Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાનના પૂર્વમંત્રી શેખ રશિદે રેલીના મંચ પર જ સાથી નેતાને ચુંબન કરવાનું...

    પાકિસ્તાનના પૂર્વમંત્રી શેખ રશિદે રેલીના મંચ પર જ સાથી નેતાને ચુંબન કરવાનું શરૂ કરી દીધું, નેતાની છુટવા માટે જહેમત: ઈમરાનના આંખ આડા કાન

    પાકિસ્તાનના પૂર્વ આંતરિક સુરક્ષા મંત્રી શેખ રશીદ જાહેરમાં જ પોતાની પાર્ટીના એક સભ્યને ચુંબન ચોડતાં જોવા મળ્યા હતા. આ ઘટના સમયનો વિડીયો વાયરલ થયો છે જેમાં રશીદની બાજુમાં ઇમરાન ખાન પણ જોવા મળે છે.

    - Advertisement -

    પાકિસ્તાનના પૂર્વમંત્રી શેખ રશિદે એક એવું કામ કર્યું કે બધા ક્ષોભમાં મૂકાઈ ગયા. શેખ રશિદ પાકિસ્તાનમાં ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના નેતા છે અને ઈમરાન સરકાર દરમિયાન દેશના ગૃહમંત્રી પણ હતા. તેઓ તેમના ભારત વિરોધી નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહ્યા છે. તાજેતરનો આ મામલો પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો છે, જ્યાં એક રેલી દરમિયાન શેખ રશિદે પોતાની જ પાર્ટીના એક નેતાને બળજબરીથી પકડીને ચુંબન કર્યા હતા. આ દરમિયાન તે નેતા પોતાને રશીદની પકડમાંથી છોડાવવાનો પ્રયાસ કરતો રહ્યો, પણ પાકિસ્તાનના પૂર્વમંત્રી શેખ રશિદે તેની ઉપર ચુમ્બનોનો વરસાદ વરસાવવાનો ચાલુ રાખ્યો હતો.

    મીડિયા રિપોર્ટ અનુસાર , પીટીઆઈની આ રેલી પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કાહુટામાં આયોજિત કરવામાં આવી હતી. જેમાં ઈમરાન ખાન સહિત પીટીઆઈના તમામ મોટા નેતાઓએ ભાગ લીધો હતો. મંચ પર નેતાઓના ભાષણ દરમિયાન શાહબાઝ ગિલ પાછળથી શેખ રશિદને મળવા આવ્યા અને તેમના કાનમાં કંઈક કહ્યું હતું. પછી તો શું, મોકો જોઈને શેખ રશીદે શાહબાઝને ચુંબન ચોડી દીધું. તેની આવી હરકતો જોઈને તેની બાજુમાં બેઠેલા અન્ય પીટીઆઈ નેતાઓ અવાચક થઈ ગયા, પરંતુ શેખ રશીદ જરા પણ અટક્યા નહીં. જોકે, શાહબાઝ ગિલ પોતે શરમાઈ ગયા હતા અને માથું પાછું ખેંચવા લાગ્યા હતા. આ દરમિયાન તે નેતા પોતાને રશીદની પકડમાંથી છોડાવવાનો પ્રયાસ કરતો રહ્યો, પણ પાકિસ્તાનના પૂર્વમંત્રી શેખ રશિદે તેની ઉપર ચુમ્બનોનો વરસાદ વરસાવવાનો ચાલુ રાખ્યો હતો. હાલમાં આ ઘટનાનો વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

    ઉલ્લેખનીય છે કે શાહબાઝ ગિલ ઈમરાન ખાનના રાજકીય સલાહકાર છે. જ્યારે શેખ રશિદે આ કૃત્ય કર્યું ત્યારે ઈમરાન ખાન તે દરમિયાન થોડા અંતરે બેઠા હતા. જો કે, તેમણે રશીદના આ કારસ્તાનની અવગણના કરીને આંખ આડા કાન કર્યા હતા.

    - Advertisement -

    કોણ છે શેખ રશિદ અહેમદ

    શેખ રશિદ અહેમદ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના વરિષ્ઠ નેતા છે. તેમણે 2020 થી 2022 સુધી પાકિસ્તાનના 38મા ગૃહ પ્રધાન તરીકે સેવા આપી હતી. ઈમરાન સરકારમાં ગૃહમંત્રી બનતા પહેલા તેઓ રેલવે મંત્રી હતા. શેખ રશીદે અવામી મુસ્લિમ લીગની સ્થાપના કરી, બાદમાં તેને પીટીઆઈ સાથે જોડી દીધી. શેખ રશિદ અહેમદે ગૃહમંત્રી પદ પર રહીને ભારત પર પરમાણુ બોમ્બથી હુમલો કરવાની ધમકી આપી હતી. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના વિરોધમાં તેમણે આ ધમકી આપી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં