Wednesday, October 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા મિડિયા ગૃહનું ગુજરાતમાં આગમન; ઑપઇન્ડિયા ગુજરાતીનું લોકાર્પણ

    રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા મિડિયા ગૃહનું ગુજરાતમાં આગમન; ઑપઇન્ડિયા ગુજરાતીનું લોકાર્પણ

    રાષ્ટ્રવાદી વિચારસરણીનું સન્માન કરતું પોર્ટલ OpIndia હવે ગુજરાતી ભાષામાં પણ ઉપલબ્ધ છે. આ સંસ્કરણનું અનાવરણ ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કર્યું હતું.

    - Advertisement -

    લગભગ બે દાયકાથી સમગ્ર ભારતની સાથેસાથે ગુજરાતમાં પણ અત્યારસુધી રાષ્ટ્રવાદી વિચારધારા ખુલીને વ્યક્ત કરનારા નાગરિકોની સંખ્યા ધીમેધીમે વધી રહી છે. એમાં પણ છેલ્લા અમુક વર્ષમાં તો પોતાનો રાષ્ટ્રવાદી વિચાર સોશિયલ મિડિયા પર બુલંદ કરનારા ગુજરાતીઓએ રાજ્યનું વૈચારિક તેમજ રાજકીય ચિત્ર બદલવામાં ખૂબ મોટો ફાળો ફાળો આપ્યો છે. તેમ છતાં ગુજરાતી મિડીયામાં દેશ વિષે કે પછી આંતરિક અને બાહ્ય ભયને ધ્યાનમાં લઈને દેશની ચિંતા કરતો અથવાતો દેશના ગૌરવને આગળ વધારતા અવાજની ખોટ સતત ગુજરાતીઓને સાલતી રહી હતી.

    એવું નથી કે આ અંગે અગાઉ કોઈ પ્રયાસ થયા ન હતા, પરંતુ યોગ્ય માર્ગદર્શન કે પછી સમર્થન વગર આ પ્રયાસો નિષ્ફળ ગયા હતા. આ દરમ્યાન રાષ્ટ્રકક્ષાએ OpIndia અંગ્રેજી પોર્ટલે ડિસેમ્બર 2014માં પદાર્પણ કર્યું અને 2019માં તેના હિન્દી સંસ્કરણે પણ રાષ્ટ્રકક્ષાએ પોતાની મજબૂત હાજરી નોંધાવવાની શરુ કરી દીધી. સમગ્ર દેશની સાથે કરોડો ગુજરાતીઓએ પણ આ બંને ઘટનાઓની નોંધ લીધી અને OpIndiaની આ બંને વેબસાઈટ્સને ગુજરાતના રાષ્ટ્રવાદી વાચકોનો ભરપૂર સાથ અને સહકાર મળ્યો. તેમ છતાં, ગુજરાતીઓને પોતાની ભાષામાં રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતું ઑપઇન્ડિયા ક્યારે આવે તે અંગેની ઇન્તેજારી સતત રહેતી હતી અને તેઓ સતત OpIndia સાથે વિવિધ પ્લેટફોર્મ્સ પર પોતાની આ લાગણી અને માંગણી શેર પણ કરતા હતા.

    ગુજરાત અને ગુજરાતીઓને ભારતના વિકાસનું એન્જીન ગણવામાં આવે છે અને સરેરાશ ગુજરાતી રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવે છે, આથી તેમની એ લાગણી કે ઑપઇન્ડિયા તેમની ભાષામાં પણ હોય તેને સન્માન આપીને હવે OpIndiaએ ગુજરાતી સંસ્કરણની પણ શરૂઆત કરી દીધી છે.

    - Advertisement -

    ગુજરાત સરકારના રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં વૈશાખ સુદ અગિયારસ, ગુરુવાર એટલેકે 12 મે 2022ના દિવસે ઑપઇન્ડિયાના ગુજરાતી સંસ્કરણનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે આ સંસ્કરણના એડિટર સિદ્ધાર્થ છાયા અને ડેપ્યુટી એડિટર મહેશ પુરોહિત હાજર રહ્યા હતાં. ગૃહમંત્રીએ અનાવરણ બાદ ઑપઇન્ડિયાને પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.

    ઑપઇન્ડિયાના ગુજરાતી સંસ્કરણ સમયે તેના એડિટર તેમજ ડેપ્યુટી એડિટર સાથે ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી

    ઑપઇન્ડિયા પરિવારને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં તે રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા ગુજરાતીઓની અપેક્ષા પર ખરું ઉતરશે અને તેમની સેવામાં રાષ્ટ્ર તેમજ ગુજરાતને સ્પર્શ કરતા વિષયોને સતત લાવતું રહેશે.

    ઑપઇન્ડિયા ફેસબુક તેમજ ટ્વીટર પર પણ ઉપલબ્ધ છે, જ્યાં આપ અમારા પોર્ટલ પર પ્રકાશિત થનારા તમામ તાજા સમાચાર, માહિતી તેમજ વિશ્લેષણ તુરંત મેળવી શકશો.

    આપના સોલીડ સહકારની અપેક્ષા…

    ટીમ ઑપઇન્ડિયા

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં