Wednesday, May 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટફરી એક વાર પ્રધાનમંત્રી મોદીએ એમ્બ્યુલન્સ માટે પોતાનો કાફલો રોક્યો, સોશિયલ મીડિયામાં...

    ફરી એક વાર પ્રધાનમંત્રી મોદીએ એમ્બ્યુલન્સ માટે પોતાનો કાફલો રોક્યો, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો

    એમ્બયુલન્સને રસ્તો આપ્યા બાદ પીએમનો કાફલો આગળ વધ્યો હતો અને ત્યાર બાદ આખરે રાજભવન પહોંચ્યો હતો. PM મોદીનો માનવતાવાદી અભિગમ દેશનાં નાગરિકો માટે પ્રેરણા રૂપ બન્યો હતો. લોકોએ આ વિડીયો જોઈ પ્રતિક્રિયા આપી હતી અને વડાપ્રધાનના વખાણ કર્યા હતા.

    - Advertisement -

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશ ચૂંટણીના પ્રચાર માટે સતત રેલીઓ કરી રહ્યા છે. આજે તેમના દેવભૂમિ હિમાચલમાં ઘણા કાર્યક્રમ છે. આ દરમિયાન એક ચૂંટણી રેલી પહેલાં બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો થોડીવાર માટે રોકાઇ ગયો. આ ઘટનાક્રમ કાંગડામાં જોવા મળ્યો, જ્યાં PM મોદીએ એમ્બ્યુલન્સ માટે પોતાનો કાફલો અટકાવી દીધો હતો.

    એમ્બ્યુલન્સને રસ્તો આપતા પીએમ મોદીનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. PM મોદીએ એમ્બ્યુલન્સ માટે કાફલાને રોકીને સામાન્ય લોકો સહિત ખાસ લોકોને આ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે, જેઓ ભીડમાં એમ્બ્યુલન્સને પહેલા રસ્તો નથી આપતા. જેના કારણે અનેક દર્દીઓએ જીવ ગુમાવવો પડે છે.

    એમ્બ્યુલન્સને રસ્તો આપવા પ્રધાનમંત્રીએ કાફલો અટકાવ્યો

    - Advertisement -

    હિમાચલ પ્રદેશમાં આજે હમીરપુરની રેલીથી પહેલાં પીએમ મોદીએ સભાસ્થળ પર જતી વખતે પ્રધાનમંત્રી મોદીનો કાફલો રસ્તામાં અચાનક અટકી ગયો હતો. આ દરમિયાન ત્યાંથી પુરપાટ ઝડપે એક એમ્બ્યુલન્સ પસાર થઇ હતી, આ દ્રશ્ય જોઇને ત્યાં હાજર લોકો આશ્વર્યમાં પડી ગયા હતા કે વડાપ્રધાને કઈ રીતે પોતાનો કાફલો અટકાવી કોઈ દર્દીની જિંદગીને વધુ મહત્વ આપ્યું. હિમાચલ યાત્રા દરમિયાન પીએમ મોદીનું માનવીય રૂપ એકવાર ફરી જોવા મળ્યું.

    આ પહેલા ગુજરાતમાં પણ પીએમ મોદીએ એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો હતો

    ઉલ્લેખનીય છે કે કે લગભગ એક મહિના પહેલા જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી દેખાડી તેનું લોકાર્પણ કરવા ગુજરાત આવ્યાં હતા ત્યારે પણ ગાંધીનગર જવા દરમિયાન PM મોદીના કાફલાની પાસેથી એમ્બયુલન્સ જતી જોવા મળી હતી. પ્રધાનમંત્રી મોદીએ એમ્બયુલન્સને રસ્તો કરી આપવા માટે પોતાનો કાફલો રોકાવ્યો હતો.

    એમ્બયુલન્સને રસ્તો આપ્યા બાદ પીએમનો કાફલો આગળ વધ્યો હતો અને ત્યાર બાદ આખરે રાજભવન પહોંચ્યો હતો. PM મોદીનો માનવતાવાદી અભિગમ દેશનાં નાગરિકો માટે પ્રેરણા રૂપ બન્યો હતો. લોકોએ આ વિડીયો જોઈ પ્રતિક્રિયા આપી હતી અને વડાપ્રધાનના વખાણ કર્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં