Thursday, May 2, 2024
More
    હોમપેજક્રાઈમ'શું આપણે તેમનામાંથી 10-20 ને પણ નહીં મારી શકીએ?': નૂંહમાં હિંદુઓ પર...

    ‘શું આપણે તેમનામાંથી 10-20 ને પણ નહીં મારી શકીએ?’: નૂંહમાં હિંદુઓ પર હુમલા માટે મુસ્લિમોને મોકલવામાં આવ્યા હતા ઓડિયો મેસેજ

    જાણવામાં આવી રહ્યું છે કે, આ ઓડિયોના વાયરલ થવા બાદ મંદિર પર મુસ્લિમ ટોળાએ હુમલો કર્યો હતો.લોકો પર પથ્થરો ફેંકાયા, ગોળીઓ ચલાવવામાં આવી હતી. કેટલાક લોકો ઘાયલ થયા હતા. મુસ્લિમ ટોળાએ બે વાર મંદિરની અંદર ઘૂસવાના પ્રયાસ કર્યા હતા.

    - Advertisement -

    હરિયાણામાં આવેલા મેવાતના નૂંહમાં 31, જુલાઈ, 2023 ના રોજ મુસ્લિમ ટોળાએ જલાભિષેક યાત્રામાં સામેલ હિંદુ શ્રદ્ધાળુઓ પર હુમલો કર્યો હતો. આ હુમલો સંપૂર્ણ આયોજન સાથે કરવામાં આવ્યો હતો. આ માટે વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યા હતા. આવા ગ્રૂપમાં મોકલવામાં આવેલા કેટલાક ઓડિયો ઈન્ડિયા ટુડે ગ્રુપ સુધી પહોંચી ગયા હતા. તેનાથી જાણી શકાય છે કે મુસ્લિમોને હિંદુઓ પર હુમલો કરવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા.

    ઓડિયો મોકલનાર વ્યક્તિએ 31, ઓગસ્ટના રોજ પોતાના સમુદાયના લોકોને મેવાતના શૃંગાર મંદિર પાસે ભેગા થવા માટે ઉશ્કેર્યા હતા. તેણે કહ્યું હતું કે, “ત્યાં સો-બસો લોકો હશે, જેમાંથી 10-20 ની હત્યા તો કરી જ શકાશે.” શૃંગાર મંદિર નલ્હડના શિવ મંદિરથી લગભગ 45 મિનિટ દૂર આવેલું છે. જ્યાં હિંદુ શ્રદ્ધાળુઓ હુમલા દરમિયાન કલાકો સુધી ફસાયેલા રહ્યા હતા. જલાભિષેક યાત્રા શૃંગાર મંદિરે પહોંચીને જ સમાપ્ત થવાની હતી.

    મેવાત વિસ્તારના મુસ્લિમોના વોટ્સએપ ગ્રુપમાં મોકલવામાં આવેલા ઓડિયોમાં એક વ્યક્તિને એમ કહેતો સાંભળી શકાય છે કે,

    “મને કહો કે મેવાતની ધરતી કાયરોથી ભરેલી છે ? 100-200 લોકો હશે, શું આપણે તેમાંથી 10-20 ને પણ નથી મારી શકતા? જે રીતે તેમની ગાડીઓ સળગાવવમાં આવી હતી, તેમાં જ 10-20 ને મારી નાખવા હતા. શું મેવાતવાળાઓએ બંગડીઓ પહેરી લીધી છે ? આજે એ મોકો છે. જો તમે હાથ ઉઠાવશો તો એટલા લોકો વધારે આવી જશે. જો તમે 10-20 ને મારશો , તો એટલા વધારે મરશે. આજે જ છે એ દિવસ. બધા એક દિવસે મરવાના જ છે, આજે નહીં તો કાલે.”

    - Advertisement -

    તે પછી બીજા વ્યક્તિનો ઓડિયો ગ્રુપમાં આવે છે, તે કહે છે કે,

    “ભાઈ, જેટલા પણ આ ગ્રુપમાં છે , જે છે એ. જેટલા પણ વ્યક્તિઓ છે, 10 છે, 20 છે, 50 છે, 100-150 છે, જેટલા પણ છે. એ બધા મુસ્લિમોનાં ગ્રુપમાં આને મોકલી દોં , સાઉદી આરબ સુધીના ગ્રુપમાં આ મોકલી દો. અહિયાં તો બધુ છૂટી જવાનું છે. કાં તો મોત આવવાથી છૂટી જશે, કાંતો એની જાતે જ છૂટી જશે. બીવી-બચ્ચાઓ પણ છૂટી જશે. પછી આપણી કોમ પર વાત આવે તો બિલકુલ નીડર થઈને સામે ઊભા રહો. મેદાનમાંથી ભાગવું કાયરોનું કામ છે. એનાથી સારું તો એ છે કે તમે બંગડીઓ પહેરી લો. જ્યારે યાર, ખુદાનો ગઢ મેવાતને માનવામાં આવે છે, ત્યારે અહિયાથી બધા બચીને જતાં રહેશે ? ઓછામાં ઓછા 20 ને દફન કરી દોં. વિડીયો બનાવીને શું કરવું ? આપણાં સમાજને બચાઓ, બધા વિડીયો બનાવવામાં લાગી જશો તો કામ કોણ કરશે ?”

    જાણવામાં આવી રહ્યું છે કે, આ ઓડિયોના વાયરલ થવા બાદ મંદિર પર મુસ્લિમ ટોળાએ હુમલો કર્યો હતો.લોકો પર પથ્થરો ફેંકાયા, ગોળીઓ ચલાવવામાં આવી હતી. કેટલાક લોકો ઘાયલ થયા હતા. મુસ્લિમ ટોળાએ બે વાર મંદિરની અંદર ઘૂસવાના પ્રયાસ કર્યા હતા. આ ઓડિયો ક્લિપ દ્વારા જાણવા મળે છે કે આ હિંસા અચાનક નહોતી થઈ પણ પૂરી તૈયારીઓ સાથે કરવામાં આવી હતી હતી. હિંદુઓ પર હુમલો કર્યા બાદ 45 KM દૂર સિંગારમાં પણ હુમલો કરવામાં આવ્યો હતો. વધુમાં જાણવા મળ્યું છે કે હરિયાણા પોલીસ હાલ આ વાયરલ ઓડિયોની તપાસ કરી રહી છે.

    31 જુલાઈએ થયો હતો હિંદુઓ પર સુનિયોજિત હુમલો

    ઉલ્લેખનીય છે કે, 31 જુલાઈના રોજ હિંદુઓ દ્વારા આયોજિત જલાભિષેક શોભાયાત્રા પર મુસ્લિમ ટોળાં દ્વારા હુમલો કરવાની ઘટનાને લઈને ઘણા ખુલાસા થયા છે. નૂંહ હિંસાને લઈને હમણાં સુધી 216 લોકોની ધરપકડ કરવામાં આવી છે, અને 104 FIR નોંધવામાં આવી છે. હિંસા દરમિયાન નૂંહના સાયબર પોલીસ સ્ટેશન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો સુનિયોજિત હતો. હરિયાણાના ગૃહમંત્રી અનિલ વીજ દ્વારા પણ આ હુમલાને સુનિયોજિત ગણાવાયો હતો.

    પોલીસ અધિકારીએ જણાવ્યું કે મંદિરેથી લોકોને કઈ રીતે બચાવાયા

    હરિયાણામાં મેવાતના નૂંહ જિલ્લામાં 31 જુલાઈ, 2023 ના રોજ મુસ્લિમ ટોળાએ હિંદુઓની જલાભિષેક યાત્રા પર હુમલો કર્યો હતો. આ દરમિયાન નલ્હડ મંદિરમાં હિંદુઓ ફસાયા હોવાની સૂચના મળતા અધિક પોલીસ મહાનિર્દેશક મમતાસિંહ પોતે ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમના પ્રતિનિધિત્વમાં પોલીસે હિંદુ શ્રદ્ધાળુઓને બચાવ્યા હતા. તેમણે તે સમયની સ્થિતિ અને રેસ્ક્યૂ ઓપરેશન વિશે જણાવતા કહ્યું હતું કે, “35-36 વર્ષના પોલીસ કરિયરમાં આવી ઘટનાઓ ભાગ્યે જ જોવા મળે છે, જ્યારે તમે આ પરિસ્થિતિનો સામનો કરો છો, પરિસ્થિતિને કાબુમાં લેવાં, લોકોને સમજાવવા અને તેમને સુરક્ષિત બહાર કાઢવાના પડકારોનો એક સાથે સામનો કરો છો.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં