Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસેંકડો પાકિસ્તાની હિંદુઓની અંતિમ ઈચ્છા પૂરી થશે, મોદી સરકારનો મહત્વનો નિર્ણય: સ્પોન્સરશિપ...

    સેંકડો પાકિસ્તાની હિંદુઓની અંતિમ ઈચ્છા પૂરી થશે, મોદી સરકારનો મહત્વનો નિર્ણય: સ્પોન્સરશિપ પોલિસીમાં કર્યા ફેરફાર

    રકારે સ્પોન્સરશિપ પોલિસીમાં સંશોધન કર્યું છે અને જેના કારણે લગભગ 426 જેટલા પાકિસ્તાની હિંદુઓની અસ્થિઓને તેમના પરિવારો ભારત આવીને ગંગા નદીમાં વિસર્જિત કરી શકશે.

    - Advertisement -

    પાડોશી દેશ પાકિસ્તાનમાં રહેતા હિંદુઓ માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે અગત્યનો નિર્ણય લીધો છે. સરકારે ‘સ્પોન્સરશિપ પોલિસી’માં ફેરફાર કર્યા છે, જે હેઠળ હવે પાકિસ્તાની હિંદુ પરિવારો ભારત આવીને હરિદ્વાર ખાતે તેમના મૃત પરિજનોના અસ્થિ વિસર્જન કરી શકશે. 

    ગંગા નદી વિશ્વભરના હિંદુઓ માટે પવિત્ર છે. ભારતની જેમ પાકિસ્તાનમાં રહેતા હિંદુઓની પણ અંતિમ ઈચ્છા હોય છે કે તેમના મૃત્યુ બાદ અસ્થિઓને પવિત્ર ગંગા નદીમાં વિસર્જિત કરવામાં આવે. પરંતુ નિયમોના કારણે પાકિસ્તાનથી ભારત અસ્થિ વિસર્જન માટે આવવું સરળ ન હતું, પરંતુ હવે સરકારે નીતિમાં સંશોધન કર્યું છે. 

    સરકારે સ્પોન્સરશિપ પોલિસીમાં સંશોધન કર્યું છે અને જેના કારણે લગભગ 426 જેટલા પાકિસ્તાની હિંદુઓની અસ્થિઓને તેમના પરિવારો ભારત આવીને ગંગા નદીમાં વિસર્જિત કરી શકશે. હાલ આ અસ્થિઓ કરાંચીનાં કેટલાંક મંદિરો, સ્મશાન ઘાટ અને અન્ય સ્થળોએ રાખવામાં આવી છે. 

    - Advertisement -

    ભારતમાં પાકિસ્તાનથી આવતા શ્રદ્ધાળુઓને અહીંથી જ્યાં સુધી કોઈ ભલામણ ન કરે ત્યાં સુધી પરવાનગી આપવામાં આવતી ન હતી. જો તેમના અહીં (ભારતમાં) રહેતા કોઈ સબંધી કે ઓળખાણ ધરાવતા વ્યક્તિ તેમને સ્પોન્સર કરે તો જ તેમને આવવાની પરવાનગી મળી શકતી હતી. પરંતુ પાકિસ્તાનમાં હવે બહુ ઓછા હિંદુઓ રહી ગયા છે અને તેમાંથી પણ ઘણા એવા છે જેમના ભારતમાં કોઈ સબંધીઓ રહ્યા નથી. જેથી તેઓ આવી શકતા ન હતા. પરંતુ હવે સરકારે અસ્થિ વિસર્જન માટે આવવા માંગતા પાકિસ્તાની હિંદુઓને 10 દિવસના વિઝા આપવાનો નિર્ણય કર્યો છે. 

    વર્ષ 2011થી 2016 સુધીમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની અટારી-વાઘા બોર્ડર પરથી 295 હિંદુઓના અસ્થિ મોકલવામાં આવ્યા હતા. પરંતુ હવે પહેલી વખત એવું બનશે કે પાકિસ્તાની હિંદુ પરિવારો જાતે મૃત પરિજનોના અસ્થિ લઈને ભારત આવી શકશે અને હરિદ્વારમાં તેનું હિંદુ પરંપરા અને વિધિ અનુસાર વિસર્જન કરી શકશે. 

    હાલ કરાંચીના એક સ્થળે લગભગ 300 જેટલી અસ્થિઓ રાખવામાં આવી છે, જેનું હવે વિસર્જન કરી શકાશે.

    ઉલ્લેખનીય છે કે ભારતના બે ભાગલા પડ્યા અને પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું ત્યારે ત્યાં કુલ વસ્તીના 12.9 ટકા હિંદુઓ હતા. 2017માં આ આંકડો 2.14 સુધી આવી ગયો છે. જેમાં સૌથી વધુ હિંદુઓ સિંધ પ્રાંતમાં રહે છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં