પરષોત્તમ રૂપાલાને આચારસંહિતા ભંગની ફરિયાદમાં ક્લિનચીટ મળી છે.

    - Advertisement -

    કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, જિલ્લા ચૂંટણી અધિકારીઓએ આચારસંહિતા ભંગની ફરિયાદમાં રૂપાલાને ખૂબ મોટી રાહત આપી છે. તેમને અધિકારીઓએ ક્લિનચીટ આપી દીધી છે. લોકસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન એક કાર્યક્રમમાં ટિપ્પણી કરવા બદલ તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે મામલે હવે ચૂંટણી પંચના અધિકારીઓનો રિપોર્ટ સામે આવી ગયો છે.

    બુધવારે (3 એપ્રિલે) પરષોત્તમ રૂપાલાને આચારસંહિતા ભંગની ફરિયાદમાં ક્લિનચીટ મળી ગઈ છે. ચૂંટણી અધિકારીઓએ તેમને રાહત આપી છે. નોંધવું જોઈએ કે, પરષોત્તમ રૂપાલાએ તાજેતરમાં જ એક કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજને લઈને નિવેદન આપ્યું હતું. જે બાદ તેમનો વિરોધ પણ યથાવત છે. ટિપ્પણી બદલ તેમની વિરુદ્ધ ચૂંટણી પંચ સમક્ષ આચારસંહિતાની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ફરિયાદ બાદ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સમગ્ર તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો.

    જે બાદ હવે તપાસનો રિપોર્ટ પણ સામે આવ્યો છે. જેમાં પરષોત્તમ રૂપાલાને આચારસંહિતા ભંગની ફરિયાદમાં ક્લિનચીટ મળી છે. પરંતુ બીજી તરફ રાજપૂત સમાજમાં હાલ પણ રૂપાલાના નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને લોકસભા બેઠક પરથી તેમની ઉમેદવારી પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે. આ વિવાદ ખૂબ વધી જતાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ ક્ષત્રિય સમાજને આ મુદ્દે વિનંતી કરી છે.

    - Advertisement -

    નોંધનીય છે કે, 2 એપ્રિલે ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ક્ષત્રિય સમાજના અનેક આગેવાનોએ બેઠક કરી હતી. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ભાજપના રાજપૂત સમાજના આગેવાનો પણ ઉપસ્થિત હતા. જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા સહિતના વરિષ્ઠ નેતાઓ પણ સામેલ હતા.

    બેઠક બાદ સીઆર પાટીલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, “ક્ષત્રિય સમાજનો આ રોષ સ્વાભાવિક છે. ત્રણ વખત રૂપાલાએ માફી માંગી છે છતાં રોષ ઓછો થતો નથી. હવે ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને રૂપાલાને માફ કરે. ભૂલ માટે વારંવાર માફી માંગી છે. તેથી ક્ષત્રિય સમાજ હવે માફ કરી દે.” તેમણે કહ્યું કે, “ક્ષત્રિય સમાજને મારી હાથ જોડીને વિનંતી છે કે, સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને રૂપાલાને માફ કરી દે. ક્ષત્રિયો વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા રહ્યા છે અને હજુ પણ પાર્ટી સાથે જોડાઈ એવી વિનંતી કરું છું.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં