Monday, October 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભિક્ષુક બન્યાં લુંટારા: પાકિસ્તાન લૂંટી રહ્યું છે ભારત દ્વારા અફઘાનિસ્તાન માટે મોકલાતી...

    ભિક્ષુક બન્યાં લુંટારા: પાકિસ્તાન લૂંટી રહ્યું છે ભારત દ્વારા અફઘાનિસ્તાન માટે મોકલાતી મદદ, મીડિયા રિપોર્ટ્સ દ્વારા ખુલાસો

    ભારતે અફઘાનિસ્તાન મોકલેલી માનવીય મદદની પણ હવે પાકિસ્તાનીઓ લુંટ મચાવી રહ્યા હોવાના સમાચાર ખુદ અફઘાન પ્રેસ કહી રહ્યું છે.

    - Advertisement -

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાન ઘણા સમયથી ભારત દ્વારા અફઘાનિસ્તાન મોકલવામાં આવતી માનવતાવાદી સહાયની લૂંટ અને દાણચોરી કરવામાં વ્યસ્ત છે. એકવાર અફઘાનિસ્તાન પહોંચી ગયા પછી, ઘઉંથી ભરેલી ટ્રકો પાકિસ્તાન પરત ફરી રહ્યા છે.

    31 મેના રોજ, તાલિબાન સુરક્ષા અધિકારીઓએ હેલમંડ પ્રાંતમાં પાકિસ્તાનમાં ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને ઘઉં વહન કરતી 50 ટ્રકોને અટકાવી હતી, ખામા પ્રેસે આ અંગેનો એક અહેવાલ આપ્યો હતો. હેલમંડ પ્રાંતમાં તાલિબાનના માહિતી અને સંસ્કૃતિ નિર્દેશક હાફિઝ રશીદ હેલમંડીએ જણાવ્યું હતું કે, 30 મેના રોજ, હેરાત-કંદહાર હાઈવે પર ઘઉં વહન કરતી અન્ય ટ્રકો પણ પકડાઈ હતી. આ ઘઉં હેલમંડ પ્રાંતમાં વાશીરની કંપનીની ટ્રકમાં હતા.

    આ એવા સમયે સામે આવ્યું છે જ્યારે તાલિબાન પહેલાથી જ અફઘાન હથિયારોને ગેરકાયદેસર રીતે પાકિસ્તાનમાં પરિવહન અને દાણચોરી કરતા અટકાવી ચૂક્યું છે.

    - Advertisement -

    ભારતે ગયા અઠવાડિયે અફઘાનિસ્તાનમાં મોકલવામાં આવતી માનવતાવાદી સહાયની દેખરેખ રાખવા અને વિતરણ પ્રક્રિયાની દેખરેખ માટે અધિકારીઓની એક ટીમ કાબુલ મોકલી હતી. તેણે નવી દિલ્હીથી મોકલવામાં આવેલી સહાય અંગે તાલિબાન અધિકારીઓ સાથે પણ વાતચીત કરી હતી.

    તાલિબાન સત્તામાં આવ્યા બાદ આ પ્રકારની પ્રથમ મુલાકાત હતી. અફઘાન સમાજના તમામ વર્ગો દ્વારા ભારતના વિકાસ અને માનવતાવાદી સહાયનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત પાસે પણ પાકિસ્તાન દ્વારા થતી માનવતાવાદી સહાયની લૂંટ વિષેના સમાચાર છે. તેથી જ આ ટીમને તાલિબાન સાથે વાતચીત કરવા મોકલવામાં આવી હતી.

    ભારતે ઈરાન મારફતે મદદની ઓફર કરી

    ભારતે પાકિસ્તાનને બદલે ઈરાનના ચાબહાર પોર્ટ દ્વારા મદદ મોકલવા માટે તાલિબાનની સંમતિ માંગી છે. ભવિષ્યની મદદ પોતાના પશ્ચિમ કિનારે આવેલા મુંબઈ, કંડલા અથવા મુન્દ્રા બંદરોથી ઈરાનના ચાબહારમાં મોકલવાનો ભારતે પ્રસ્તાવ મૂક્યો છે. જ્યાથી જમીન માર્ગે હેરાત પહોંચી શકાય છે. આનાથી પંજાબ બોર્ડર પર વેડફાતા સમયની પણ બચત થશે, જ્યાં ભારતીય ટ્રકો ખાલી થવાની રાહ જોઈને લાંબી કતારોમાં ઊભા છે. અહેવાલો અનુસાર, તાલિબાન પણ માર્ગ બદલવા માટે સંમત થયું છે. સંભવતઃ ઈરાન માર્ગે અનાજનું વહન થવાને લીધે પાકિસ્તાનમાં થતી લુંટને પણ અટકાવવામાં મોટી મદદ મળી જશે.

    પાકિસ્તાન ઘણા સમયથી વિવિધ આર્થિક તંગીનો સામનો કરી રહ્યું છે, તેમ છતાં તેને હવે વર્લ્ડ બેંક, ખાડીના દેશો કે પોતાના માલિક કહી શકાય એવા ચીન તરફથી પણ વધારાની લોન મળી નથી રહી. આવામાં પાકિસ્તાનીઓ ભિક્ષા માંગવી છોડીને હવે જીવનજરૂરી ચીજોની લુંટફાટ કરવા પર ઉતરી આવ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં