Monday, April 29, 2024
More
    હોમપેજદેશસંસદ સુરક્ષા ઉલ્લંઘન કેસના માસ્ટરમાઇન્ડ લલિત ઝાની ધરપકડ: હુમલાનો વિડીયો બનાવીને ભાગી...

    સંસદ સુરક્ષા ઉલ્લંઘન કેસના માસ્ટરમાઇન્ડ લલિત ઝાની ધરપકડ: હુમલાનો વિડીયો બનાવીને ભાગી ગયો હતો રાજસ્થાન

    ગુરુવારે દિલ્હી પોલીસે મોટા પાયે દરોડા પાડ્યા બાદ ઝાની ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, "લલિત ઝા પોતે પોલીસ સ્ટેશન આવ્યો હતો, ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી અને પૂછપરછ શરૂ કરી."

    - Advertisement -

    ભારતીય સંસદ પર થયેલ તાજા હુમલાના માસ્ટરમાઇન્ડ લલિત ઝાએ પોલીસ સામે આત્મસમર્પણ કર્યું. પોલીસે જણાવ્યું કે સંસદની સુરક્ષા ભંગ કેસમાં સમગ્ર ષડયંત્રનો મુખ્ય સૂત્રધાર લલિત મોહન ઝા ઘટનાનો વિડીયો બનાવીને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. તેણે રાજસ્થાન પહોચીને નાગૌરમાં બે મિત્રો સાથે રાત વિતાવી હતી, ત્યારબાદ તે દિલ્હી પરત આવી ગયો હતો.

    “લલિત ઝા બસ દ્વારા રાજસ્થાનના નાગૌર પહોંચ્યો. ત્યાં તે તેના બે મિત્રોને મળ્યો અને એક હોટલમાં રાત વિતાવી. જ્યારે તેને ખબર પડી કે પોલીસ તેને શોધી રહી છે, ત્યારે તે બસ દ્વારા દિલ્હી પાછો આવ્યો,” દિલ્હી પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું. લલિત ઝા બુધવારે થયેલ સંસદની સુરક્ષા ભંગનો મુખ્ય આરોપી છે, જે સંયોગથી 2001 સંસદ હુમલાની 22મી વર્ષગાંઠ પર થયો હતો.

    ગુરુવારે દિલ્હી પોલીસે મોટા પાયે દરોડા પાડ્યા બાદ ઝાની ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, “લલિત ઝા પોતે પોલીસ સ્ટેશન આવ્યો હતો, ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી અને પૂછપરછ શરૂ કરી.”

    - Advertisement -

    દરમિયાન, દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ગુરુવારે સંસદ સુરક્ષા ઉલ્લંઘન કેસમાં ધરપકડ કરાયેલા ચારેય આરોપીઓના સાત દિવસના કસ્ટોડિયલ રિમાન્ડ મંજૂર કર્યા હતા. એડિશનલ સેશન્સ જજ ડૉ. હરદીપ કૌરે ગુરુવારે ચારેય આરોપીઓ મનોરંજન ડી, સાગર શર્મા, અમોલ ધનરાજ શિંદે અને નીલમ દેવીને મુંબઈ, મૈસૂર અને લખનૌ લઇ જવા અને તેમના કૃત્ય પાછળના વાસ્તવિક હેતુઓ જાણવા માટે મંજૂરી આપી હતી.

    દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ લખનૌથી ખાસ જૂતા અને મુંબઈથી સ્મોક કેનેસ્ટર ખરીદ્યા હતા. આ એક સુનિયોજિત કાવતરું હતું અને ભારતની સંસદ પર હુમલો હતો.

    દરમિયાન, ગુરુવારે ANIને પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે સંસદમાં સુરક્ષા ભંગના સંબંધમાં ધરપકડ કરાયેલા ચાર લોકોએ આ ઘટનાની સંયુક્ત જવાબદારી લીધી છે, અને ઉમેર્યું હતું કે તેઓ આ કેસમાં દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની તપાસ ટીમને ‘બનાવટી જવાબો’ આપી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં