Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમુસ્લિમ દેશ તુર્કીની મદદે રાહત સામગ્રી અને NDRFની ટીમને લઈને જઈ રહેલ...

    મુસ્લિમ દેશ તુર્કીની મદદે રાહત સામગ્રી અને NDRFની ટીમને લઈને જઈ રહેલ ભારતીય વિમાનને પાકિસ્તાને એરસ્પેસ ન આપી: લેવો પડ્યો લાંબો રૂટ

    2021માં તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યા પછીના રાહત કાર્ય વખતે પણ પાકિસ્તાને ભારતને તેના પ્રદેશનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

    - Advertisement -

    પાકિસ્તાને મંગળવારે વહેલી સવારે ભારતીય વાયુસેનાના એરક્રાફ્ટને તુર્કી જવા માટે તેના એરસ્પેસમાં પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો. ભારતને જરૂરિયાતમંદ દેશોને માનવતાવાદી સહાય મોકલવાથી રોકવા માટે પાકિસ્તાનનો આ બીજો પ્રયાસ છે.

    સોમવારે સવારે, તુર્કી અને સીરિયામાં 7.9-તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેને હાલમાં પશ્ચિમ એશિયાના ઇતિહાસમાં સૌથી વિનાશક ધરતીકંપ તરીકે ગણવામાં આવે છે. જેના પરિણામે 5000 થી વધુ લોકોના મોત, હજારો લોકો ઘાયલ થયા હતા અને હજારો જર્જરિત ઇમારતોના કાટમાળ નીચે ફસાયા હતા.

    ઇન્ડિયન નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમો આધુનિક ડ્રિલિંગ સાધનો, ચિકિત્સકો અને બચાવ કૂતરા સાથે અદાના એરપોર્ટ પર પહેલેથી જ આવી ચૂકી હતી, પરંતુ પાકિસ્તાને તેની એરસ્પેસનો ઉપયોગ કરવાની પરવાનગી નકારી હોવાને કારણે તેમને તુર્કી પહોંચવા લાંબો રૂટ લેવો પડ્યો હતો.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ભારતીય સેનાએ આ ક્ષેત્રમાં લોકોને તબીબી સહાય પૂરી પાડવા માટે ફિલ્ડ હોસ્પિટલ પણ તૈનાત કરી રહી છે.

    તુર્કીએ માન્યો ભારતનો આભાર

    ભવિષ્યમાં પાકિસ્તાનના આ પગલાની લગભગ ચોક્કસપણે ટીકા કરવામાં આવશે કારણ કે ઉત્તર પ્રદેશના હિંડન એરબેઝથી ઉડાન ભરેલી ફ્લાઇટને લાંબો રસ્તો લેવો પડ્યો હતો. તુર્કી અને સીરિયાના અહેવાલો અનુસાર, કેટલાક અસરગ્રસ્ત વિસ્તારોમાં, ભૂકંપથી આઘાતગ્રસ્ત બચી ગયેલા લોકો કાટમાળમાંથી અન્ય પીડિતોને બચાવવામાં મદદ કરવા બચાવ અધિકારીઓ સાથે જોડાયા છે.

    તુર્કી ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ ઓથોરિટી (AFAD)ને કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવામાં મુશ્કેલી પડી રહી છે અને સીરિયામાં બચાવકર્મીઓ પણ અઝાઝ અને સકલિન શહેરમાં માનવબળની અછતથી પીડાઈ રહ્યા છે.

    તુર્કીમાં ભારતીય મિશન બચાવ કાર્યમાં મદદ કરશે. ભારતમાં તુર્કીના દૂતાવાસે ભારત સરકારની મદદ બદલ આભાર વ્યક્ત કર્યો છે. “ભૂકંપ રાહત સામગ્રીની પ્રથમ બેચ NDRFની વિશેષ શોધ અને બચાવ ટુકડીઓ અને પ્રશિક્ષિત ડોગ સ્ક્વોડ સાથે હમણાં જ તુર્કિયે આવી પહોંચી. અમે ભારતના સમર્થન અને એકતાની પ્રશંસા કરીએ છીએ,” તુર્કીના દૂતાવાસે એક ટ્વિટમાં કહ્યું.

    આ પહેલા પણ પાકિસ્તાને ભારતના રાહત અને બચાવ મિશનને અટકાવ્યું હતું

    2021માં તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યા પછીના રાહત કાર્ય વખતે પણ પાકિસ્તાને ભારતને તેના પ્રદેશનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતે ડિસેમ્બરમાં યુદ્ધગ્રસ્ત દેશ અફઘાનિસ્તાનને તેની માનવતાવાદી સહાયના ભાગરૂપે 50,000 મેટ્રિક ટન ઘઉં અને માનવતાવાદી સહાય મોકલવાનું નક્કી કર્યું હતું. શિપમેન્ટમાં જીવન બચાવતી દવાઓનો પણ સમાવેશ થતો હતો.

    ઈસ્લામાબાદે પ્રસ્તાવ મૂક્યો હતો કે વાઘા બોર્ડર ક્રોસિંગથી પાકિસ્તાની ટ્રક મારફતે ભારતથી માલ અફઘાનિસ્તાન લઈ જવામાં આવે. પાછળથી તેણે “માનવતાવાદી હેતુઓ માટે અપવાદરૂપ આધાર” ટાંકીને ટ્રકોને પસાર થવાની મંજૂરી આપી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં