Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટક્રિકેટમાં રાજકારણ ન જોવું જોઈએ કહેતાં પાકિસ્તાનની બદમાશી, PSLમાં જાંબાઝ અભિનંદન વર્ધમાનનું...

    ક્રિકેટમાં રાજકારણ ન જોવું જોઈએ કહેતાં પાકિસ્તાનની બદમાશી, PSLમાં જાંબાઝ અભિનંદન વર્ધમાનનું કર્યું અપમાન: આ પહેલા પણ કરી ચુક્યા છે આવી હરકત

    ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને તેમની બહાદુરી માટે વીર ચક્ર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને આ સન્માન આપ્યું હતું. બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ અભિનંદને પાકિસ્તાનની સીમામાં ઘૂસીને દુશ્મન સેનાના ફાઈટર પ્લેનને તોડી પાડ્યું હતું.

    - Advertisement -

    પાકિસ્તાન તેના કારસ્તાનમાંથી ક્યારેય ઊંચું નથી આવતું, તે કોઈના કોઈ રીતે તે ભારત સાથે વિવાદમાં ઉતરવાના રસ્તાઓ ગોતી જ લે છે, તાજેતરમાં પાકિસ્તાનમાં યોજાયેલી PSLમાં મહાવીર અભિનંદન વર્ધમાનનો ફોટો લગાવતા વિવાદ સર્જાયો છે. લાહોર કલંદર અને ઇસ્લામાબાદ યુનાઇટેડ વચ્ચે પાકિસ્તાન સુપર લીગની રમત દરમિયાન ભારતીય ફાઇટર જેટના પાઇલટ અભિનંદન વર્ધમાનનો ફોટો દર્શાવી જાહેરાત કરવામાં આવી હતી.

    અહેવાલો અનુસાર સ્ટ્રેટેજિક ટાઇમઆઉટ મિડ-ગેમ દરમિયાન જાયન્ટ સ્ક્રીન પર ભારતીય વાયુસેનાના હીરોની ચાનો કપ પકડેલી તસવીર પ્રદર્શિત કરવામાં આવી હતી. આ તસવીર એ ઘટના સાથે જોડાયેલી છે જ્યારે અભિનંદનને પાકિસ્તાન આર્મીની કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને તેમને ચાની ઓફર કરવામાં આવી હતી. જોકે આ પ્રથમ વાર નથી કે PSLમાં અભિનંદન વર્ધમાનનો ફોટો બતાવીને વિવાદ સર્જવામાં આવ્યો હોય.

    આ પહેલા લાહોર કલંદરે તેના ખેલાડી હુસૈન તલતની એક તસવીર શેર કરી હતી, જેમાં તેના હાથમાં કપ જોવા મળી રહ્યો છે. કલંદર્સની ટીમે આ તસવીર માટે એક વિવાદાસ્પદ કેપ્શન લખ્યું છે. તેણે લખ્યું, ‘આ તો શાનદાર ચા થઇ ‘.(Tea is Fantastic) તેમના આ ટ્વીટ થી ભારતીય ચાહકોએ આ ટીમને ટ્રોલ ભારે ટ્રોલ કરી હતી.

    - Advertisement -

    ‘ટી ઈઝ ફેન્ટાસ્ટિક’ વાક્યનો ઉપયોગ પાકિસ્તાની ચાહકો દ્વારા વારંવાર ભારતને નિશાન બનાવવા માટે કરવામાં આવે છે. તેનું કારણ છે ભારતીય વાયુસેનાના મહાવીર પાયલટ અભિનંદન વર્ધમાન જ્યારે પાકિસ્તાનની કેદમાં હતા ત્યારે તેમનો એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. વીડિયોમાં અભિનંદનને પૂછવામાં આવ્યું છે કે ચા કેવી છે. જવાબમાં અભિનંદન કહે છે, ‘ટી ઈઝ ફેન્ટાસ્ટિક’. ત્યારથી પાકિસ્તાની ચાહકો ભારતને અપમાનિત કરવા માટે તેનો ઉપયોગ કરે છે.

    ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને તેમની બહાદુરી માટે વીર ચક્ર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને આ સન્માન આપ્યું હતું. બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ અભિનંદને પાકિસ્તાનની સીમામાં ઘૂસીને દુશ્મન સેનાના ફાઈટર પ્લેનને તોડી પાડ્યું હતું. જો કે પાકિસ્તાન ફાઇટર પ્લેનનો પીછો કરતી વખતે તેમના પ્લેનને પણ નુકસાન થયું હતું અને તેઓ ઇજાગ્રસ્ત થયાં હતા. ત્યાર બાદ તેમને પાકિસ્તાની સેનાએ પકડી લીધા હતા, પરંતુ બાદમાં ભારતના દબાણમાં આવીને પાકિસ્તાન અભિનંદનને છોડી મજબુર થયું હતું. પરંતુ આમ કરતાં અગાઉ તેઓ અભિનંદનને શારીરિક ઈજાઓ પહોંચાડવાથી ચુક્યા ન હતાં.

    નોંધનીય છે કે થોડા સમય અગાઉ એક પાકિસ્તાની ક્રિકેટર રાજકારણ અને ક્રિકેટ બંને અલગ અલગ છે એમ કહીને ભારતને રમવા માટે પાકિસ્તાન બોલાવવા માંગતા હતા. અને બીજી તરફ તેમની જ ટીમ આ પ્રકારની નિમ્ન કક્ષાની રાજનીતિ કરવામાં આવી રહી છે. તેવામાં ભારત તરફથી કટુ વલણ અપનાવવામાં આવે તે સ્વભાવિક છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં