Wednesday, October 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતાજમહેલ થયો જૂનો, હવે ઓડિશામાં છે સાચા પ્રેમની નિશાની: પત્નીની ઈચ્છા પૂરી...

    તાજમહેલ થયો જૂનો, હવે ઓડિશામાં છે સાચા પ્રેમની નિશાની: પત્નીની ઈચ્છા પૂરી કરવા પતિએ તેના ગામમાં 7 કરોડના ખર્ચે બનાવ્યું સંતોષી માતાનું મંદિર

    "મારી પત્નીને તેના ગામના મંદિરમાં દેવીની પૂજા કરવાનું સ્વપ્ન હતું. મેં મારા સાસરિયાના ગામમાં 1.5 એકરમાં મંદિર બનાવ્યું હતું. 2008માં શરૂ થયેલું બાંધકામ તાજેતરમાં જ પૂર્ણ થયું હતું," ખેતરબાસીએ જણાવ્યું હતું.

    - Advertisement -

    હૈદરાબાદના એક વ્યક્તિએ પોતાનું વચન પાળ્યું અને ઓડિશાના જાજપુર જિલ્લાના બિંજારપુર બ્લોક હેઠળના ચિકાના ગામમાં દેવી સંતોષી માતાનું મંદિર બનાવીને પોતાની પત્નીનું સ્વપ્ન પૂરું કર્યું છે.

    અહેવાલોમાં આ વ્યક્તિની ઓળખ ખેતરબાસી લેંકા તરીકે થઈ છે જે એક ઉદ્યોગપતિ છે. ખેતરબાસીએ તેની પત્ની બૈજયંતીની ઈચ્છાને માન આપવા માટે દેવી સંતોષી માતાનું સુંદર મંદિર બનાવવા માટે 7 કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાનું કહેવાય છે. દંપતીએ દક્ષિણ ભારતીય સ્થાપત્ય શૈલીમાં બાંધવામાં આવેલ મંદિરને તેની પૂર્ણતા બાદ ચિકાના ગ્રામજનોને ભેટમાં આપ્યું હતું.

    અહેવાલો અનુસાર, આ દંપતી હૈદરાબાદમાં રહે છે. બૈજયંતી દેવી મા સંતોષીના પ્રખર ભક્ત છે. તેમને પોતાના ગામમાં સંતોષી માતાનું મંદિર બનાવવાની ઇચ્છા હતી, અને ખેતરબાસીએ તેમનું સ્વપ્ન પૂર્ણ કરવાનું અને ગામમાં એક નાનું મંદિર બનાવવાનું વચન આપ્યું હતું.

    - Advertisement -

    2008માં શરૂ થયું હતું બાંધકામ

    2008માં શરૂ થયેલ મંદિરનું કામ તાજેતરમાં પૂર્ણ થયું હતું. જટિલ કોતરણી અને ડિઝાઇનિંગ સાથેના સુંદર મંદિરમાં 86 ફૂટનું વિશાળ પ્રવેશદ્વાર છે. મંદિરમાં દેવી સંતોષી ઉપરાંત ભગવાન શિવ, ગણેશ, હનુમાન અને નવગ્રહોની પણ પૂજા કરવામાં આવશે.

    “મને ગામડામાં મંદિર બનાવવાની ઈચ્છા હતી કારણ કે નગરોમાં ઘણા મંદિરો છે. હું મારા પતિની આભારી છું કે તેમણે મારું સપનું પૂરું કર્યું. અમે એક નાનું મંદિર બનાવવા માંગતા હતા. જોકે, દેવીના આશીર્વાદથી અમારા ગામમાં આવું સુંદર મંદિર બંધાયું હતું. અંતે, મારું સપનું સાકાર થયું,” ઉત્સાહિત બૈજયંતીએ કહ્યું.

    “મારી પત્નીને તેના ગામના મંદિરમાં દેવીની પૂજા કરવાનું સ્વપ્ન હતું. મેં મારા સાસરિયાના ગામમાં 1.5 એકરમાં મંદિર બનાવ્યું હતું. 2008માં શરૂ થયેલું બાંધકામ તાજેતરમાં જ પૂર્ણ થયું હતું,” ખેતરબાસીએ જણાવ્યું હતું.

    આ મંદિરનું નિર્માણ બૈજયંતીની ઈચ્છા મુજબ દક્ષિણ ભારતીય સ્થાપત્ય શૈલીમાં કરવામાં આવ્યું છે. “તે પોતે ગામમાં રહીને બાંધકામની દેખરેખ રાખતી હતી. દેવી સંતોષી ઉપરાંત, શિવ, ગણેશ, હનુમાન અને નબગ્રહોની પણ મંદિરમાં પૂજા કરવામાં આવશે,” તેમણે કહ્યું. “મારો દીકરો સોફ્ટવેર એન્જિનિયર છે અને દીકરી ડૉક્ટર છે. બંનેએ મને તેમની માતાની ઈચ્છા મુજબ મંદિર બનાવવા માટે પૈસા ખર્ચવા પ્રોત્સાહિત કર્યા,” ખેતરબાસીએ ઉમેર્યું.

    નોંધનીય છે કે ઓડિશાના આ ગામમાં મંદિરનું બાંધકામ પૂર્ણ થયા બાદ હવે તેની પ્રાણપ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી રહી છે. ન માત્ર પત્ની બૈજયંતી પરંતુ તેમને સમગ્ર ગામ આ સંતોષી માતાનું મંદિર બનાવવા બદલ ખેતરબાસીનો આભાર માનતા થાકી નથી રહ્યું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં