Saturday, May 4, 2024
More
    હોમપેજદુનિયાપાકિસ્તાનની ટેક્સી અને ડિલિવરી એપ BYKEA થઈ હેક: યુઝર્સને મળ્યા ગાળો વાળા...

    પાકિસ્તાનની ટેક્સી અને ડિલિવરી એપ BYKEA થઈ હેક: યુઝર્સને મળ્યા ગાળો વાળા મેસેજ, PKMKB વાળા સંદેશા બાદ કંપનીએ માંગી માફી

    પાકિસ્તાનની એપ BYKEA હેક થયા બાદ એક યુઝરને લાગ્યું તેણે ખોટી એપ ડાઉનલોડ કરી લીધી છે. તો બીજી તરફ કેટલાક વપરાશકર્તાઓનું કહેવું હતું કે પાકિસ્તાનની એપ BYKEA હેક નથી થઈ વાસ્તવમાં તે કંપની પોતાનું માર્કેટિંગ કરી રહી છે.

    - Advertisement -

    પાકિસ્તાનની ટેક્સી અને ડિલિવરી સર્વિસ આપતી એપ BYKEA હેક થઈ ગઈ છે. લોકોએ જયારે એપ પર લોગ-ઇન કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમને ગાળો ભરેલા મેસેજીસ જોવા મળ્યા. અનેક યુઝર્સે આ મેસેજીસને લઈને બાઈકાને ફરિયાદ કરી છે, જે બાદ કંપનીએ માફી માંગતા ખુલાસો આપ્યો હતો કે તેમની એપ હેક થઇ ગઈ છે.

    વાસ્તવમાં મંગળવારે (13 જુન 2023) બાઈકા (Bykea Hack) ના વપરાશકર્તાઓને ઓટોમેટીક ગાળો ભાંડતા સંદેશાઓ મળવાના શરુ થઇ ગયા હતા. આ મેસેજીસમાં યુઝર્સથી માંડીને પાકિસ્તાનને ગાળો ભાંડવામાં આવી હતી. અનેક યુઝર્સે આ હેકિંગ માટે ભારતને જવાબદાર ઠેરવવાનું શરુ કરી દીધું હતું.

    પાકિસ્તાનની એપ BYKEA હેક થયા બાદ એક યુઝરને લાગ્યું તેણે ખોટી એપ ડાઉનલોડ કરી લીધી છે.

    - Advertisement -

    તો બીજી તરફ કેટલાક વપરાશકર્તાઓનું કહેવું હતું કે પાકિસ્તાનની એપ BYKEA હેક નથી થઈ વાસ્તવમાં તે કંપની પોતાનું માર્કેટિંગ કરી રહી છે.

    એક વપરાશકર્તાએ અન્ય લોકોને બાયકા એપ ડીલીટ કરી દેવાની સલાહ આપી છે. તેને લખ્યું, “બાઈકા હેક થઇ ગયું છે, મારી સલાહ છે કે આપ તેને ડીલીટ કરી ડો અને તેમાંથી પોતાના ક્રેડીટ અને ડેબીટ કાર્ડની જાણકારી પણ હટાવી દો. તે ફોનની ગેલેરી અને મોબાઈલ નંબર પણ એક્સેસ કરી શકે છે. તે સુરક્ષિત નથી.”

    વપરાશકર્તાને મળ્યા ગાળો ભાંડતા મેસેજ

    પાકિસ્તાનની એપ BYKEA હેક થયા બાદ યુઝર્સ મીમ્સ શેર કરી રહ્યા છે:

    જોકે બાદમાં બાઈકાએ પોતાના વપરાશકર્તાઓને એક મેસેજ કરીને માફી માંગી છે. આ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, “બાઈકા દ્વારા મોકલવામાં આવેલા અનુચિત મેસેજ માટે અમે માફી માંગી રહ્યા છીએ. અમે તે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે એપને કોઈ અન્ય વ્યક્તિ દ્વારા સંચાલિત કરવામાં આવી રહી હતી. હવે તે ઠીક થઇ ચુક્યું છે અને સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.” જોકે વપરાશકર્તાઓને મોકવામાં આવેલા મેસેજમાં પાકિસ્તાનને ગાળો ભાંડવામાં આવી રહી હતી, જેથી બાઈકાએ પોતાના બચાવમાં આ મેસેજને ‘પાકિસ્તાન જિંદાબાદ’ લખીને બદલી નાંખ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં