Saturday, November 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભારતમાં શિફ્ટ થઇ રહ્યા છે Appleના સપ્લાયરો, દોઢ લાખ નોકરીઓનું થશે સર્જન:...

    ભારતમાં શિફ્ટ થઇ રહ્યા છે Appleના સપ્લાયરો, દોઢ લાખ નોકરીઓનું થશે સર્જન: નવી યોજનાથી ઘટશે ચીન પરની નિર્ભરતા

    ઓગસ્ટ 2021માં સ્માર્ટફોન PLI સ્કીમ અમલમાં આવ્યા બાદ આ શક્ય બન્યું છે. જેની જાણકારી સરકારી અધિકારીઓએ આપી હતી. સીધી નોકરીઓ ઉપરાંત, એપલ મેન્યુફૅક્ચરિંગ ઇકોસિસ્ટમથી ભારતમાં એક લાખ પરોક્ષ નોકરીઓનું પણ સર્જન થશે. 

    - Advertisement -

    વિશ્વવિખ્યાત ટેક કંપની એપલ (Apple)ના સપ્લાયરો હવે ધીમે-ધીમે પોતાનું મેન્યુફેક્ચરિંગ ભારતમાં ખસેડી રહ્યા છે. જેનો સીધો ફાયદો દેશના રોજગાર ઉપર પણ થઇ રહ્યો છે. એપલના કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચર્સ અને કમ્પોનેન્ટ સપ્લાયર્સે ભારતમાં લગભગ 50 હજાર નોકરીઓનું સર્જન કર્યું છે. જ્યારે અન્ય 1 લાખ પરોક્ષ નોકરીઓ સાથે કુલ 1.50 લાખ નોકરીઓનું સર્જન થશે.

    ઓગસ્ટ 2021માં સ્માર્ટફોન PLI સ્કીમ અમલમાં આવ્યા બાદ આ શક્ય બન્યું છે. જેની જાણકારી સરકારી અધિકારીઓએ આપી હતી. સીધી નોકરીઓ ઉપરાંત, એપલ મેન્યુફૅક્ચરિંગ ઇકોસિસ્ટમથી ભારતમાં એક લાખ પરોક્ષ નોકરીઓનું પણ સર્જન થશે. 

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર PLI સ્કીમના અમલીકરણ પછી Appleના કોન્ટ્રાક્ટ ઉત્પાદકો અને કમ્પોનન્ટ સપ્લાયરોએ મળીને ભારતમાં લગભગ 50,000 સીધી નોકરીઓનું સર્જન કર્યું છે અને આ કંપનીઓ દ્વારા જમા કરવામાં આવેલા ડેટાને ટાંકીને અધિકારીઓએ જણાવ્યું હતું કે , દેશમાં એપલ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ દ્વારા સીધી નોકરીઓ સિવાય પણ લગભગ 1,00,000 પરોક્ષ નોકરીઓ પણ ઊભી થાય તેવી શક્યતાઓ છે. જેના કારણે એપલના કારણે દેશમાં 1.50 લાખ નોકરીઓની તકો ઉભી થશે.

    - Advertisement -

    નોઈડામાં સેમસંગમાં 11,500 લોકોને રોજગાર

    મળતી માહિતી મુજબ ફોક્સકોન, વિસ્ટ્રોન અને પેગાટ્રોન ભારતમાં Appleના આઈફોન માટે કોન્ટ્રાક્ટ ઉત્પાદકો છે. કમ્પોનન્ટ સપ્લાયર્સમાં સનવોડા, એવરી, ફોક્સલિંક અને સાલકોમ્પનો સમાવેશ થાય છે. PLI સ્કીમ હેઠળ દરેક લાભાર્થીએ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને ત્રિમાસિક ધોરણે નોકરીનો ડેટા સબમિટ કરવાનો હોય છે. જે બાબતે અધિકારીઓએ જણાવ્યું હતું કે પીએલઆઈ યોજનાની લાભાર્થી કંપની સેમસંગ તેના નોઈડા એકમોમાં 11,500 થી વધુ લોકોને રોજગારી આપે છે.

    રોજગારમાં ફોક્સકોનનો ફાળો 40 ટકાથી વધુ

    રિપોર્ટ મુજબ નિષ્ણાતો માને છે કે Apple તેના કોન્ટ્રાક્ટ ઉત્પાદકો દ્વારા ભારતના તેજીવાળા ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં બ્લુ કોલર જોબ્સનું સૌથી મોટું પ્રદાતા બની શકે છે. સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્રણ એપલ કોન્ટ્રાક્ટ ઉત્પાદકો દ્વારા બનાવવામાં આવેલી નોકરીઓમાં ફોક્સકોનનો હિસ્સો 40 ટકાથી વધુ છે. જ્યારે ફોક્સકોન અને પેગાટ્રોન તમિલનાડુમાં સ્થિત છે, અને વિસ્ટ્રોન કર્ણાટકમાં આવેલ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, કમ્પોનેન્ટ અને મોડ્યુલ પ્રદાતાઓ દ્વારા કેટલીક હજાર સીધી નોકરીઓ ઉમેરવામાં આવી છે, જેણે છેલ્લા 17 મહિનામાં Apple iPhone સપ્લાય ચેઇનની ક્ષમતામાં વધારો કર્યો છે.

    ટાટા ગ્રુપનું સંયુક્ત ઉત્પાદન

    આ ઉપરાંત ટાટા ગ્રુપે આઈફોન સહિતના સ્માર્ટફોનના કમ્પોનેન્ટ બનાવવા માટે હોસુરમાં જે 500 એકરનો પ્લાન્ટ સ્થાપ્યો છે, તે લગભગ 10,000 લોકોને રોજગારી આપે છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટાટા આગામી 18 મહિનામાં ભરતી કરીને 45,000થી વધુ લોકોને રોજગારની તક આપવાની યોજના બનાવી રહી છે. આ સિવાય ટાટા ભારતમાં આઈફોનનું સંયુક્ત ઉત્પાદન કરવા માટે વિસ્ટ્રોન ગ્રુપ સાથે પણ ચર્ચા કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલ્હી સ્થિત સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના અહેવાલ મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં ઉત્પાદન ક્ષેત્રમાં નોકરીઓ ઘટી છે, પરંતુ સ્માર્ટફોન પીએલઆઈ યોજનાથી પ્રેરિત ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર અલગ થઈ રહ્યું છે.

    મુખ્ય ઉદ્દેશ્ય ચીન પર નિર્ભરતા ઘટાડવાનો

    હાલમાં એપલના ત્રણ સપ્લાયર સ્થાનિક બજાર અને નિકાસ માટે ભારતમાં iPhones 11, 12, 13 અને 14 બનાવે છે. સપ્ટેમ્બર 2022માં ફોનના ગ્લોબલ લોન્ચના 10 દિવસની અંદર Appleએ દેશમાં નવા iPhone 14નું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું હતું. Apple ભારતમાં ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે કારણ કે તે અગામી સમયમાં ચીન પર નિર્ભરતા ઘટાડવા માંગે છે. જ્યારે સરકારે 6 ઓક્ટોબર, 2020ના રોજ સ્માર્ટફોન PLI સ્કીમની જાહેરાત કરી, ત્યારે તેનો અંદાજ છે કે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગમાં દરેક નવી સીધી નોકરી સામે લગભગ ત્રણ પરોક્ષ નોકરીઓનું સર્જન થશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં