Monday, April 22, 2024
More
  હોમપેજક્રાઈમOpIndia Investigation: કેવી રીતે જેહાદીઓએ નૂંહમાં હિંદુ શોભાયાત્રા વિરુદ્ધ ટોળાંને એકત્ર કરવા...

  OpIndia Investigation: કેવી રીતે જેહાદીઓએ નૂંહમાં હિંદુ શોભાયાત્રા વિરુદ્ધ ટોળાંને એકત્ર કરવા અને હિંસા ભડકાવવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો

  અઝહર ઈસાબ રાનિયાએ લખ્યું હતું કે, "હું મેવાતના તમામ રહેવાસીઓને વિનંતી કરું છું કે 31 જુલાઈએ મેવાતમાં ડમ્પર (મોટા ટ્રક) પોતાના માટે નહીં પરંતુ મેવાતના સન્માન માટે ચલાવો." તે સ્પષ્ટ છે કે મુસ્લિમ ડ્રાઇવરોને પણ હિંદુઓ પર હુમલાના કાવતરામાં સામેલ થવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા.

  - Advertisement -

  હરિયાણાના મેવાતના નૂંહ જિલ્લામાં સોમવારે (31 જુલાઈ, 2023) હિંદુઓની જલાભિષેક યાત્રા પર મુસ્લિમ ટોળાએ હુમલો કર્યો હતો. પથ્થરમારો, આગચંપી, ગોળીબાર અને હિંસા કરી હતી. VHPએ કહ્યું છે કે આ હિંસાની તૈયારી ઘણા દિવસોથી ચાલી રહી હતી. રાજ્યના ગૃહમંત્રી અનિલ વિજે પણ આ નૂંહ હિંસા પૂર્વ આયોજિત કાવતરું હોવાનું ગણાવ્યું છે. સોશિયલ મીડિયા પણ ઇસ્લામિક કટ્ટરપંથીઓની એવી પોસ્ટથી ભરેલું છે જે દર્શાવે છે કે હુમલાની યોજના પહેલેથી જ તૈયાર હતી. સોશિયલ સાઈટ્સની મદદથી યોજનાને યાત્રા પહેલા ફેલાવવામાં આવી હતી અને મુસ્લિમોને હિંદુઓ પર હુમલો કરવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા.

  હુમલાના થોડા કલાકો પહેલા મોહમ્મદ સાબીર ખાને ફેસબુક લાઈવ કર્યું હતું. આ લાઈવમાં તેણે રસ્તા પર ગેસ સિલિન્ડર મૂકીને સરકાર, મોનુ માનેસર અને બજરંગ દળને ધમકી આપી હતી. તેણે જણાવ્યું હતું કે કેવી રીતે ગેસ સિલિન્ડર વિસ્ફોટ કરીને હિંદુઓને નિશાન બનાવી શકાય છે.

  બીજી પોસ્ટમાં સાબીરે કહ્યું હતું કે “જેટલા લોકો આવે છે તેના કરતા વધુ લોકો તૈયાર રહે. કોઈને કંઈ કહેશો નહીં. એક ટીમ તેમની આગળ અને એક તેમની પાછળ. તેમને મધ્યમાં રહેવા દો.” સ્પષ્ટ છે કે અનેક ટીમો બનાવીને તૈયારીઓ કરવામાં આવી રહી હતી. બંને બાજુ મુસ્લિમો અને વચ્ચે હિંદુઓની ભીડને રાખીને રક્તપાતનું આયોજન કરવામાં આવ્યું હતું.

  - Advertisement -

  અઝહર ઈસાબ રાનિયાએ લખ્યું હતું કે, “હું મેવાતના તમામ રહેવાસીઓને વિનંતી કરું છું કે 31 જુલાઈએ મેવાતમાં ડમ્પર (મોટા ટ્રક) પોતાના માટે નહીં પરંતુ મેવાતના સન્માન માટે ચલાવો.” તે સ્પષ્ટ છે કે મુસ્લિમ ડ્રાઇવરોને પણ હિંદુઓ પર હુમલાના કાવતરામાં સામેલ થવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા.

  એહસાન અડબરાયાએ ફેસબુક પર લખ્યું, “અલ્લાહ હુ અકબર… 31 જુલાઈ સોમવાર છે ચાલો જોઈએ.” આ પોસ્ટમાં તેણે આગળ લખ્યું, “તારીખ-એ-ફિરોઝશાહ તુગલકમાં મેવ જાતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મેવાતીઓના ડરને કારણે દિલ્હીની આસપાસના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. અમે તૈયાર છીએ.” આ પોસ્ટ પરથી એવું લાગે છે કે મેવાતમાં મુસ્લિમ ટોળું હિંદુઓને ઘેરીને તેમને ખતમ કરવાની યોજના બનાવી રહ્યું હતું. દિલ્હીની આજુબાજુના દરવાજાઓ બંધ કરવાનો હેતુ કદાચ ભાગી જવાના માર્ગોને અવરોધવા અને બહારથી આવતી કોઈપણ સહાયને રોકવા માટે હતો.

  અરબાઝ ખાન દહંગલે મેવાત જઈ રહેલા હિંદુ સંગઠનના કાફલાનો વિડીયો શેર કર્યો હતો. તેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું, “નૂંહ મેવાત નલ્હાદ બજરંગ દળ ગુંડાગર્દી.” આ વિડીયો દ્વારા અરબાઝ ખાન તેના સાથીદારોને હિંદુઓનું લોકેશન મોકલી રહ્યો હતો.

  અરબાઝ ખાન દહંગલે પણ મોનુ માનેસરનો વિડીયો શેર કરીને ધમકી આપી હતી. તેણે લખ્યું હતું કે “મેવાતીભાઈઓ આનું સ્વાગત નહીં કરે. શું આનું વજન કરવાનું ભૂલી ગયા છો?” જ્યાં તેનું વજન કરવાનો મતલબ તેને મારીને તેના મૃતદેહને ઉપાડવાથી થાય છે.

  આ સિવાય એક શાહિદે ફેસબુક પર શેર કરેલા વીડિયોમાં મેવાતમાં યાત્રા પર હુમલો થયો તે ક્ષણો બતાવવામાં આવી છે. બેકગ્રાઉન્ડમાં શાહિદ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતો રહ્યો. અહીં પોસ્ટની લિંક છે.

  તેવી જ રીતે, કેટલીક અન્ય પોસ્ટ્સ જોઈને, તમને ઇસ્લામવાદીઓના ‘ઈમાન’ નો ખ્યાલ આવશે

  આમ એ સ્પષ્ટ છે કે શોભાયાત્રામાં આવેલા હિંદુ શ્રદ્ધાળુઓ પર ઇસ્લામીઓએ કરેલો હુમલો એ ઘણા લાંબા સમયથી કરાયેલ તૈયારીનું પરિણામ હતો. જેથી કહી શકાય કે નૂંહ હિંસા એ હિંદુઓ સામે કરવામાં આવેલ એક પૂર્વ આયોજિત કાવતરું હતું.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં