Tuesday, November 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘બહુ તકલીફમાં છું’: પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર હોસ્પિટલમાં દાખલ, કહ્યું- મારા માટે...

    ‘બહુ તકલીફમાં છું’: પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર હોસ્પિટલમાં દાખલ, કહ્યું- મારા માટે દુઆ કરો

    પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તરે ઓસ્ટ્રેલિયામાં બંને ઘૂંટણમાં સર્જરી કરાવી છે.

    - Advertisement -

    પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર હાલ ઓસ્ટ્રેલિયામાં છે અને હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. અખ્તરે એક વિડીયો પણ શેર કર્યો છે અને ચાહકોને તેમના માટે દુઆ કરવા માટે કહ્યું છે. શોએબ અખ્તરે આ વિડીયો ઇન્સ્ટાગ્રામના માધ્યમથી શૅર કર્યો હતો. 

    શોએબ અખ્તરે ઓસ્ટ્રેલિયાના મેલ્બર્નમાં એક હોસ્પિટલમાં બંને ઘૂંટણની સર્જરી કરાવી છે. સર્જરી બાદ એક વિડીયો શૅર કર્યો હતો, જે મારફતે આ જાણકારી આપી હતી. સાથે પોતે ખૂબ તકલીફમાં હોવાનું કહીને ચાહકોને દુઆ કરવા માટે કહ્યું હતું.

    46 વર્ષીય પાકિસ્તાની ક્રિકેટરે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક વિડીયો શૅર કર્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, તેમણે બંને ઘૂંટણની સર્જરી કરાવી છે. તેમજ આશા વ્યક્ત કરી હતી કે આ તેમની અંતિમ સર્જરી હોય.  સર્જરી પાંચથી છ કલાક સુધી ચાલી હોવાનું પણ જણાવ્યું હતું. 

    - Advertisement -

    શોએબ અખ્તરે કહ્યું કે, “નિવૃત્તિના 11 વર્ષ બાદ પણ તકલીફમાં છું. હજુ ચારથી પાંચ વર્ષ રમી શક્યો હોત. પરંતુ મને ખબર હતી કે આમ કરીશ તો વ્હીલ ચેર પર આવી જઈશ. જ્યારે તમે ફાસ્ટ બોલિંગ કરો છો ત્યારે આવું થાય છે, તમારે હાડકાં ગુમાવવાં પડે છે.”

    ઉલ્લેખનીય છે કે શોએબ અખ્તર અગાઉ પણ અનેક વખત ઘૂંટણમાં દુઃખાવાની ફરિયાદ કરી ચૂક્યા હતા. તેમને ઘણા સમયથી ઘૂંટણની તકલીફ હોવાનું કહેવાય છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધા બાદ તેઓ કોમેન્ટ્રી અને યુ-ટ્યુબ ચેનલ પર ઘણા એક્ટિવ જોવા મળે છે. 

    પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તરે 46 ટેસ્ટ મેચમાં 178 વિકેટ લીધી હતી, જ્યારે 163 વનડેમાં 247 વિકેટ લીધી. તેઓ 15 ટી-20 ઇન્ટરનેશનલ પણ રમ્યા છે, જેમાં 19 વિકેટ લીધી હતી. 

    શોએબ અખ્તરે આ પહેલાં પણ ઓસ્ટ્રેલિયાથી એક વિડીયો શૅર કર્યો હતો. જેમાં તેમણે ચાહકોને જણાવ્યું હતું કે, તેઓ સર્જરી કરાવવા માટે ઓસ્ટ્રેલિયા આવ્યા છે. વિડીયો શૅર કરતાં અખ્તરે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘ઓસ્ટ્રેલિયાની આ ખૂબસૂરત સવાર. થોડા જ દિવસમાં છરી નીચે જવા માટે તૈયાર છું. હાલ સિડનીમાં સમય પસાર કરી રહ્યો છું. ઓસ્ટ્રેલિયામાં અગાઉ પણ ઘણો સારો સમય પસાર કર્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં