આમ આદમી પાર્ટી જ્યાં સત્તા ચલાવે છે તે પંજાબની કોલેજમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગતા વિદ્યાર્થીઓના બે જુથ વચ્ચે અથડામણ થઇ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે, આ હોબાળા પાછળનું કારણ ગઈકાલે T20 વર્લ્ડ કપની ફાઈનલમાં થયેલી પાકિસ્તાનની હાર હોવાનું માનવામાં આવી રહ્યું છે, પાકિસ્તાનની હારથી કેટલાક કાશ્મીરી વિદ્યાર્થીઓએ ઉશ્કેરાઈને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવીને હિંદુ વિદ્યાર્થીઓ ઉપર પત્થરમારો કરતાં મામલો વણસ્યો હતો.
અહેવાલો અનુસાર AAPનાં મુખ્યમંત્રી ભગવંત માન શાસિત પંજાબની કોલેજમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગવાની આ ઘટનાં ફિરોઝપુર રોડ સ્થિત લાલા લજપત રાય ગ્રુપ ઓફ ઈન્સ્ટિટ્યૂટ કોલેજની છે. કોલેજની હોસ્ટેલમાં 60-70 વિદ્યાર્થીઓ T20 વર્લ્ડ કપની મેચ જોવા માટે એકઠા થયા હતા. દરમિયાન પાકિસ્તાન હારી જતાં અને ઈંગ્લેન્ડે ટ્રોફી જીતતાની સાથે જ કાશ્મીરી વિદ્યાર્થીઓએ પાકિસ્તાન તરફી નારા લગાવીને ભારત વિરોધી સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. તેમની આ કરતુતનો ત્યાં હાજર બિહારના કેટલાક વિદ્યાર્થીઓએ વિરોધ કરતા કાશ્મીરી મુસ્લિમ વિદ્યાર્થીઓએ તેમની સાથે મારામારી શરુ કરી દીધી હતી.
Two groups of students clashed during the T20 World Cup final between Pakistan and England at the Polytechnic College in #Moga district of Punjab. After the scuffle, they threw bricks and stones on each other. Several students have been injured. pic.twitter.com/wlxMlZjaNk
— Nikhil Choudhary (@NikhilCh_) November 13, 2022
હિંદુ વિદ્યાર્થીઓપર પત્થર ઇંટ વરસાવ્યા
મામલો એ હદ સુધી વધી ગયો કે મુસ્લિમ વિદ્યાર્થીઓએ હિંદુ વિદ્યાર્થીઓ પર હોસ્ટેલ પરિસરમાં પડેલી ઇંટો અને પત્થરોના છુટ્ટા ઘા કર્યા હતા. કાશ્મીરી વિદ્યાર્થીઓએ પાકિસ્તાન તરફી નારા લગાવતા ઉગ્ર હુમલો કર્યો હતો. આ દરમિયાન 3 વિદ્યાર્થીઓ ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.
ENG vs PAK: पंजाब के कॉलेज में लगे ‘पाकिस्तान जिंदाबाद’ के नारे, कश्मीर के छात्रों ने की पत्थरबाजी#Punjabhttps://t.co/RujunxjICT
— TV9 Bharatvarsh (@TV9Bharatvarsh) November 13, 2022
મુસ્લિમ વિદ્યાર્થીઓએ હોસ્ટેલના વોર્ડન સાથે પણ ઝપાઝપી કરી
અહેવાલો અનુસાર હોબાળો થતાની સાથેજ હોસ્ટેલના વોર્ડન વિજય ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે મુસ્લિમ વિદ્યાર્થીઓને શાંત કરવાની કોશિશ કરતા કાશ્મીરી વિદ્યાર્થીઓએ તેમને ઘેરી લીધા હતા અને વિજય સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા, આ દરમિયાન મહા મુશ્કેલીએ તેઓ ત્યાંથી નીકળવામાં સફળ થયા હતા અને ઘટનાની પોલીસને જાણ કરી હતી.
पंजाब के मोगा के कॉलेज में लगे पाकिस्तान जिंदाबाद और भारत मुर्दाबाद के नारे… कश्मीरी छात्रों ने किया दुसरे छात्रों पर किया हमला@CMOPb @PunjabPoliceInd https://t.co/eMXKrzECNZ
— Sudarshan News (@SudarshanNewsTV) November 13, 2022
પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી
વોર્ડન વિજયે પોલીસને જાણ કરતા પંજાબ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે ઉગ્ર બનેલા વિદ્યાર્થીઓના ટોળાને વિખેરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ દરમીયાન પોલીસે વિડીયો બનાવી રહેલા વિદ્યાર્થીઓ પર પણ લાઠીઓ વરસાવી હતી. જોકે હજુસુધી પોલીસે કોઈની સામે ફરિયાદ દાખલ નથી કરી, પરંતુ આ ઘટનામાં વિદ્યાર્થીઓના ટોળાએ હોસ્ટેલમાં મોટાપાયે નુકસાન પહોંચાડ્યું હતું.