Friday, May 3, 2024
More
    હોમપેજવગેરે...OCCRPના રિપોર્ટને અદાણી જૂથે નકાર્યો, કહ્યું- હિંડનબર્ગે પણ આવી જ પાયાવિહોણી વાતો...

    OCCRPના રિપોર્ટને અદાણી જૂથે નકાર્યો, કહ્યું- હિંડનબર્ગે પણ આવી જ પાયાવિહોણી વાતો કહી હતી: જ્યોર્જ સોરોસના ફંડિંગને ગણાવ્યું કારણ

    અદાણી ગ્રુપે કહ્યું કે, "અમે આ ફરી એક વખત લગાવવામાં આવેલા આરોપોને સ્પષ્ટપણે નકારીએ છીએ. આ સમાચાર-આધારિત રિપોર્ટ્સ હિંડનબર્ગ રિપોર્ટને પુનર્જીવિત કરવા માટેનો વિદેશી મીડિયાનો સંયુક્ત પ્રયાસ છે."

    - Advertisement -

    ગુરુવારે (31 ઓગસ્ટ, 2023) ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટે (OCCRP) એક રિપોર્ટ બહાર પાડ્યો છે. આ રિપોર્ટમાં અદાણી જૂથ પર એવો આરોપ લાગ્યો છે કે, તેમણે મોરેશિયસ સ્થિત ઓપેક ફંડ્સ દ્વારા તેની પોતાની કંપનીઓમાં લિસ્ટેડ શેર ખરીદવા માટે લાખો ડોલરનું રોકાણ કર્યું હતું. બીજી તરફ, અદાણીએ આ આરોપો સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે.

    OCCRP સંસ્થા એ તપાસનીશ પત્રકારોનું વૈશ્વિક નેટવર્ક ધરાવે છે. આ સંસ્થાએ આજે અદાણી જૂથ પર રિપોર્ટ બહાર પાડીને દાવો કર્યો કે અદાણી પરિવાર અને તેમના ભાગીદારો ગુપ્ત રીતે રોકાણ કરી રહ્યા હતા. OCCRPએ અમુક ટેક્સ હેવન્સ અને અદાણી ગ્રુપના આંતરિક ઈ-મેઈલની જાણકારી મેળવી હોવાનું જણાવ્યું હતું. તેણે જણાવ્યું કે તપાસમાં ઓછામાં ઓછા બે કેસ મળ્યા છે જેમાં ‘રહસ્યમય’ રોકાણકારોએ આવી ઑફશોર સંસ્થાઓ દ્વારા અદાણીના શેરનું ખરીદ-વેચાણ કર્યું હતું.

    બીજી બાજુ અદાણી જૂથે OCCRPના આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. અદાણી ગ્રુપે કહ્યું કે, “અમે આ ફરી એક વખત લગાવવામાં આવેલા આરોપોને સ્પષ્ટપણે નકારીએ છીએ. આ સમાચાર-આધારિત રિપોર્ટ્સ હિંડનબર્ગ રિપોર્ટને પુનર્જીવિત કરવા માટેનો વિદેશી મીડિયાનો સંયુક્ત પ્રયાસ છે.”

    - Advertisement -

    અદાણી પરિવાર સાથે સંકળાયેલા રહસ્યમય રોકાણકારો

    ઓસીસીઆરપીએ રિપપૉર્ટમાં દાવો કર્યો છે કે, અદાણી પરિવારના સહસ્યમય રોકાણકારો નાસીર અલી શબાન અહલી અને ચેંગ ચુંગ-લિંગના લાંબા સમયથી વ્યાપારી સંબંધો હતા. આ બંને ગૌતમ અદાણીના મોટાભાઈ વિનોદ અદાણીની ગ્રુપ કંપનીઓ અને ફર્મ્સમાં રોકાણકાર, ડાયરેક્ટર અને શેરધારક તરીકે સેવા આપી ચૂક્યા હોવાનું રિપોર્ટમાં જણાવ્યું છે.

    અહેવાલ મુજબ, અદાણી જૂથની કંપનીના શેરમાં રોકાણ અંગેની જવાબદારી સંભાળતી મેનેજમેન્ટ કંપનીએ વિનોદ અદાણીની કંપનીને તેના રોકાણમાં સલાહ આપવા માટે ચૂકવણી કરી હતી. OCCRP સંસ્થાનું કહેવું છે કે, અહલી અને ચાંગ અદાણી જૂથના પ્રમોટરો વતી કામ કરતા હતા. આગળ જણાવવામાં આવ્યું કે, જો આમ હોય તો અદાણી ગ્રુપમાં તેમનો ગેરકાયદેસર રીતે 75 ટકાથી વધુ હિસ્સો હશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, એ બાબત સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી કે ચાંગ અને અહલીના પૈસા અદાણી પરિવાર પાસેથી આવતા હતા, પરંતુ એ બાબતન સબૂતો છે કે અદાણીના શેરમાં થયેલું રોકાણ પરિવાર તરફથી સંકલિત કરવામાં આવ્યું હતું.

    અહેવાલમાં ઉમેર્યું હતું કે, “સપ્ટેમ્બર 2013માં અદાણી જૂથનું માર્કેટ કેપિટલાઇઝેશન 8 અરબ ડોલર હતું. જે ગયા વર્ષે વધીને 260 અરબ ડોલર થયું હતું. આ સમૂહમાં પરિવહન, લોજિસ્ટિક્સ, પ્રાકૃતિક ગેસ વિતરણ, કોલસાનો વ્યાપાર, વીજળી ઉત્પાદન અને ટ્રાન્સમિશન, રોડ નિર્માણ, ડેટા સેન્ટર અને રિયલ એસ્ટેટ સહિત અનેક ક્ષેત્રો જોડાયેલાં છે.”

    લગભગ 8 મહિના પહેલાં 24 જાન્યુઆરીના રોજ અમેરિકન શોર્ટશેલર હિંડનબર્ગે અદાણી જૂથ પર આરોપ લગાવ્યા હતા. આ રિપોર્ટમાં તેમણે અદાણીની કંપની પર છેતરપિંડી, શેરના ભાવમાં હેરાફેરી, ગ્રૂપની કંપનીઓને વધુ મૂલ્યવાન બનાવવા અને ટેક્સ હેવનનો દુરૂપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો. ભારતીય સંસદમાં પણ આ મામલો ખૂબ ઉગ્ર બન્યો હતો.

    આ રિપોર્ટના ખુલાસા બાદ અદાણી ગ્રુપના શેરની કિંમતમાં 150 અરબ બિલિયન ડોલરનો ઘટાડો નોંધાયો હતો. જોકે ત્યારે પણ અદાણી ગ્રુપે તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. પોતાને ‘શોર્ટસેલર’ ગણાવતી હિંડનબર્ગ કંપની પર પણ નફો મેળવવા માટે આ રિપોર્ટ પ્રકાશિત કરવાના આરોપો લાગતા રહ્યા છે. બીજી તરફ અદાણી જૂથે તાજેતરમાં લગાવવામાં આવેલા આરોપોને પણ નિરાધાર ગણાવ્યા છે.

    અદાણી જૂથનું મીડિયા સ્ટેટમેન્ટ

    અદાણી જૂથને આ અંગે પહેલેથી જ શંકા હતી

    OCCRPના અહેવાલ પર અદાણી ગ્રુપે જણાવ્યું હતું કે, આવી વિદેશી મીડિયા સંસ્થાઓને અબજોપતિ રોકાણકાર જોર્જ સોરોસ અને રોક ફેલર બ્રધર્સ ફંડ તરફથી ભંડોળ અને સમર્થન મળતું હોય છે. તેઓ પોતાના ફાયદા માટે ઉપયોગ કરતા હોય છે અને હિંડનબર્ગ રિપોર્ટમાં લગાવેલ આરોપો પણ તેમના ફાયદા માટે જ લગાવ્યા હતા.

    અદાણી ગ્રુપનું કહેવું છે કે, યુએસ શોર્ટ સેલર હિંડનબર્ગના રિપોર્ટમાં મૉરીશસ ફંડનો ઉલ્લેખ પહેલાં પણ કરવામાં આવ્યો હતો. આ આરોપો માત્ર પાયાવિહોણા કે અપ્રામાણિત નથી પરંતુ હિંડનબર્ગના આરોપોથી જરા પણ અલગ નથી.

    આ દાવાઓ એક દાયકા પહેલાં બંધ થયેલા કેસ પર આધારિત છે. તે સમયે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા વિદેશી રોકાણોને આધારે વિદેશી નાણાંનું ટ્રાન્સફર સંબંધિત પક્ષકારો સાથેના વ્યવહારના આરોપોની તપાસ કરવામાં આવી હતી.

    વાસ્તવમાં થોડા દિવસો પહેલાં રિપોર્ટ્સ આવ્યા હતા કે તપાસનીશ પત્રકાર અને 24 બિન-લાભદાયી રિસર્ચ સેન્ટરો દ્વારા સ્થપાયેલ એક રિપોર્ટિંગ મંચ OCCRP તપાસ આધારિત રિપોર્ટ લાવવાની તૈયારીમાં છે. આ સંસ્થા યુરોપ, આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકામાં ફેલાયેલી છે.

    રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું કે તેમના રિપોર્ટના નિશાને ભારતીય કોર્પોરેટ પરિવારો પણ છે, જેમની ઉપર તેઓ ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ જાહેર કરવા જઈ રહ્યા છે. આ રિપોર્ટ્સની આખી એક સિરીઝ પ્રકાશિત કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. એમ પણ જણાવવામાં આવ્યું કે તેઓ કારોબારી ગ્રૂપની કંપનીઓના શૅરોમાં પૈસા લગાવનારા વિદેશી રોકાણકારોનો પણ ઘટસ્ફોટ કરી શકે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં