Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહાજી જાન મોહમ્મદ ખાનના ઘરે 60મા બાળકનો જન્મ થયો, કહ્યું- હજુ વધુ...

    હાજી જાન મોહમ્મદ ખાનના ઘરે 60મા બાળકનો જન્મ થયો, કહ્યું- હજુ વધુ બાળકો પેદા કરીશું: લોકોએ કહ્યું- જિલ્લો કેમ ઘોષિત નથી કરી દેતા?

    પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના પાટનગર કવેટામાં રહેતા હાજી જાન મોહમંદ નામના વ્યક્તિએ દાવો કર્યો છે કે તેને 60મું બાળક થયું છે.

    - Advertisement -

    પાડોશી દેશ પાકિસ્તાનના એક પરિવારનું પરાક્રમ હાલમાં સોશિયલ મિડીયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. એમ તો પાકિસ્તાન તેની કથળતી આર્થિક સ્થિતિના કારણે અને અફઘાનિસ્તાનની સરકાર દ્વારા થતા અપમાનના કારણે સોશિયલ મિડીયામાં ટ્રોલ થાય જ છે, પરંતુ આજે ચર્ચાનો મુદ્દો બીજો છે. અહીં એક વ્યક્તિને ત્યાં 60મું બાળક જન્મ્યું છે. તેણે એમ પણ કહ્યું કે તે હજુ વધુ બાળકો પેદા કરશે.

    માહિતી એવી છે કે પાકિસ્તાનમાં એક વ્યક્તિ જેનું નામ ‘હાજી જાન મોહમ્મદ ખાન’ છે, જેનાં 60 જેટલા બાળકો છે. વાત અહીં અટકતી નથી અને મહત્વનું એ છે કે તે વ્યક્તિ અને તેની પત્નીઓ હજુ પણ વધુ બાળકો ઈચ્છી રહ્યા છે. જેના કારણે લોકો સોશિયલ મિડીયામાં ખૂબ મજા લઈ રહ્યા છે.

    એક રિપોર્ટ મુજબ, પાકિસ્તાન સ્થિત બલુચિસ્તાન પ્રાંતના પાટનગર કવેટામાં રહેતા હાજી જાન મોહમ્મદ નામના વ્યક્તિએ દાવો કર્યો છે કે તેને 60મું બાળક થયું છે. અહીં ન અટકીને તે વ્યક્તિ ચોથા નિકાહ કરીને વધુમાં વધુ બાળકોને જન્મ આપશે. તેણે જણાવ્યું હતું કે “અમે હજુ બાળકો પેદા કરીશું, અલ્લાહ જેટલા બાળકો આપશે તેટલા લઈશું. હમણાં મારા 60 બાળકો છે જેમાં 5નાં મૃત્યુ થયા છે, જ્યારે 55 બાળકો જીવિત અને સ્વસ્થ છે.”

    - Advertisement -

    બાળકોની સંખ્યા વધારવામાં પત્નીઓ છે સાથ

    જાન મોહમ્મદે કહ્યું હતું કે “મારી પત્નીઓ પણ ઈચ્છે છે કે હજુ વધુ બાળકોને જન્મ આપીએ. હમણાં સુધીના બાળકોમાં દિકરાઓ કરતાં દિકરીઓની સંખ્યા વધુ છે. મોટાભાગના બાળકો 20 વર્ષથી મોટા છે. જોકે કોઈના હજુ સુધી લગ્ન થયા નથી બધાનો અભ્યાસ ચાલુ છે.

    સોશિયલ મીડિયામાં લોકોએ ઉડાવી મજાક

    સોશિયલ મીડિયા પર આ મુદ્દો ચર્ચા સાથે સાથે પાકિસ્તાનના આ પરિવાર માટે મજાકનો પણ મુદ્દો બન્યો હતો. આ સમાચારની એક ટ્વીટના જવાબમાં પ્રતિક શુક્લા એ લખ્યું હતું કે “દેશ બરબાદીનાં રસ્તે છે અને હાજી મહમ્મદ વસ્તી વધારાના રસ્તે છે”

    જ્યારે આયુષ નામમાં વ્યક્તિએ કટાક્ષ કર્યો હતો કે “પાકિસ્તાને આને ઘર નહીં જીલ્લો જાહેર કરી દેવો જોઈએ”

    આ સિવાય પણ ઘણો યુઝરોએ મજાક ઉડાવી હતી. જોકે, આ પાકિસ્તાનના કોઈ એક પરિવારમાં વધુ બાળકો ધરાવતા સમાચાર પહેલીવાર નથી આવ્યા. આગાઉ પણ આવા સમાચારો આવતા રહ્યા છે. થોડા સમય પૂર્વે જ અબ્દુલ મજીદ નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું હતું. આ વ્યક્તિનું મૃત્યુ એટલા માટે ચર્ચામાં હતું કારણ કે તે તેના મોટા પરિવાર માટે ચર્ચામાં રહેતો હતો. ‘મોટા પરિવાર’નો અર્થ 6 પત્નીઓ અને 54 બાળકો છે. અબ્દુલ, 75, એક ટ્રક ડ્રાઈવર હતો જે પાકિસ્તાનના નૌશ્કી જિલ્લામાં રહેતો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં