Saturday, October 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’માં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા? ભાજપે પોસ્ટ કર્યો વિડીયો,...

    રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’માં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા? ભાજપે પોસ્ટ કર્યો વિડીયો, કોંગ્રેસે કાર્યવાહીની ધમકી આપી

    ભાજપ નેતા અમિત માલવિયાએ વિડીયો પોસ્ટ કરીને કોંગ્રેસ પાર્ટી પર સવાલ કર્યા, કહ્યું- પાર્ટીએ જ વિડીયો ટ્વિટ કરીને ડિલીટ કરી નાંખ્યો.

    - Advertisement -

    રાહુલ ગાંધી જ્યારથી ‘ભારત જોડો યાત્રા’ લઈને નીકળ્યા છે ત્યારથી તેઓ અને યાત્રા બંને કોઈકને કોઈક કારણોથી ચર્ચામાં રહે છે. આ યાત્રા મધ્ય પ્રદેશમાંથી પસાર થઇ રહી છે ત્યારે તેમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવવામાં આવ્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે. ભાજપ નેતા અમિત માલવિયાએ આ વિડીયો શૅર કર્યો હતો. 

    અમિત માલવિયાએ વિડીયો ટ્વિટ કરીને મધ્ય પ્રદેશના ખરગોનમાંથી પસાર થતી કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે, કોંગ્રેસે આ વિડીયો પોસ્ટ કર્યા બાદ ડિલીટ કરી દીધો હતો. જેનો સ્ક્રીનશોટ પણ તેમણે સાથે જોડ્યો હતો. 

    અમિત માલવિયાએ પોસ્ટ કરેલા 21 સેકન્ડ વિડીયોમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ નેતા કમલનાથ અન્ય કાર્યકર્તાઓ-નેતાઓ સાથે ચાલતા જોવા મળે છે. વિડીયોમાં અંતે કોઈ ‘પાકિસ્તાન ઝિંદાબાદ..’ બોલતું પણ સાંભળવા મળે છે. 

    - Advertisement -

    આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ભારત જોડો યાત્રામાં પાકિસ્તાનના નારા લાગવા, આ ભારત જોડવું છે કે ભારત તોડનારાઓને એકસાથે જોડવા માટે કરવામાં આવી રહ્યું છે. પહેલાં પણ ભારત તોડ્યું છે, હવે ફરી ભારત તોડવાનો ઈરાદો છે? 

    તેમણે ઉમેર્યું કે, પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનારાઓને છોડવામાં આવશે નહીં અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 

    બીજી તરફ, કોંગ્રેસ તરફથી કોમ્યુનિકેશન ઇન્ચાર્જ જયરામ રમેશે આ વિડીયો એડિટ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમણે આરોપ ભાજપ પર લગાવીને કહ્યું કે, તેમની ‘અત્યંત સફળ’ થયેલી ભારત જોડો યાત્રાના અપમાન માટે આમ કરવામાં આવી રહ્યું છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, તેઓ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા માટે જરૂરી પગલાં લઇ રહ્યા છે. જોકે, કોંગ્રેસ નેતાએ આ સાથે કોઈ અન્ય વિડીયો શૅર કર્યો ન હતો. 

    ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી સાથે ‘ભારત જોડો યાત્રા’માં તેમનાં બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા પણ જોડાયાં છે. આ સાથે પ્રિયંકાના પતિ રોબર્ટ અને પુત્ર રેહાન પણ યાત્રામાં જોવા મળ્યા હતા. ભારત જોડો યાત્રા હાલ મધ્ય પ્રદેશમાંથી પસાર થઇ રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં