Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ300 કરોડનું 40 કિલો ડ્રગ્સ, મોટા પ્રમાણમાં હથિયારો: ગુજરાતના દરિયાકાંઠેથી પકડાઈ પાકિસ્તાની...

    300 કરોડનું 40 કિલો ડ્રગ્સ, મોટા પ્રમાણમાં હથિયારો: ગુજરાતના દરિયાકાંઠેથી પકડાઈ પાકિસ્તાની બોટ, 10ની ધરપકડ

    છેલ્લા દોઢ વર્ષમાં ગુજરાતમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ્સ અને ગુજરાત ATSનું આ સાતમું જોઈન્ટ ઓપરેશન છે.

    - Advertisement -

    ગુજરાતના દરિયા કાંઠેથી સોમવારે એક પાકિસ્તાની બોટ પકડાઈ હતી, જેમાં ડ્રગ્સ અને હથિયારો મળી આવ્યાં છે. આ બોટ સાથે 10 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. કાર્યવાહી દરમિયાન 300 કરોડનું 40 કિલો નાર્કોટિક્સ ઉપરાંત હથિયારો પકડાયા હતા. 

    કાર્યવાહી ઓખાના દરિયાકાંઠે કરવામાં આવી હતી. જેને ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડે સંયુક્ત રીતે અંજામ આપ્યો હતો. ઇન્ડિયન કોસ્ટગાર્ડે જણાવ્યું કે, ગુજરાત ATSના સ્પેશિયલ ઇનપુટ્સના આધારે તેમણે એક ફાસ્ટ પેટ્રોલ શિપને ગત 25-26 ડિસેમ્બરની રાત્રે ઇન્ટરનેશનલ મેરિટાઇમ બોર્ડર લાઈન પાસે તહેનાત કરી હતી. 

    દરમિયાન, સોમવારે વહેલી સવારે પાકિસ્તાની ફિશિંગ બોટ ‘અલ સોહેલી’ ભારતીય જળસીમામાં ફરી જોવા મળી હતી. કોસ્ટ ગાર્ડે પરત વળી જવાનું કહેતાં બોટે શંકાસ્પદ ગતિવિધિઓ શરૂ કરી દીધી હતી અને હવામાં ગોળીબાર થયા પછી પણ તેઓ અટક્યા નહીં.

    - Advertisement -

    ત્યારબાદ કોસ્ટગાર્ડે પાકિસ્તાની બોટ પકડી પાડી હતી અને તમામ લોકોને હિરાસતમાં લઇ લીધા હતા. જાણવા મળ્યું છે કે તેમની પાસેથી હથિયારો, કારતૂસો ઉપરાંત 300 કરોડની કિંમતનું 40 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું. 

    તમામ 10 ક્રૂ મેમ્બર્સ અને બોટને ઓખા બંદરે લાવવામાં આવ્યા હતા અને આરોપીઓને પૂછપરછ માટે લઇ જવામાં આવ્યા હતા. 

    રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા દોઢ વર્ષમાં ગુજરાતમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ્સ અને ગુજરાત ATSનું આ સાતમું જોઈન્ટ ઓપરેશન છે. આ સમય દરમિયાન સુરક્ષાબળોએ 1930 કરોડની કિંમતનું 346 કિલો હેરોઈન અને 44 પાકિસ્તાનીઓ તથા 7 ઈરાની લોકોની ધરપકડ કરી લીધી હતી. 

    અગાઉ પણ પકડાયું હતું ડ્રગ્સ, ભારતીય જળસીમાને ડ્રગ્સ-હથિયારોને સ્મગલિંગ માટે વાપરતા રહ્યા છે પાકિસ્તાનીઓ 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ પશ્ચિમ ગુજરાતના દરિયાકાંઠેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાતું રહ્યું છે. ઓખા, મુન્દ્રા વગેરે બંદરો ઉપર પાકિસ્તાન, ઈરાન અને અફઘાનિસ્તાન જેવા દેશોમાંથી આવતા કન્ટેનરો પકડાતાં રહ્યાં છે. અગાઉ સપ્ટેમ્બર 2021માં મુન્દ્રામાંથી 21 હજાર કરોડનું 3 હજાર કિલો ડ્રગ્સ પકડાયું હતું. 

    પાકિસ્તાનીઓ ભારતીય જળસીમાનો ઉપયોગ ભારતમાં ડ્રગ્સ અને હથિયારોને ઘૂસાડવા માટે કરતા આવ્યા છે અને અનેક વખત આવા ગેરકાયદેસર ઘૂસી આવેલા પાકિસ્તાનીઓની ધરપકડ પણ કરવામાં આવી ચૂકી છે. મુંબઈના કુખ્યાત 26/11ના હુમલાના અજમલ કસાબ સહિતના તમામ 10 આતંકવાદીઓ પણ જળમાર્ગે જ ભારતમાં ઘૂસી આવ્યા હતા અને શહેરમાં આતંક મચાવ્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં