Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાની સુચનામંત્રીને ઘેરીને તેમનાજ નાગરિકોએ 'ચોર..ચોર..' ની બુમો પાડી, મરિયમ ઔરંગઝેબની લંડનમાં...

    પાકિસ્તાની સુચનામંત્રીને ઘેરીને તેમનાજ નાગરિકોએ ‘ચોર..ચોર..’ ની બુમો પાડી, મરિયમ ઔરંગઝેબની લંડનમાં ફજેતી

    પાકિસ્તાની મંત્રી મરિયમ ઔરંગઝેબને તેમની લંડન મુલાકાત દરમ્યાન પ્રવાસી પાકિસ્તાની નાગરિકોના રોષનો સામનો કરવો પડ્યો હતો અને ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાઈ જવું પડ્યું હતું.

    - Advertisement -

    પાકિસ્તાની સુચનામંત્રી મરિયમ ઔરંગઝેબ હાલ લંડનના પ્રવાસે છે તેવામાં તેમને જોઇને કેટલાક પાકિસ્તાની નાગરિકો ‘ચોર…ચોર…’ નારા લગાવવા લગતા તેમના માટે ક્ષોભજનક પરિસ્થિતિ સર્જાઈ હતી. હાલ પાકિસ્તાની સુચનામંત્રી મરિયમ ઔરંગઝેબ ચોર છે ના નારા વાળો વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

    મળતા અહેવાલો મુજબ પાકિસ્તાનના સુચનામંત્રી મરિયમ ઔરંગઝેબને લંડનમાં રહેતા પાકિસ્તાનીઓએ કોફી શોપમાં ઘેરી લીધા હતા.વાઈરલ થયેલા વીડિયોમાં તેઓ પૂરને કારણે થયેલી તબાહી વચ્ચે વિદેશ પ્રવાસ માટે પાકિસ્તાનમાં મંત્રીની ટીકા કરતા જોવા મળે છે. ટોળાએ મરિયમનો પીછો કરતા રસ્તાઓ પર ‘ચોર ચોર’ના નારા પણ લગાવ્યા હતા.આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.જો કે, આ દરમિયાન મરિયમે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી અને તેમણે પોતાને મોબાઈલ ફોનમાં વ્યસ્ત રાખી હતી.

    ટીવીમાં હિજાબ પર મોટા મોટા દાવા અને અહી દુપટ્ટો પણ નહિ?

    - Advertisement -

    અહેવાલોમાં જણાવ્યા આનુસાર થોડા સમય અગાઉ મરિયમ દ્વારા હિજાબ પર આપવામાં આવેલી ટીપ્પણી બાદ મરિયમ ઔરંગઝેબને પોતે ઉઘાડા માથે ફરતી જોતા ઇમરાન ખાનના સમર્થકોએ અવળે હાથે લીધા હતા. વાયરલ વીડિયોમાં એક મહિલાને કહેતી સાંભળી શકાય છે કે ‘ઔરંગઝેબ ટીવી પર હિજાબ વિષે મોટા મોટા દાવા કરે છે પરંતુ અહીં તેના માથા પર દુપટ્ટો પણ નથી. એક પાકિસ્તાની પત્રકાર દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોના જવાબમાં મરિયમે લખ્યું, “ઈમરાન ખાનની નફરતની રાજનીતિની આપણા ભાઈ-બહેનો પર અસર જોઈને દુઃખ થયું.

    પાકિસ્તાન માટે સર્જાયેલી આ શરમજનક ઘટના બાદ ત્યાના નાણામંત્રી અને સંરક્ષણ મંત્રીએ મરિયમનો બચાવ કરવાનો નિરર્થક પ્રયત્ન પણ કર્યો હતો. મળતા અહેવાલો મુજબ તેમણે પરિસ્થિતિને સંભાળવા બદલ મરિયમની પ્રશંસા કરી હતી. સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ટ્વિટર પર કહ્યું કે યુકે ગયા પછી પણ કેટલાક વર્ગોની માનસિકતામાં બદલાવ આવ્યો નથી. ત્યાં રહેતા પાકિસ્તાનીઓ આપણા સમાજના સૌથી નીચલા સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે. તો બીજી તરફ આયોજન મંત્રી અહેસાન ઈકબાલે આ ઘટનાને “પીટીઆઈના ગુંડાઓનું સૌથી નિંદનીય અને શરમજનક કૃત્ય” ગણાવ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં