Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકુવામાં ન હોય તો પછી હવાડામાં ક્યાંથી આવે?: હવે કોંગ્રેસ પાસેથી રાજકોટ...

    કુવામાં ન હોય તો પછી હવાડામાં ક્યાંથી આવે?: હવે કોંગ્રેસ પાસેથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી પણ વિપક્ષના નેતાનું પદ ગયું

    વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં કોંગ્રેસના બે કોર્પોરેટરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતાં. માર્ચ-એપ્રિલ 2021માં યોજાયેલી કોર્પોરેશનની ચૂંટણીઓમાં ભાજપના 68 અને કોંગ્રેસના 4 કોર્પોરેટરો ચૂંટાઈ આવ્યા હતાં. તેમ છતાં કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ આપવામાં આવ્યું હતું.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભાની ગત વર્ષની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય એટલો તો અપ્રત્યાશિત હતો કે આજે ગુજરાતની વિધાનસભામાં કોઈ વિપક્ષી નેતા જ નથી. આમ થવા પાછળનું કારણ માત્ર એક જ હતું કે કોંગ્રેસે ગઈ ચૂંટણીઓમાં વિધાનસભાની કુલ સંખ્યાના 10% જેટલી બેઠકો પણ નહોતી જીતી. હવે આ જ કારણસર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા પોતાને મળતી સુવિધાઓ તેમજ ભથ્થાં ગુમાવી બેસે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે.

    અત્યારસુધી તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા તરીકે કોંગ્રેસના ભાનુબેન પ્રવીણભાઈ સોરાણી હતા જ પરંતુ વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં કોંગ્રેસના બે કોર્પોરેટરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતાં. માર્ચ-એપ્રિલ 2021માં યોજાયેલી કોર્પોરેશનની ચૂંટણીઓમાં ભાજપના 68 અને કોંગ્રેસના 4 કોર્પોરેટરો ચૂંટાઈ આવ્યા હતાં. તેમ છતાં કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ આપવામાં આવ્યું હતું.

    વિધાનસભાની ચૂંટણી અગાઉ વોર્ડ 15ના કોંગ્રેસના કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયા અને કોમલબેન ભારાઇ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતાં. આમ કોંગ્રેસ પાસે રાજકોટ મહાનગર પાલિકામાં ભાનુબેન સોરાણી ઉપરાંત મકબુલભાઈ દાઉદાણી એમ બે જ કોર્પોરેટર રહ્યા હતા.

    - Advertisement -

    હવે એવા સમાચાર મળી રહ્યા છે કે રાજકોટના મેયર ડૉ પ્રદિપ ડવે નિર્ણય લીધો છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતાનું પદ મળે એ માટે પુરતી સંખ્યા કોંગ્રેસ પાસે ન હોવાથી હાલના વિપક્ષના નેતાને અપાતી તમામ સુવિધાઓ અને ભથ્થાં પરત લઇ લેવામાં આવે. આ બાબતે રાજકોટ મનપાના સેક્રેટરીએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને ભાનુબેન સોરાણીને અપાતી તમામ સુવિધાઓ પરત લેવાની વિનંતી કરતો પત્ર લખ્યો છે.

    રાજકોટ કોર્પોરેશનમાં વિપક્ષના નેતાને કોર્પોરેશનમાં અલાયદી ઓફીસ મળવા ઉપરાંત એક કાર મળતી હતી અને અન્ય કોર્પોરેટર કરતાં રૂ. 5 લાખની વધારાની ગ્રાન્ટ પણ અપાતી હતી. પરંતુ હવે મેયર દ્વારા જ્યારે નિર્ણય લઇ જ લેવામાં આવ્યો છે ત્યારે આ તમામ સુવિધાઓ પરત લઇ લેવામાં આવશે અને ભાનુબેનને અન્ય કોર્પોરેટરને મળતી ગ્રાન્ટની રકમ જેટલી જ રકમ મળશે.

    થોડા દિવસ અગાઉ જુનાગઢ મહાનગર પાલિકામાં પણ આ પ્રમાણે જ કોંગ્રેસ પાસેથી વિપક્ષના નેતાનું પદ લઇ લેવામાં આવ્યું હતું જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ 60 કોર્પોરેટરમાંથી કોંગ્રેસના ફક્ત 3 જ કોર્પોરેટર  હોવાને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જુનાગઢમાં તો કોંગ્રેસે આ બાબતને મુદ્દો બનાવીને ઘણી ધમાલ મચાવી હતી હવે જોઈએ કે રાજકોટમાં કોંગ્રેસ હવે શું કરશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં