Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાન: બંદૂકની અણીએ હિંદુ કિશોરીના અપહરણ બાદ બળજબરથી ધર્માંતરણ કરાવ્યું, નિકાહ કરાવનાર...

    પાકિસ્તાન: બંદૂકની અણીએ હિંદુ કિશોરીના અપહરણ બાદ બળજબરથી ધર્માંતરણ કરાવ્યું, નિકાહ કરાવનાર અખ્તર પીડિતાનો શિક્ષક નીકળ્યો; સિંધ વિધાનસભામાં ઉઠ્યો મુદ્દો

    બાળકીનું અપહરણ કરનારો અખ્તર તેનો શિક્ષક હતો અને તેણે જ સોહનાને બળજબરી નિકાહ કરાવીને સિંધના શહીદ બેનઝીરાબાદ જિલ્લાના કાઝી અહેમદ તાલુકામાં મોકલી દીધી હતી.

    - Advertisement -

    પડોશી દેશ પાકિસ્તાનમાં હિંદુઓ પરના અત્યાચાર ઘટવાનું નામ નથી લઈ રહ્યા. છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાનમાં હિંદુ છોકરીનું અપહરણ કરીને તેના બળજબરી ધર્માંતરણ અને નિકાહના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, પરંતુ કટ્ટરપંથીઓ પર લગામ લાગી રહી નથી. તાજેતરમાં સિંધ પ્રાંતમાં ફરી કિશોરીના અપહરણની ઘટના સામે આવી છે, જેમાં તેનું બળજબરીપૂર્વક ઇસ્લામમાં ધર્મપરિવર્તન કરવામાં આવ્યું હતું.

    અહેવાલ અનુસાર, સિંધ પ્રાંતમાંથી કિડનેપ કરાયેલી 14 વર્ષીય છોકરીનું નામ સોહના શર્મા છે. સુહાનાના પિતા દિલીપ કુમારે કહ્યું હતું કે, “ત્રણ હથિયારધારી શખ્સો અખ્તર ગબોલ, ફૈઝાન જાટ અને સારંગ ખાસખેલી તેમના ઘરમાં ઘૂસી આવ્યા હતા અને બંદૂકની અણીએ તેમની દીકરીનું અપહરણ કર્યું હતું. તેઓએ સોનાના દાગીના પણ લૂંટી લીધા હતા.” પાકિસ્તાનમાં હિંદુ છોકરીનું અપહરણ થવાની આ ઘટના સામે આવ્યા બાદ લઘુમતી સમાજમાં ભય સાથે રોષની લાગણી પેદા થઈ છે.

    અહીં ચોંકાવનારી બાબત એ છે કે બાળકીનું અપહરણ કરનારો અખ્તર તેનો શિક્ષક હતો અને તેણે જ સોહનાને બળજબરી નિકાહ કરાવીને સિંધના શહીદ બેનઝીરાબાદ જિલ્લાના કાઝી અહેમદ તાલુકામાં મોકલી દીધી હતી.

    - Advertisement -

    પોલીસે કહ્યું- ‘સોહનાએ મરજીથી ધર્મ પરિવર્તન કરીને નિકાહ કર્યા છે’

    પીડિતાના પિતા દિલીપ કુમારે કહ્યું કે, તેમણે અપહરણની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે પરંતુ તેમને પોતાની દીકરી પાછી મળવાની કોઈ આશા નથી કારણકે, પોલીસનો દાવો છે કે સોહનાએ પોતાની મરજીથી ધર્મ પરિવર્તન કરીને નિકાહ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સિંધ પ્રાંતમાં રવિ કુર્મી નામના હિંદુ વ્યક્તિએ પોતાની પત્ની રાખીનું અપહરણ થવાની ફરિયાદ નોંધાવી હતી. રાખીનું બાદમાં ઇસ્લામમાં ધર્મ પરિવર્તન થયું હતું અને એક મુસ્લિમ વ્યક્તિએ તેની સાથે બળજબરીથી નિકાહ કર્યા હતા. આ કેસમાં પણ પોલીસે એવો દાવો કર્યો હતો કે, યુવતીએ પોતાની મરજીથી ઇસ્લામ કબૂલીને નિકાહ કર્યા છે.

    સિંધ પ્રાંતમાં હિંદુ સમુદાય ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે

    પાકિસ્તાનના માનવાધિકાર આયોગ અનુસાર, દેશની 20.7 કરોડ વસ્તીમાં 96 ટકા મુસ્લિમ, 2.1 ટકા હિંદુ અને 1.6 ટકા ખ્રિસ્તી સમુદાયના લોકોનો સમાવેશ થાય છે. પાકિસ્તાનમાં હિદુઓ મુખ્યત્વે સિંધ પ્રાંતમાં રહે છે, જ્યાં તેમનું સતત શોષણ થઈ રહ્યું છે. સિંધ વિસ્તારમાં ગયા વર્ષે જ સંખ્યાબંધ છોકરીઓના અપહરણની ઘટનાઓ સામે આવી હતી.

    બીજી તરફ સિંધ વિધાનસભામાં પણ 14 વર્ષીય કિશોરીના અપહરણનો મુદ્દો ઉછળ્યો હતો. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના હિંદુ સાંસદ લાલ ચંદ ઉકરાણીએ કહ્યું હતું કે, “કાઝી અહમદમાં એક 14 વર્ષીય હિંદુ છોકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેના નિકાહનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. આને કારણે આખો હિંદુ સમુદાય વ્યથિત છે. કોઈ પણ ધર્મ બળજબરીથી લગ્ન અને ધર્માંતરણની મંજૂરી આપતો નથી.” તો MQM-Pના ધારાસભ્ય મંગલા શર્માએ જણાવ્યું હતું કે, પીડિતા આઠમા ધોરણની વિદ્યાર્થીની હતી. તેનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે. તે મારી સંબંધી છે, કૃપા કરીને તેના પર દયા કરો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં