Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસોમવારે જોધપુર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેતાં અસંખ્ય પાકિસ્તાની હિંદુઓ બેઘર બન્યાં,...

    સોમવારે જોધપુર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેતાં અસંખ્ય પાકિસ્તાની હિંદુઓ બેઘર બન્યાં, જાણીએ શું છે વિગતો

    જોધપુર ડેવલોપમેન્ટ ઓથોરીટીએ દબાણ વિરુદ્ધ ઝુંબેશ શરુ કરી છે અને આ ઝુંબેશ હેઠળ તેમણે 200 મકાનોને તોડી નાખ્યા છે જેમાં પાકિસ્તાનથી આવેલા આ હિંદુઓના ઘર પણ સામેલ છે.

    - Advertisement -

    સોમવાર એટલેકે 24 એપ્રિલે પાકિસ્તાનથી ભારત આવેલા અસંખ્ય હિંદુઓ બેઘર બની ગયા હતાં. રાજસ્થાનના જોધપુરમાં રહેતાં આ હિંદુ પરિવારના ઘરો જોધપુર ડેવલોપમેન્ટ ઓથોરીટી દ્વારા બુલડોઝરની મદદથી પાડી નાખવામાં આવ્યા હતાં. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોમાં જોઈ શકાય છે કે જોધપુરમાં રહેતાં પાકિસ્તાની હિંદુઓ કેવી રીતે પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે.

    આ વિડીયોમાં એક મહિલા તંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાંથી આઘાતમાં આવી જતાં બેભાન થઇ ગયેલી જોઈ શકાય છે. આ વિડીયોને રેકોર્ડ કરનાર વ્યક્તિ કહી રહ્યો છે કે, “આ જુઓ, તે બેભાન થઇ ગઈ છે. આજુબાજુ જરા જુઓ. આ આપણું ભારત છે. અમે ભારત આવ્યા હતાં. તેમણે અમારા ઘર પર બુલડોઝર ફેરવી દીધું છે. અમે પાકિસ્તાનમાં ઉત્પીડન સહન કરી રહ્યાં હતાં એટલે અમે ભારત આવ્યા અને હવે ભારતમાં પણ અમને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. આજુબાજુ જરા જુઓ, અમે મરી રહ્યા છીએ.” જ્યારે એક અન્ય વ્યક્તિ આ જગ્યાને ખાલી કરવા માટે બે દિવસનો સમય માંગી રહ્યો હોય એવું પણ સંભળાઈ રહ્યું છે. તંત્રના અધિકારીઓ સાથે પોલીસ પણ મોટી સંખ્યામાં આ સમયે હાજર હતી. આ વિડીયોમાં બુલડોઝર પણ જોવામાં આવી રહ્યું છે.

    જ્યારે બીજી તરફ તંત્રનો દાવો છે કે જોધપુરમાં રહેતાં પાકિસ્તાની હિંદુઓ દ્વારા સરકારી જમીન પણ દબાણ કરવામાં આવ્યું છે. PTIના અહેવાલ અનુસાર જોધપુર ડેવલોપમેન્ટ ઓથોરીટીએ દબાણ વિરુદ્ધ ઝુંબેશ શરુ કરી છે અને આ ઝુંબેશ હેઠળ તેમણે 200 મકાનોને તોડી નાખ્યા છે જેમાં પાકિસ્તાનથી આવેલા આ હિંદુઓના ઘર પણ સામેલ છે. તો તંત્રના આ દાવાથી વિરુદ્ધ પાકિસ્તાની હિંદુઓએ આરોપ લગાવ્યો છે કે તેમણે આ જમીન ભૂમાફિયાઓ પાસેથી રૂપિયા 70,000 થી લઈને રૂપિયા 2 લાખ સુધી ચૂકવીને ખરીદી છે. એવું પણ જાણવા મળ્યું છે કે આ ઝુંબેશથી ગુસ્સે થઈને આ વિસ્થાપિતોએ પોતાનું ઘર તોડવા આવેલી સરકારી અધિકારીઓની ટીમ પર કથિતરૂપે પથ્થરમારો પણ કર્યો હતો.

    - Advertisement -

    બુલડોઝરના ડ્રાઈવર અને જોધપુર ડેવલોપમેન્ટ ઓથોરીટીના એક કર્મચારીને આ દરમ્યાન સામાન્ય ઈજાઓ થઇ હતી. હવે આ મામલે બે ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં