Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહિંદુઓના સહયોગથી બનાવેલી મસ્જિદમાંથી તેમની ઉપર જ પથ્થર ફેંકાયા: હવે હિંદુઓને તોફાનીઓ...

    હિંદુઓના સહયોગથી બનાવેલી મસ્જિદમાંથી તેમની ઉપર જ પથ્થર ફેંકાયા: હવે હિંદુઓને તોફાનીઓ અને મુસ્લિમોને પીડિત સાબિત કરવાના પ્રયાસો

    કમલેશ સિંહે અમને જણાવ્યું હતું કે “ન તો શુક્રવાર હતો, ન કોઈ મુસ્લિમ તેહવાર હતો અને ન આ વિસ્તાર મુસ્લિમ બહુમતી વાળો છે, તો પછી અચાનક આટલી ભીડ આવી ક્યાંથી?”

    - Advertisement -

    ઝારખંડના પલામુમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી માટે બનાવવામાં આવી રહેલ તોરણદ્વારને લઈને મુસ્લિમોએ વિરોધ નોધાવ્યો હતો, ત્યારબાદ ત્યાં હિંસા ભડકી ઉઠી હતી. જેમાં મસ્જિદમાંથી પત્થરો અને પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. હવે મુસ્લિમોનું વિક્ટીમ કાર્ડ રમવાનું શરુ થયું છે.

    હૈદરાબાદથી સાસંદ અને AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઔવેશીએ આ મામલે મુસ્લિમોને પિડીત ગણાવ્યા હતા. જ્યારે મીડિયામાં સૌથી પહેલા એક હિંદુ વ્યક્તિનું માથું ફોડ્યાના સમાચાર આવ્યા હતા. તેના બદલે ઔવેશી કહી રહ્યા છે કે મસ્જિદ પર પત્થરો ફેંકવામાં આવ્યા અને ગાડીઓ સળગાવી દેવામાં આવી છે. વધુમાં ઔવેશીએ ઉમેર્યું કે મસ્જિદની સામે તોરણદ્વાર બનાવવાની કોઈ જરૂરત નહોતી. તેમણે આ આખી ઘટનામાં દોષનો ટોપલો સંઘ પરિવાર અને ભાજપ પર મઢી દીધો હતો.

    આ સાથે જ સોશિયલ મીડિયામાં પણ પિડીત તરીકે મુસ્લિમોને બતાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. મીર ફૈઝલ નામના કથિત પત્રકારે એક વીડિયો શેયર કરીને કહ્યું છે કે હિદુવાદી ગુંડાઓએ મુસ્લિમોના ઘર, દુકાનો અને ગાડીઓ સળગાવી દીધી છે.

    - Advertisement -

    પલામુ હિસ્સામાં કેટલાક લોકો દ્વારા મુસ્લિમો પિડીત છે તેવો નેરેટિવ બનાવવાની કૌશિસ કરી રહ્યા છે અને ખરેખર આ ઘટનામાં જે હિંદુ પિડીત છે તેને ગુંડા સાબિત કરવા માટે ખેલ રચાઈ રહ્યો છે. જ્યારે મીડિયા રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે મહાશિવરાત્રીના આયોજનને લઈને તૈયારી કરાઈ રહી હતી, તે દરમિયાન મુસ્લિમોએ વિરોધ કરી પત્થરબાજી કરી હતી.

    સ્થાનિકોની વાત માનીયે તો આ મસ્જિદ વધારે જુની પણ નથી, સૌથી મોટી વાત એ છે કે આ મસ્જિદ હિંદુઓના સહયોગથી જ બનાવવામાં આવી છે. આ વિસ્તાર હિંદુ બહુમતી વાળો છે છતાં પણ મસ્જિદ બનાવવામાં મદદ કરવામાં આવી હતી.

    મહાશિવરાત્રીની ઉજવણી માટે બનાવેલ તોરણદ્વારનો વિરોધ કરતા કેટલાક મુસ્લિમોએ પહેલા દ્વારનો વિરોધ કર્યો, ત્યાર બાદ તેને હટાવવા લાગ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે મસ્જિદની સામે તમે આ દ્વાર લગાવી શકો નહી. જો કે તે જગ્યા કોઈની વ્યક્તિગત માલિકીની નહી પરંતુ સરકારી સંપતિ હતી.

    આ ઘટના બની તે દિવસે સૌથી પહેલા દ્વાર હટાવતા હતા, ત્યારે ત્યાં નિરંજન સિંહ નામના એક હિંદુ યુવાન ત્યા ઊભો હતો. તેના માથા પર મુસ્લિમોએ ડંડાથી હમલો કર્યો હતો. જેમાં તેનુ માથું ફૂટી ગયું હતું. આ ઘટના બની ત્યારે પોલીસ પણ ત્યા હાજર હતી. ત્યારે જ સામેની મસ્જિદ પરથી પત્થરબાજી કરવામાં આવી હતી.

    આ દંગા થયા, ત્યાર પછી દંગાઈઓએ 4 ઘરો, 3 દુકાનો, 1 કાર અને 2 બાઈકોને આગ લગાવીને સળગાવી દીધી હતી. તે સિવાય કેટલીક ગાડીઓમાં તોડફોડ પણ કરી હતી. આ દરમિયાન પોલીસ જવાનો સહિત કેટલાય લોકો ઘાયલ પણ થયા હતા.

    સ્થાનિક ભાજપા મહિલા નેતા મંજુલાતા દુબેનું કહેવું છે કે અહિયા રોજ મસ્જિદ સાથે સંકળાયેલા લોકો દ્વારા મારા મારી અને હિંદુ તહેવારો દરમિયાન ખલેલ પહોંચાડવામાં આવે છે.

    સ્થાનિક સમાજિક કાર્યકર્તા કમલેશ સિંહનું કહેવું છે કે મુસ્લિમોએ મસ્જિદ પરથી પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. કમલેશ સિંહે અમને જણાવ્યું હતું કે “ન તો શુક્રવાર હતો, ન કોઈ મુસ્લિમ તેહવાર હતો અને ન આ વિસ્તાર મુસ્લિમ બહુમતી વાળો છે, તો પછી અચાનક આટલી ભીડ આવી ક્યાંથી?”

    ઝારખંડ સરકાર પર તૃષ્ટીકરણના આરોપો લાગતા જ રહ્યા છે. એક આરોપ એ પણ છે કે રાજ્યમાં ગેરકાયદેસર રીતે રોહિગ્યાઓ અને બાગલાદેશીઓને વસાવવામાં આવી રહ્યા છે. રાજ્યમાં લવ જેહાદ, લેન્ડ જિહાદ અને મુસ્લિમો દ્વારા દલિત તેમજ આદિવાસીઓને ઉત્પીડનના બનાવોની સંખ્યા પણ વધી રહી છે.

    છેલ્લા ઘણા સમયમાં હિંદુ તહેવારો પર નાના મોટા પ્રતિબંધો પણ સરકાર તરફથી લગાવવામાં આવ્યા ઉપરાંત વિધર્મીઓ દ્વારા પણ ખલેલ પહોંચાડવામાં આવી હતી. પંરતુ આ મામલે મુસ્લિમોનું વિક્ટીમ કાર્ડ રમવાનું ચાલુ થયું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં