Wednesday, November 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનૂંહની હોસ્પિટલમાં ઘૂસી હતી મુસ્લિમ ભીડ, હિંદુ ડોક્ટરો-દર્દીઓને અલગ કરીને માર માર્યો...

    નૂંહની હોસ્પિટલમાં ઘૂસી હતી મુસ્લિમ ભીડ, હિંદુ ડોક્ટરો-દર્દીઓને અલગ કરીને માર માર્યો હતો: રિપોર્ટમાં ઘટસ્ફોટ- ગર્ભવતી મહિલા-બાળકોને પણ છોડ્યાં ન હતાં

    પચાસથી વધુ તોફાનીઓનું ટોળું હોસ્પિટલમાં ઘૂસી ગયું હતું અને અંદર જઈને દર્દીઓ, સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ડોક્ટરોને ધર્મના આધારે અલગ કરીને તેમની સાથે મારપીટ કરી હતી.

    - Advertisement -

    હરિયાણાના નૂંહમાં હિંદુઓની ધાર્મિક યાત્રા પર થયેલા હુમલા દરમિયાન ઇસ્લામી ભીડ દ્વારા આચરવામાં આવેલા વધુ એક બર્બર કૃત્યનો ઘટસ્ફોટ થયો છે. જાણવા મળ્યું છે કે હિંસાના દિવસે એક ટોળું નૂંહની એક હોસ્પિટલમાં હથિયારો લઈને ધસી ગયું હતું અને અહીં ડોક્ટરો અને દર્દીઓને તેમની ઓળખ પૂછીને માર મારવામાં આવ્યો હતો. 

    હિન્દી દૈનિક ‘જાગરણ’ના રિપોર્ટમાં આ બાબત સામે આવી છે. રિપોર્ટ અનુસાર, હિંસાના દિવસે એક યુવકનો પીછો કરતાં મુસ્લિમ ભીડ હાથમાં દંડા અને હથિયારો લઈને ખેડલા ચોકથી થોડા અંતરે આવેલી એક હોસ્પિટલમાં ઘૂસી ગઈ હતી. અહીં પહેલાં તેમણે યુવકને માર માર્યો અને કોઈક રીતે તે ભાગી છૂટ્યો તો તેની કારને આગ લગાડી દીધી હતી. ત્યારબાદ બાજુમાં ઉભેલી ડોક્ટરની કારમાં પણ તોડફોડ કરી તેમજ યુવકની કારમાં જે ત્રણ લાખ રૂપિયા રાખવામાં આવ્યા હતા તે પણ લૂંટી લીધા હતા. 

    રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, પચાસથી વધુ તોફાનીઓનું ટોળું નૂંહની એક હોસ્પિટલમાં ઘૂસી ગયું હતું અને અંદર જઈને દર્દીઓ, સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ડોક્ટરોને ધર્મના આધારે અલગ કરીને તેમની સાથે મારપીટ કરી હતી. એટલે કે ઉન્માદીઓએ એક-એક વ્યક્તિને તેમનો ધર્મ પૂછીને મુસ્લિમ સ્વાસ્થ્ય કર્મચારીઓને અલગ કરીને હિંદુઓને જ નિશાન બનાવ્યા હતા. 

    - Advertisement -

    તોફાનીઓએ હોસ્પિટલમાં દાખલ એક ગર્ભવતી મહિલા પર પણ હુમલો કર્યો હતો અને લાકડી-દંડા વડે તેમને માર મારવામાં આવ્યો હતો. મહિલાએ બચવાનો પ્રયાસ કર્યો તો તેને ધક્કો મારીને પાડી દેવામાં આવી. આ ઉપરાંત ડોક્ટરની ત્રણ વર્ષીય બાળકીને પણ દંડા વડે મારવામાં આવી હતી. 

    પોલીસે હોસ્પિટલમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઇ ગયેલા ફૂટેજના આધારે બે આરોપીઓની ઓળખ કરી લીધી હતી. જેમની ઓળખ નાસિર અને અંજુમ તરીકે થઇ છે. બંનેની ધરપકડ કરી લેવામાં આવી હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું. 

    હરિયાણાના મેવાત વિસ્તારના નૂંહમાં સોમવારે (31 જુલાઈ, 2023) મોટાપાયે હિંસા ફાટી નીકળી હતી. હિંદુ સંગઠનો દ્વારર આયોજિત ધાર્મિક શોભાયાત્રા પર મુસ્લિમ ભીડે હુમલો કરી દીધો હતો. ત્યારબાદ પથ્થરમારો અને આગચંપી થયાં અને હિંસા ફાટી નીકળી હતી. આ મામલે અનેક FIR દાખલ કરવામાં આવી હતી, જેમાં ઇસ્લામી ભીડનાં કૃત્યોનો ખુલાસો થયો હતો. 

    નૂંહ હિંસાને લઈને ઑપઇન્ડિયાનું વિસ્તૃત કવરેજ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં