Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટયુપી: હિંદુ મહિલા પર ધર્માંતરણ માટે દબાણ કરનાર 2 નનની ધરપકડ, દેવી-દેવતાઓની...

    યુપી: હિંદુ મહિલા પર ધર્માંતરણ માટે દબાણ કરનાર 2 નનની ધરપકડ, દેવી-દેવતાઓની તસ્વીરો પર થૂંકીને સળગાવી મૂકવાનો પણ આરોપ

    ઉત્તર પ્રદેશના એક ગામની ઘટના, બંને નન ખ્રિસ્તી મશીનરીઓ સાથે સંકળાયેલી હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશમાં હિંદુઓ પર ધર્માંતરણ માટે દબાણ કરવાના અને હિંદુ દેવી-દેવતાઓના અપમાનના આરોપસર બે ખ્રિસ્તી નનની ધરપકડ કરવામાં આવી છે. બંને મિશનરીઓ દ્વારા સંચાલિત શાળામાં સિસ્ટરના પદ પર રહીને કામ કરતી હોવાનું જાણવા મળ્યું છે. બંનેની બુધવારે (21 સપ્ટેમ્બર 2022) ધરપકડ કરી લેવામાં આવી હતી. 

    ઘટના ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાની છે. અહીં એક ગામમાં પોલીસને ધર્માંતરણની ફરિયાદ મળી હતી. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરીને બે ખ્રિસ્તી નનની ધરપકડ કરી હતી. આ બંને ઉપર હિંદુ દેવી-દેવતાઓની તસ્વીરો સળગાવવાનો પણ આરોપ લાગ્યો છે. ઘટનાસ્થળે જઈને દરોડા પાડતાં પોલીસને આ બંને વિશે જાણવા મળ્યું હતું. 

    બંનેના નામ રોસ મેરી અને જિસા હોવાનું તેમજ બંને ખ્રિસ્તી મશીનરી સાથે જોડાયેલી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ અનુસાર, તે બંને ગામની એક સુનિતા નામની હિંદુ મહિલાના ઘરે જઈને ધર્માંતરણનું દબાણ કરતી હતી. 

    - Advertisement -

    ઘટના અંગે સંભલ જિલ્લાના પોલીસ અધિક્ષક ચક્રેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, ફરિયાદી મહિલા સુનિતાના પતિનું નામ વિલિયમ છે અને તે ખ્રિસ્તી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સુનિતાઈ ફરિયાદના આધારે બંને મહિલાઓને આઇપીસી ધારા 452/504/506 અને 153-A સાથે ઉત્તર પ્રદેશ ધર્મપરિવર્તન અધિનિયમ હેઠળ પકડી લેવામાં આવી હતી. પોલીસ અનુસાર, હાલ ગામમાં પરિસ્થિતિ સામાન્ય છે અને સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. 

    ફરિયાદી સુનીતા નામની મહિલાએ આ અંગે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, મને બંને સીસ્ટરો ખ્રિસ્તી બનવા માટે કહી રહી હતી પરંતુ મેં ઈનકાર કરીને હિંદુ જ રહેવા માટે કહ્યું હતું. તેણે એમ પણ જણાવ્યું કે, તેના બે પુત્રો છે અને ભવિષ્યમાં પણ તેઓ હિંદુ જ રહેશે. 

    બીજી તરફ, સુનીતાના પતિ વિલિયમ્સે કહ્યું કે તેમની પત્ની હિંદુ છે અને તેણે ઘરમાં ભગવાનની તસ્વીરો પણ રાખી છે. તેણે ખ્રિસ્તી નન પર આરોપ લગાવીને કહ્યું કે, આ બંને મહિલાઓએ તેના ઘરમાં ઘૂસીને દેવી-દેવતાઓની તસ્વીરો પર થૂંકીને તેને ફાડીને સળગાવી દીધી હતી. વિલિયમ્સે પણ આ અંગે ન્યાયની માંગ કરી હતી. 

    આ મામલે પોલીસે જણાવ્યું છે કે, મામલાની તપાસ હાલ ચાલી રહી છે અને આગળની કાર્યવાહી પણ પ્રક્રિયા મુજબ હાથ ધરવામાં આવશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં