રાષ્ટ્રીય બાબતો હોય કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો મજબૂત પક્ષ મૂકવાની વાત હોય, વિદેશ મંત્રી એસ જયશંકર તેમના બેબાક અને કડક વલણ માટે જાણીતા છે. હાલ ભારત ડિસેમ્બર મહિના માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા કરી રહ્યું છે. દરમિયાન, UN પહોંચેલા વિદેશમંત્રીએ પાકિસ્તાન-ચીન જેવા દેશોને તેમના નાપાક પગલાં માટે ઠપકો પણ આપ્યો હતો.
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનનો ઉધડો લીધો હતો. તેમણે પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ખારને બોલતી બંધ કરવાની સાથે જ પાકિસ્તાની આતંકવાદનો પર્દાફાશ કરીને તેમો વાસ્તવિક ચહેરો દુનિયા સામે ઉઘાડો પાડયો હતો. ભારત દ્વારા ઉધડો લેવાયા બાદ સત્ય ન પચતાં ન્યુયોર્ક ખાતે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી ઉકળી ઉઠયા હતા અને આરોપોનો જવાબ આપવાને બદલે તેમણે ગુજરાત રમખાણોને લઈને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અંગત પ્રહારો કર્યા હતા.
એસ. જયશંકર પર પ્રહાર કરતા ભુટ્ટોએ કહ્યું કે, “મોદી વડાપ્રધાન બન્યા તે પહેલાં અમેરિકાએ તેમના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.” પીએમ મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકર પર આરોપ લગાવતા ભુટ્ટોએ કહ્યું કે, “તેઓ બંને ભારતના નથી, તેઓ આરએસએસના વડાપ્રધાન અને વિદેશ પ્રધાન છે. ભારત સરકાર ગાંધીની વિચારધારામાં વિશ્વાસ કરવાને બદલે તેમના હત્યારાના સિદ્ધાંતોમાં વિશ્વાસ કરે છે. ભારત સરકાર હિટલરથી પ્રભાવિત છે.”
Pakistan’s foreign minister’s unexpected reaction to the Indian External Affairs minister’s remarks
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) December 15, 2022
“I want to tell India that Osama bin Laden has been killed while the butcher of Gujarat is still alive & he is the PM of India”Says Foreign Minister of Pakistan @BBhuttoZardari pic.twitter.com/HBmhCNN9yO
પાકિસ્તાનમાં વધતા આતંકવાદી હુમલાઓ માટે ભારતને જવાબદાર ઠેરવતા બિલાવલે કહ્યું કે પાકિસ્તાનમાં આતંકવાદને પાડોશી દેશ તરફથી સમર્થન મળી રહ્યું છે અને બહારના તત્વો બલૂચિસ્તાનમાં અસ્થિરતા પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
UNમાં વિદેશ મંત્રીએ પાકિસ્તાની રિપોર્ટરની બોલતી બંધ કરી હતી
બિલાવલના ઉકળાટનું કારણ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર છે. તાજેતરમાં UNSCની બેઠક દરમિયાન એક પાકિસ્તાની પત્રકારે પૂછ્યું કે દિલ્હી, કાબુલ અને પાકિસ્તાનમાં ક્યાં સુધી આતંકવાદ રહેશે? દેખીતી રીતે દિલ્હીનું નામ મોખરે રાખીને તે પત્રકાર ભારતને આતંકવાદ માટે જવાબદાર ઠેરવવા માંગતો હતો પરંતુ વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા મળેલા જવાબથી ત્યાં હાજર લોકોમાં સોંપો પડી ગયો હતો. તેમણે તરત જ જવાબ આપ્યો કે તમે આ સવાલ ખોટા મંત્રીને કરી રહ્યા છો. આ તો પાકિસ્તાનના મંત્રી જ જવાબ આપી શકશે કે પાકિસ્તાન ક્યાં સુધી આતંકવાદ ફેલાવતું રહેશે.
Pakistan reporter: How long South Asia will see terrorism from New Delhi, Kabul, Pakistan, how long they will be at war
— Sidhant Sibal (@sidhant) December 15, 2022
India’s EAM Jaishankar: You are asking the wrong minister..It is the minister of Pakistan who will tell you how long Pak intends to practice terrorism
Watch: pic.twitter.com/yrwyd3nS1P
એસ જયશંકરે ફરી પાકિસ્તાનને લગાવી લપડાક
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ એટલે કે UNSCની બેઠકમાં સતત ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે 24 જ કલાકમાં બીજી વાર પાકિસ્તાનને આડે હાથ લીધું છે. તેમણે મુંબઈ હુમલો અને ન્યૂયોર્કમાં થયેલા હુમલાનો ઉલ્લેખ કરીને કહ્યું કે આ બંનેમાં પાકિસ્તાનનું જ સીધું કનેક્શન છે. તેમણે તેમ પણ કહ્યું કે આપણે ફરી 26/11 કે 9/11 થવા દઈ શકીએ નહીં. આતંકવાદનો મુદ્દો સતત ગંભીર થઈ રહ્યો છે. નોંધનીય છે કે આ બેઠકને મુંબઈ હુમલાના પ્રત્યદર્શી બહાદુર નર્સ અંજલિએ પણ સંબોધન કર્યું હતું.