Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆગ હી આગ: ઇમરાનખાનની ‘આઝાદી માર્ચ’થી પાકિસ્તાનમાં હિંસાચાર, ઇસ્લામાબાદમાં મેટ્રો સ્ટેશન ફૂંકી...

    આગ હી આગ: ઇમરાનખાનની ‘આઝાદી માર્ચ’થી પાકિસ્તાનમાં હિંસાચાર, ઇસ્લામાબાદમાં મેટ્રો સ્ટેશન ફૂંકી માર્યું

    સત્તા ગુમાવ્યા બાદ ઇમરાન ખાન સમર્થકો હવે રસ્તા પર આવી ગયા છે અને દેશમાં મોટા શહેરો જેમાં પાટનગર ઇસ્લામાબાદ પણ સામેલ છે તેમાં ખૂબ હિંસા થઇ છે.

    - Advertisement -

    પાકિસ્તાન ગૃહયુદ્ધના કિનારે આવી ગયું હોય એવું દેખાઈ રહ્યું છે. પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ‘આઝાદી માર્ચ’ને લીધે દેશમાં હિંસાચાર ફેલાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઈમરાનના સમર્થકો દ્વારા ઇસ્લામાબાદ મેટ્રો સ્ટેશનને પણ ફૂંકી માર્યું છે. કેટલાક અન્ય શહેરોમાં પણ હિંસા અને તોડફોડની સૂચના મળી રહી છે, તો આ તમામ જગ્યાએ પાકિસ્તાની સેનાની તૈનાતી પણ સામે આવી રહી છે.

    મિડિયા રિપોર્ટ્સ અનુસાર હજારો વાહનોની સાથે ઇમરાન ખાન પોતાના કાફલા સાથે ઇસ્લામાબાદ પહોંચી ગયા છે. આ ઘટનાક્રમને કારણે પાકિસ્તાનના આ પાટનગરમાં જામ જેવી સ્થિતિ ઉભી થઇ જઈ છે. આ કાફલાને રોકવા માટે પોલીસ અને સેનાએ શહેરની બહાર પણ ઘણા પ્રયાસ કર્યા પરંતુ તે પૂરતા રહ્યા ન હતા. ઈમરાનના સમર્થકો ઇસ્લામાબાદમાં પ્રવેશ્યા બાદ અહીં આગની જ્વાળાઓ દેખાઈ રહી છે. આ દરમ્યાન કરાંચી અને લાહોરમાં પણ હિંસા થઇ હોવાના સમાચારો સામે આવી રહ્યા છે. પોલીસે હિંસાને રોકવા માટે ટીયરગેસના શેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ પણ કર્યો હતો. તેના જવાબમાં પ્રદર્શનકારીઓએ પોલીસ પર વળતો પથ્થરમારો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

    હાલમાં પણ ઇમરાનનો કાફલો ઇસ્લામાબાદના D ચોક પર જમા છે. પાકિસ્તાનના આંતરિક મામલાઓના મંત્રી રાણા સનાઉલ્લાહ ખાન અનુસાર સુપ્રિમ કોર્ટ, રાષ્ટ્રપતિ ભવન, નેશનલ એસેમ્બલી બિલ્ડીંગ, પાકિસ્તાન ટીવી મુખ્યાલય, સચિવાલય અને મંત્રીઓના આવાસ જેવા VVIP વિસ્તારોને રેડ ઝોન જાહેર કરી દેવામાં આવ્યા છે અને પ્રદર્શનકારીઓને કોઇપણ સંજોગોમાં રેડ ઝોનમાં ન ઘુસવાની ચેતવણી આપી દેવામાં આવી છે. ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. ઈમરાનની પાર્ટીના ઘણા સભ્યોની પણ અટકાયત કરી દેવામાં આવી છે. હિંસાની ઘટનાઓમાં પ્રદર્શનકારીઓ તેમજ પોલીસ એમ બંને પક્ષે ઘણા લોકો ઘાયલ પણ થયા છે.

    - Advertisement -

    પાકિસ્તાની અખબાર ધ ડોન અનુસાર ઇમરાન ખાન અને તેમના સમર્થકોએ પોલીસની ચેતવણી બાદ પણ D ચોકથી હટવાની મનાઈ કરી દીધી છે. તેમણે ચૂંટણીની ઘોષણા ન થાય ત્યાં સુધી પ્રદર્શન ચાલુ રાખવાની જાહેરાત કરી છે. ઈમરાનની પાર્ટીએ પુરા પાકિસ્તાનને પોતાના પ્રદર્શનોમાં સામેલ થવાની અપીલ કરી છે. સ્ત્રીઓ અને બાળકોને રસ્તાઓ પર આવી જવાની અપીલ કરતા ઇમરાન ખાને તેને ‘અસલી આઝાદી’ની લડાઈ કહી છે. તો સનાઉલ્લાહ ખાને સુપ્રિમ કોર્ટના આદેશનો હવાલો આપતા વાર્તાલાપ માટે પ્રતિનિધિમંડળની ઘોષણા કરી છે અને જનતાને પડી રહેલી મુશ્કેલી માટે માફી પણ માંગી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં