Saturday, April 13, 2024
More
  હોમપેજદેશ‘તેઓ PM મોદી જેવા નેતા ઇચ્છે છે’: પાકિસ્તાનથી પરત ફરેલી અંજુએ જણાવી...

  ‘તેઓ PM મોદી જેવા નેતા ઇચ્છે છે’: પાકિસ્તાનથી પરત ફરેલી અંજુએ જણાવી ત્યાંના લોકોની આપવીતી, કહ્યું- પડોશી દેશની સ્થિતિ સુધારવા એક મોદી જરૂરી

  તેઓ ભારતને મોટો ભાઈ અને પોતાને નાનો ભાઈ ગણાવે છે. ત્યાં રહેતા લોકો ભારતની ખુબ પ્રશંસા કરે છે અને ઈચ્છે છે કે પોતાના દેશમાં પણ ભારત જેવી પ્રગતિ થાય.

  - Advertisement -

  પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર બાદ સૌથી ચર્ચિત કિસ્સો હતો રાજસ્થાનથી પાકિસ્તાન ગયેલી અંજુનો. પોતાના પાકિસ્તાન સ્થિત પ્રેમીને મળવા અંજુ કોઈને કહ્યા વગર સીધા પાકિસ્તાન પહોંચી ગઈ હતી. હવે કેટલોક સમય ત્યાં રહ્યા બાદ તે ભારત પરત ફરી છે. જોકે, અંજુના પતિએ તેને સ્વીકારવાની ના કહી દીધી છે. ત્યારે તેણે હવે પાકિસ્તાન વિશેના પોતાના અનુભવો એક ન્યુઝ મીડિયા સાથેના ઈન્ટરવ્યુમાં જણાવ્યા હતા જેમાં તેણે કહ્યું કે, પાકિસ્તાનની પ્રજા પણ PM મોદી જેવા નેતા ઈચ્છે છે.

  ZEE NEWS મીડિયા સાથેની વાતચીત દરમિયાન અંજુએ પાકિસ્તાનમાં રહેવા અંગેના પોતાના અનુભવો વિશે વાત કરી હતી. આ દરમિયાન જયારે અંજુને ભારતના વડાપ્રધાન મોદી અને પાકિસ્તાનના લોકો વિશે પૂછવામાં આવે છે ત્યારે તે જણાવે છે કે, પાકિસ્તાનના લોકોમાં ભારત અને PM મોદી વિશે વાતો થાય છે. અંજુએ કહ્યું કે, ત્યાંના લોકો પ્રધાનમંત્રી મોદીને ખુબ પસંદ કરે છે અને ઈચ્છે છે કે પાકિસ્તાનમાં પણ તેમના જેવા નેતા આવે તો દેશની સ્થિત ભારત જેટલી નહિ પરંતુ થોડી તો સુધરી જ શકે છે.

  અંજુએ પોતાનો અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું કે, જયારે તે પાકિસ્તાનમાં રહેતા લોકોને પૂછતી કે પાકિસ્તાનમાં શું થવું જોઈએ?, ત્યારે ત્યાંના લોકો જણાવતા કે PM મોદી જેવા કોઈ સારા નેતા પાકિસ્તાનમાં આવે તો પાકિસ્તાનની હાલત પણ સુધરી શકે છે. તેઓ ભારતને મોટો ભાઈ અને પોતાને નાનો ભાઈ ગણાવે છે. ત્યાં રહેતા લોકો ભારતની ખુબ પ્રશંસા કરે છે અને ઈચ્છે છે કે પોતાના દેશમાં પણ ભારત જેવી પ્રગતિ થાય.

  - Advertisement -

  મીડિયા દ્વારા જયારે અંજુને પૂછવામાં આવ્યું કે, શું હવે નસરુલ્લાહ ભારત આવીને રહેશે? ત્યારે તેણે જણાવ્યું કે, “મારા પાકિસ્તાન પહોંચવાથી નસરુલ્લાહ પણ ઘણા હેરાન થયા હતા. તેમણે મને પાકિસ્તાન દેખાડ્યું, હવે હું તેમને ભારતનો પ્રવાસ કરાવીશ. નિકાહ પછી તેઓ મારા શૌહર છે. એટલે પહેલાં હું ભારતમાં મારી બાકીની કાનૂની પ્રક્રિયા પુરી કરીશ અને પછી તેમને સ્પોન્સર કરીશ.”

  ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન ગયા પહેલાં અંજુ તેના પતિ અને 2 બાળકો સાથે રાજસ્થાનમાં રહેતી હતી અને સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાનમાં રહેતા નસરુલ્લાહના સંપર્કમાં આવી હતી. એક દિવસ બહાર જવાનું બહાનું બનાવી કોઈને જાણ કર્યા વગર વિઝા લઈને અંજુ સીધી પાકિસ્તાન ચાલી ગઈ હતી. જ્યાં તેણે નસરુલ્લાહ સાથે નિકાહ કરી લીધા હતા. જે પછી આ ઘટનાની ચર્ચા સમગ્ર દેશમાં થવા પામી હતી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં